ઉત્સાહનો પારસમણિ

પરમાત્માએ તેના માનવ બાળને આ વિશ્વમાં મોકલ્યો ત્યારે, એ દિવ્ય માતાપિતાએ પ્યારા પ્રભુએ કેવી કેવી આશાઓ અપેક્ષાઓ રાખી હશે?  પરમના અંશ તરીકે આપણા જીવનમાં પરમના અરમાનોને પૂર્ણ કરવા ઉત્સાહના પુરુષાર્થના પવિત્ર પ્રવાહને આપણે વહેતો રાખવો પડે. ઉત્સાહના પવિત્ર ઝરણાંનો સ્પર્શ અન્યને કરાવવાનો છે. વાતાવરણમાં ઉત્સાહના આંદોલનો પ્રસરાવવાના છે.

આપણે જીવન વિકાસનું લક્ષ્ય નક્કી કર્યા પછી તેમા ઉત્સાહનું ઇંધણ પૂરવું પડે. આપણા ઉત્સાહને સદાય પ્રજ્વલિત રાખવા માટે મારા જીવનના અનુભવોના આધારે જણાવું કે ઉત્સાહનો પારસ જીવનમાં અદ્ભૂત કાર્યો  કરાવી શકે છે, ક્રાંતિ લાવી શકે છે.

1.  હંમેશા સકારાત્મકતાનો ગુણ અપનાવો, આપણા ઉત્સાહને અનુરૂપ માનસિક ચિત્ર આપણી દ્રષ્ટિ સમક્ષ ચીતરો    અને ખડું કરો.

2. આ કાલ્પનિક ઉત્સાહ આપણા આંતરજગતમાં પ્રગટીજ રહ્યો છે એવી કલ્પના કરો. ઉત્સાહની ક્ષિતિજો વિસ્તારવા લાગશે.

3. મારામાં  ઉત્સાહ વધી રહ્યો છે તેવો સંકલ્પ કરો અને તેનું રટણ વારંવાર કર્યા કરો.

4. ઉત્સાહનો ગુણ આપણામાં છે જ તેને પ્રગટ કરવાની જરૂર છે.

5. ઉત્સાહનો શક્તિ સ્તોત્ર આપણી અંદર વહેવા દો. જેથી આપણું કાર્ય સુંદર બને.      

6. પરમની પ્રાર્થના જ પારસમણિ છે.જે આપણા  જીવનને સ્પર્શ માત્રથી કંચન જેવું કરી શકે છે. ઉત્સાહનો પારસ પણ જીવનમાં અદભુત કાર્ય કરાવી શકે છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી