જીવનને મહાન બનાવીએ

મારા વહાલાં આત્મીયજનો,

     મારા આધ્યાત્મિક જીવનની આજે ચુંમાલીસમી ગુરુપૂર્ણિમા છે. આપણે બધાં આધ્યાત્મિક પંથનાં યાત્રીઓ છીએ.  આધ્યાત્મિકતાનો નાતો – સંબંધ નિભાવવો હોય તો મારા જીવનનાં અઢાર તત્ત્વોને જીવનના વ્યવહારમાં વણી લેજો.

આ અઢાર તત્ત્વો નીચે પ્રમાણે છે.

૧.  નવ સિધ્ધાંતો –                                 તત્વો

૨.  મન વચન કર્મની પવિત્રતા –               તત્વો

૩.  માસ્ટર કી – ચાર માર્ગો –
પ્રેમ, જ્ઞાન, સહન, ક્ષમા માર્ગ તત્વો

                           

૪.  ઉપાસના અને સત્સંગ –                      તત્વો

                                                           ૧૮ તત્વો

 વહાલાં બાળકો,

     જીવનને સાત્ત્વિક અને મહાન બનાવવું હોય તો સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવાં હોય તો, આટલું અવશ્ય અપનાવજો.

૧.  માનવ બનો, માનવતા પ્રસરાવો.

૨.  નીતિમાન બનો, શૂરવીર બનો.

૩.  ઉદાર, પવિત્ર, નિ:સ્વાર્થી અને દૃઢનિશ્ચયી બનો.

૪.  શુભમાં, સત્યમાં શ્રધ્ધા રાખો, સકારાત્મક બનો.

૫.  ષડવૃત્તિઓનું નિયંત્રણ કરો,  નિર્મૂલન કરો.

૬.  સંવેદનશીલ બનો, સહૃદયી, સેવાભાવી બનો.

૭.  વાણી, વર્તન, વ્યવહારમાં વિવેક દાખવો.

વહાલાં બાળકો,

      આપ બધાં મજામાં હશો. તમારો ‘હા’ નો અવાજ મને સંભળાય છે. 

      સાંપ્રત સમયની સમસ્યાને સુલઝાવવાનો એકમાત્ર ઉપાય મારી દૃષ્ટિએ  અંતરાત્મા પર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. ડર-ભયને મનમાં પ્રવેશવા જ ન દો. એ જ ઉજ્જવળ વિજયનો રામબાણ ઈલાજ છે. આપણી સફળતા, નિષ્ફળતાનો આધાર બાહ્ય સંજોગો પર નહિં પરંતુ આપણા પોતાના પર નિર્ભર રહે છે.

     આપણા પર આપણને વિશ્વાસ બેસી જાય તો બહારની કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને આપણે અનુકૂળ બનાવી શકીએ. આપણે આપણા પોતાના કેન્દ્રમાં રહીને ધારીએ તેવા સંજોગો નિર્માણ કરી શકીએ છીએ.

     આત્મવિશ્વાસ જ પાયાની જરૂરિયાત છે.

     મારા આદેશ મુજબ ‘જીરું’ લેવાનું ચાલુ જ રાખજો.       મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી