આટલું અવશ્ય કરો અને શિવમય બની રહો
વ્હાલા આત્મીયજનો, ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે સ્વજનો પર દિવ્ય વાત્સલ્ય વરસાવતા હું આનંદ અનુભવી રહ્યો છું. ૧૯૭૭ ના વર્ષની પ્રથમ ગુરુપૂર્ણિમાથી આપણે આધ્યાત્મિકતાના રાજમાર્ગ પર યાત્રા કરી રહ્યા છીએ. વ્હાલા બાળકો, આપે આપની હૃદય ગુફામાં મને ગુરૂપદે અથવા આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્થાપ્યો હોય તો આપનો આધ્યાત્મિક ઉત્કર્ષ થાય અને આપની જીવનયાત્રા ધર્મયાત્રા બની રહે […]
રાજ ગુરૂતત્વ એક ઘૂઘવતો સાગર છે
વ્હાલા આત્મીયજનો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરૂપ્રેમગંગાના પ્રવાહમાં સ્નાન કરવા માટે, પવિત્ર થવા માટે, મનના મેલને મીટાવવા માટે આપ સર્વેને આમંત્રુ છું. માતાજીના આદેશ અને પ્રેરણાથી આયોજાયેલ મારી આધ્યાત્મિક જીવનયાત્રાનું ગુરૂતત્વ આજે આડત્રીસ વર્ષ પૂર્ણ કરી ઓગણચાલીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. મહાભારતના રણસંગ્રામ વેળાએ શ્રીકૃષ્ણજી પાંડવોના સહાયક, માર્ગદર્શક બન્યા અને યુધ્ધમાં અર્જુનના રથના સારથી બન્યા. વિષાદયુક્ત […]
જીવન પરિવર્તનનું પર્વ ગુરૂપૂર્ણિમા
વ્હાલા આત્મીયજનો, ગુરૂપૂર્ણિમાના આડત્રીસમાં ઉત્સવમાં આપ સર્વે ભાવિકો ભાવગંગામાં ભીંજાતા ભક્તિરસનું રસપાન કરતા, આપના પ્રેમસ્પંદનો મારા અસ્તિત્વને પુલકિત કરી રહ્યાં છે. આજનો મંગલદિવસ આપનો આધ્યાત્મિક જન્મદિવસ કહેવાય. આપ સર્વે ધર્મ અને આધ્યાત્મિક પંથના યાત્રીઓ બની રહો અને આપના જીવન ધ્યેયને હાંસિલ કરવા સાત્વિક પુરૂષાર્થ કરતા રહો તેવા મારા આશીર્વાદ છે. આજના શુભ દિવસે સદગુરૂદેવના ભાવજગતમાં […]
પ્રેમનો રાજમાર્ગ તો મે કંડારી આપ્યો છે.
મારા બાગના મધમધતા ગુલાબના ફૂલો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે ભાવિકોની પ્રેમ પોટલીને મારી હૃદયગુહામાં વહેતા પ્રેમરસમાં સમાવિષ્ટ કરું છું. સાડત્રીસ વર્ષનો આપણો પ્રેમસબંધ આપના જીવનમાં પ્રેમની પેદાશ વિકસાવવામાં પ્રેરણા પ્રદાન કરી શક્યો જ હશે. પ્રેમનો રાજમાર્ગ તો મેં કંડારી આપ્યો છે. આ રાજમાર્ગ પર પ્રયાણ કરવાનો, ચાલવાનો, દોડવાનો પ્રયત્ન અને પુરુષાર્થ તો આપને કરવો […]
પ્રદુષણને પરાસ્ત કરીએ
વ્હાલા આત્મીયજનો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે શ્રધ્ધાળુ ભાવિકોના હૃદયગોખમાં મારી વાત્સલ્ય સભર પ્રેમગંગા વહાવું છું. પ્રેમગંગામાં સ્નાન કરજો, આચમન કરજો, ડૂબકી મારજો અને આપના મન મહાલયમાં વ્યાપેલા માયાના મેલને સાફ કરજો. આપણું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પંચમહાભૂતના તત્વો – પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે. બાહ્ય જગત પણ આ પાંચ તત્વોનું જ […]
શાશ્વત સેવા યજ્ઞ
ગાયત્રી માતાજીના વ્હાલા બાળકો, ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે આપ સર્વેનો પ્રેમ મારા પ્રેમ ઉદધિમાં સમાઈ રહ્યો છે. આપની શ્રધ્ધા મારા પ્રેમસાગરમાં વહી રહી છે. આજે પાંત્રીસમી ગુરૂપૂર્ણિમા ઉજવાઈ રહી છે. પંચમહાભૂત (પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ)થી સર્જાયેલી પરમની આ સૃષ્ટિમાં આપણે પંચમહાભૂતથી બનેલા દેહમંદિરમાં પરમાત્માના બુંદસમ આત્માને વિરાજીત કરીને જીવનયાત્રાને સંસારસાગરમાં વહાવી રહ્યાં છીએ. જીવાનાયાત્રનું […]
ભક્તિ – પ્રેમ – સેવા એજ પરમની પૂજા
વ્હાલા આત્મિયજનો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે ભાવિકોને મારા આશીર્વાદ છે. મનુષ્યજીવનમાં માતાપિતા પ્રથમ ગુરૂ છે. પરમાત્માનું એ તો વ્યક્ત સ્વરૂપ છે. આપે આપના જનકજનનીના ચરણવંદન કરી, તેમની સેવા કરી આશીર્વાદ મેળવ્યાજ હશે. મારા આદેશને અનુસરીને આપના માતાપિતા અને ઘરના વડીલોને પ્રેમ, હૂંફ આપી સેવા કરવાનો નિયમ ચાલુ જ રાખજો. માતાપિતા અને સદગુરૂની સેવા અને […]
પ્રેમ જ્યોત પ્રગટાવીએ
વ્હાલા આત્મીયજનો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે મારા હૃદય મંદિરમાં આપ સર્વે પ્રેમીજનોનું સ્વાગત છે. આપ સર્વે આજે પ્રેમના પુષ્પો અને અંતરની શુભ લાગણી સાથે લઈને મા ભગવતીના પ્રેમબાળને અર્પણ કરવા માટે આવ્યાં છો. આપના પ્રેમપુષ્પોને હું પ્રેમથી સ્વીકારું છું. સંસારમાં અને ગૃહસ્થી જીવનમાં સુખ શાંતિ વ્યાપી રહે, જીવનનો સર્વાંગી વિકાસ થાય અને જીવનયાત્રા પ્રસન્નતાથી પૂર્ણ થાય […]
અમૂલ્ય શક્તિ સંપત્તિ
વ્હાલા આત્મિયજનો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વેનું અંત:કરણથી સ્વાગત છે. આપ સર્વેના પ્રેમ, લાગણી અને અહોભાવને હું બિરદાવું છું. ગયા વર્ષે ગુરૂપૂર્ણિમાના પ્રસંગે મેં આપ સર્વેને જણાવ્યું હતું અને આદેશ આપ્યો હતો કે, આપના માતાપિતાની ચરણવંદના કરી આશીર્વાદ મેળવી ને પછી જ આપના પૂજય ગુરૂદેવના દર્શન વંદન કરજો, માતાપિતા પ્રથમ આપણા ગુરૂ છે. બાળકના જીવન […]
કર્મયોગી બનીએ
પરમના વ્હાલા પ્રેમીજનો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે મારા આપ સર્વેને આશીર્વાદ છે. આપના આધ્યાત્મિક પંથની જીવનયાત્રામાં આપે મને આપના પથદર્શક, માર્ગદર્શક અને સદગુરૂપદે સ્થાપીને આપના હૃદયમાં ભાવભીનું સ્થાન તો આપ્યું છે પરંતુ મારો પ્રેમભાવ, મારી પ્રસન્નતા અને મારા આદર્શો અને અપેક્ષાઓને પણ આપે સમજવા અને અપનાવવા તો પડશે જ ને ! આપનું જીવન પ્રકાશના પંથે જ […]