પરમાત્મા તમને સર્વસ્વ આપશે જ…
વ્હાલા આત્મિયજનો, ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે મારા આપ સર્વેને આશીર્વાદ છે. માર્ચ ૧૯૭૫ થી માતાજીની કૃપા અને આશીર્વાદથી મારા મન, વચન અને કર્મ દ્વારા વિશ્વ માનવબંધુઓની સેવા નિ:સ્વાર્થભાવે કરી રહ્યો છું. વિશ્વના પ્રત્યેક માણસમાં માનવતા પ્રગટે, માણસાઈની જ્યોત ઝળહળી રહે તેવો પ્રયત્ન હું અવિરતપણે કરતો રહું છું. માનવતાનું મિષ્ટાન મારા આત્મીયજનોમાં પીરસી રહ્યો છું. આપ સર્વેનો […]
માનવતાની માસ્ટર કી
પરમશક્તિ મા ગાયત્રીના વ્હાલા બાળકો, મને ગુરૂપદે સ્થાપી ગુરુપૂર્ણિમા ઉજવતા મારા શિષ્યો, સાચા અર્થમાં માનવ બને અને માનવતાને મહેકાવે તો જ સાચું શિષ્યત્વ પ્રાપ્ત કરી શકે. તમારી નિયમિત ઉપાસના કે મંત્રજાપ યંત્રવત ન બની જાય તે માટે તમારે તમારી આધ્યાત્મિક ઉર્જાને સદાયે સચેત રાખવી પડશે. સાત્વિક જીવન, સત્સંગ અને મંત્રજાપ કે નામ સ્મરણ […]
માનવતા વ્રત
ગુરુપૂર્ણિમાના પર્વે તારીખ ૧૨-૭-‘૯૫ ના રોજ પૂજ્ય રાજયોગી નરેન્દ્રજીએ પી. જી. મહેતા હોલમાં ઉપસ્થિત ભક્તોને સંબોધતા જણાવ્યું હતું: આવ્યા બધાં ભેગા મળી મંદિર મહીં [આ હોલને મેં મંદિર કહ્યો છે.] સાથમાં પ્રેમપુષ્પો લાવિયાં [અહીં તો પ્રેમપુષ્પોની જ જરૂર છે.] ચરણે ધરી પ્રેમપુષ્પો કૃતાર્થ થાતાં [તમે જે પ્રેમપુષ્પો ચરણે ધરો છો, એ ધરીને કૃતાર્થ થઈ જાઓ […]
શિવ-જીવનું મિલન
ગાયત્રી માતાના વહાલાં બાળકો, વીજ ઝબૂકી, મેઘ ગર્જ્યો, મોર ટહુક્યો, અષાઢી પૂનમે ભક્ત સમુદાય ઉમટ્યો, ભક્તગણ પ્રેમ થકી વંદન કરે, પરમશક્તિ પ્રેમથી આશિષની વર્ષા કરે. આજે મારા આધ્યાત્મિક જીવનનાં ૧૮ વર્ષ પૂરાં કરી ૧૯ મા વર્ષમાં પ્રવેશ કરું છું. આધ્યાત્મિક ક્ષેત્રે હવે હું યૌવનમાં પ્રવેશ્યો છું. આ યૌવન શારીરિક દૃષ્ટિએ નહિ, પણ બ્રહ્મરૂપી રસનું પાન […]