આધ્યાત્મિક દિવાદાંડી

વ્હાલા આત્મીયજનો,

આજે ગુરુપૂર્ણિમાના પવન પર્વે આપ સર્વેની પ્રેમસભર હૃદય વંદનાને હું પ્રેમથી સ્વીકારું છું. પીસ્તાલીસ વર્ષથી માતાજીએ મારા માધ્યમ દ્વારા માનવતાનાં અમૃત સાગરમાં આધ્યાત્મિક દીવાદાંડીનું પ્રાગટ્ય કર્યું છે. આ દીવાદાંડીનો પ્રકાશ દરેક જરૂરતમંદ વ્યક્તિની જીવનયાત્રાને સરળ, સહજ, સફળ બનાવે તેવો મારો પ્રયત્ન રહ્યો છે.

આપ સર્વે ભાવિકોનો સાથ, સહકાર અને પુરુષાર્થથી, રાહ ભૂલેલા જીવન યાત્રી ને ગન્તવ્ય સ્થાન પર પહોંચાડવા મા મદદ રૂપ થઇ પડશે.

ઉપનિષદ મા એક વિધાન છે કે ” તમે એવું જાણો કે જે જાણવાથી બધું જ જાણી શકાય “

પરમાત્મા કહે છે કે:

” તમારી જાત નો ઉદ્ધાર કરવાની સાથે, તમારે બીજાને ને પણ મદદ કરવાની છે “

આજના પાવન પર્વે મારી અંતર ની ઈચ્છા છે કે, મારા ચાહકો, ભાવિકો, બાળકો માનવતા ની મશાલ ને માનવતાના મહાસાગરમાં દિવાદાંડી બનાવી દે. સંસાર સાગરમાં અટવાયેલા, રાહભૂલેલા, હતાશ – નિરાશ થયેલા, પથિકનો પથ ઉજળે, માર્ગદર્શન કરે, ગન્તવ્ય સ્થાને પહોંચાડે.

પિસ્તાલીસ વર્ષના સહવાસ, સત્સંગ, સ્વાધ્યાય અને સહસ્પર્શથી આદ્યત્મિક વિકાસ કરવા, પ્રગતિ કરવા ઇચ્છતા બાળકો આપના ગુરૂતત્ત્વે વિકાસ ની ગતિ પકડી જ હશે. શિવ જીવ ના મિલનની ક્ષિતિજો ખુલી હશ, હૃદય સિંહાસન પર વિરાજીત પરમાત્માના દર્શન કરવા, માર્ગદર્શન મેળવવા, અંતર યાત્રા કરવા સજ્જ થવું પડશે.

અંતરઆત્મામાં વિકસી રહેલા પરમાત્મા નો સંદેશ છે કે:

1). જ્ઞાન, ભક્તિ અને કર્મ આપણી જીવન સાધના ના ત્રણ પાયા છે, જેના ઉપર આપણી આદ્યાત્મિક ઇમારત ચણી શકાય, સજાવી શકાય.

2). હું તમને માર્ગદર્શન આપતો રહીશ, ધીરજ અને શ્રદ્ધા રાખજો, નિષ્કામ કર્મ કરજો, શરણાગત બનજો, પ્રાર્થના કરતા રહેજો.

3). તમારો ઉદ્ધાર કરવાની સાથે – તમારે બીજાને મદદ તન, મન અને ધન થી કરવાની છે.

4). હતાશ થયેલા, હામ હારી ગયેલા સાથી ને હિંમત આપો. પ્રેમ આપો. મધુર સ્મિત સાથે તેને સહાય કરો.

5). યાદ રાખો, આપવાથી અનેકગણું મળશે. પાત્ર છલકાઈ જશે.

6). પ્રાર્થના, નામસ્મરણ ની શક્તિ થી પ્રકાશ પથરાશે. રસ્તો રાજમાર્ગ બની જશે.

7). શ્રદ્ધા, પરમનું શરણ, નિસ્વાર્થ સેવા અને નામસ્મરણથી પરમના પ્યારા બની રહેવાશે.

રાજગીતા ના અઢાર તત્વોને જીવનમાં આત્મસાત કરતા રહેજો.

શિવજીવ મિલનની ક્ષિતિજે પરમનો પ્રકાશ પથરાશે. મારા આપ સર્વેને આશિર્વદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી