… અધિકમાસ … શ્રાવણમાસ… નવરાત્રીના પર્વો, પરમાત્માની પૂજા અર્ચના, ઉપાસના, અનુષ્ઠ।ન કરવાના વિશેષ દિવસો છે.
આ ઉત્સવો ઉપાસકની ચૈતન્ય શક્તિને વિકસિત કરે છે, ઉર્જાવાન બનાવે છે.
પૂજા ઉપાસનાનો આપણો ઉત્સાહ કાયમ જળવાઈ રહેવો જોઈએ.
“સ્વામી વિવેકાનંદના મતે સાચી પૂજા ઉપાસનાનો સાર છે:-“
બીજાનું ભલું કરવું દીન દુઃખીયા – રોગીમાં શિવજીના દર્શન કરે છે તે જ સાચો ઉપાસક છે.
કેવળ મૂર્તિમાં જ શિવજીના દર્શન કરવા, પૂજા અર્ચના વિધિ કરવી તે તો પ્રાથમિક ઉપાસના છે.
કોઈ પણ જાતના ભેદભાવ વગર સેવા કરનાર ઉપર ભગવાન પ્રસ્સન થાય છે, આશિર્વાદ આપે છે.
મારા મતે
1. આધ્યાત્મિકતાનો વિકાસ કરવા માટે નિયમિત બ્રહ્મમુહર્તમાં ઉપાસના- મંત્ર જાપ, ધ્યાન, પ્રાર્થનાનો ક્રમ જાળવવો જોઈએ.
2. આપણા વાણી, વર્તન, વ્યવહારમાં સહજતા, સાત્વિકતાને કેળવવા જોઈએ. 3. નવ સિદ્ધાંતોનું આચરણ વ્યક્તિત્વમાં નિખાર લાવશે અને પૂજા ઉપાસનાને દીપવાશે.