Manavtadin
-1
archive,category,category-manavtadin,category-3,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Manavtadin

માનવતા દિન                            તા. ૭-૯-૨૦૨૦ વ્હાલા આત્મીયજનો,     આજે માનવતા દિવસ છે. રાજયોગીજીની જીવનયાત્રા આજે ૮૮ વર્ષ પૂર્ણ કરી ૮૯મા વર્ષમાં પ્રવેશી રહી છે. માતાજીની પ્રેરણા, માર્ગદર્શન અને આદેશથી પાંચ સપ્ટેમ્બર ૧૯૭૬ મધ્યરાત્રિનો પ્રથમ સાક્ષાત્કાર વેળાએ માતાજી પાસે વિનમ્ર ભાવે મે માગ્યું હતું “તારી ભક્તિ માનવબંધુની સેવા” પ્રસન્નતાથી મેળવેલ...

માનવતા દિન ૭/૯/૨૦૧૭ વ્હાલા આત્મીયજનો, આજે મારી જીવનયાત્રા ૮૫ સોપાન સર કરી ૮૬માં વર્ષના પ્રથમ દિવસમાં પ્રવેશ કરી રહી છે. માતાજીના દિવ્ય વાત્સલ્યથી પુષ્ટ થયેલું મારું ભૌતિક અને આધ્યાત્મિક જીવન હંમેશાં "કરિષ્યે તવ વચનમ્" અનુસાર ગતિ કરી રહ્યું છે. માતાજીએ ૧૯૫૪માં રણછોડજી મંદિરની પાટ પર પૈસા ગણાવીને મારી ધીરજની,...

   માનવતા દિન    તા. ૭-૯-૨૦૧૬ વહાલા આત્મીયજનો, તા. પ - ૯ - ૧૯૭૬ રવિવારની મધ્યરાત્રિ મારા જીવનનું પ્રથમ દિવ્ય વાસ્તવિક સંભારણું બની ગયું. મારા જીવનને મઠારવાનું કાર્ય તો માતાજીએ જાન્યુઆરી ૧૯૩રથી જ મારી વ્હાલી જનેતાના ગર્ભમાંથી જ શરૂ કરી દીધું હતું. ગર્ભાવસ્થામાંથી જ મારા જીવનની દિશા કંડારી રાખી...

વ્હાલા આત્મીયજનો, આજે આ શરીરની જીવનયાત્રા જીવનના ૮૩ વર્ષ પૂર્ણ કરી ૮૪ માં વર્ષમાં પ્રવેશી રહી છે. દિવ્ય માતાજીના અમૃતરસથી સિંચાયેલાં, પોષાયેલાં આ શરીરના પંચમહાભૂતો સક્ષમ અને તંદુરસ્ત છે. માના વાત્સલ્યની વર્ષાથી જીવનમાં સદાય તાજગી, આનંદ વર્તાય છે. મારું સમસ્ત અસ્તિત્વ 'મા' મય બની ગયું છે એટલે...

માનવતા દિન 7/9/2014 વ્હાલા આત્મીયજનો, આજે માનવતા દિન છે. મારી જીવનયાત્રા બ્યાસી (82) વર્ષ પૂર્ણ કરી  ત્યાસીમાં (83) વર્ષમાં આજે પ્રવેશી રહી છે. મારું તન દવે પરિવારનું છે પરંતુ મન અને આત્માનું અસ્તિત્વ દિવ્ય મા ભગવતીની અમાનત છે. પ્રસવની પીડા પૂજ્ય પરસનબા એ સહી અને સંસ્કાર સિંચન કર્યું....

માનવતા દિન તા.૭-૯–૨૦૧૩ વ્હાલા આત્મીયજનો, આજે માનવતાદિન છે. મારી જીવનયાત્રા જીવનના ૮૧ સોપાન માતાજીના સહારે પાર કરીને ૮૨ માં સોપાનમાં પ્રવેશી રહી છે. સેવાની અને માનવતાની જ્યોત જલાવી પાંચ સપ્ટેમ્બર ૧૯૭૬ની મધ્યરાત્રિએ મારા જીવનમાં દિવ્ય પ્રકાશ પાથર્યો. માતાજીએ મારી પ્રાર્થનાને અનુમતિ આપીને જણાવ્યું કે : “જ્યોત સે જ્યોત જલાતે ચલો પ્રેમ...

વ્હાલા આત્મીયજનો, માનવતાદિન ના શુભ અવસર પર પરમશકિતના વ્હાલા બાળકોની શ્રધ્ધાસભર હાજરીથી મા બાળ હરખાઇ રહ્યાં છે. આજે હું માનો બાળ માતાજીની અસીમ કૃપાથી જીવનયાત્રાના 81 માં સોપાન પર પ્રવેશી રહ્યો છું. આજે મારી આધ્યાત્મિક નવચેતનાનો 37મો વસંતોત્સવ છે. હું રાજયોગી નરેન્દ્રજી, મા ભગવતીનું નૂતન નામાભિધાન થયેલ,...

માનવતાદિન                                                                                     તા.૭-૯–૨૦૧૧ ગાયત્રી માતાજીના વ્હાલા બાળકો, મારા વ્હાલા ચાહકો – પ્રેમીઓ, આજે માનવતા દિન છે. રાજયોગીજી ભૌતિક જીવનના એશીમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. માતાજીનું વાત્સલ્ય અને આપ સર્વેના પ્રેમવારિથી મારા જીવનની વસંત મહેંકી રહી છે. છ ( ૬ ) સપ્ટેમ્બર ૧૯૭૬ના દિવસે મારા ભૌતિક જીવનના ચુંવાળીસમાં વર્ષે મારી જીવનયાત્રાની...

                                                        માનવતાદિન તા ૭-૯-૨૦૦૮ રાધાષ્ટમી વ્હાલા આત્મીયજનો, આજે માનવતાદિન છે. માતાજીના આદેશ અને માર્ગદર્શનથી પ્રારંભાયેલ સેવાયજ્ઞ તેત્રીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. રાજયોગીજીની જીવનયાત્રા સિત્યોતેરમા વર્ષમાં પ્રવેશી રહીં છે. મારી જીવનયાત્રાનું સુકાન માભગવતીના હાથમાં છે. મારા સમસ્ત અસ્તિત્વ અને વ્યકિતત્વનું નિયંત્રણ માતાજી કરી રહ્યાં છે. માનવસેવાના ક્ષેત્રમાં વ્યક્તિનો સર્વાંગી વિકાસ...

માનવતા દિન તા.૦૭-૯-૦૭ વ્હાલા આત્મીયજનો, માતાજીની પ્રેરણાથી જ મેં સાક્ષાત્કાર વેળાએ  “મારા માનવબંધુઓની સેવા” ના વરદાન માટે પ્રાર્થના કરી હશે. જન્મદાતા માતાપિતાના સંસ્કારો અને મારા જન્મોજન્મના સંચિત કર્મોની ફળદ્રુપતા અને મા ભગવતીના કૃપાશિષથી જ માનવ સેવાના મહાન કાર્યમાં મેં મારી જાતને સમર્પિત કરી દીધી. માનવસેવાની રૂચિથી જ  આપણામાં...