જીવનમાં સફળતા મેળવીએ

આપણી જીવન યાત્રાનો સર્વાંગી વિકાસ થાય, આપણા દરેક નાના મોટા કાર્યક્ષેત્રમાં આપણને સફળતા મળે અને લોકહૃદય માં પ્રેમભર્યું સ્થાન મેળવવા સદ્ભાગી બનીએ, આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મારા અનુભવગમ્ય સફળ જીવનના સૂત્રો આ પ્રમાણે છે.

1. સમયનું આયોજન અને સમય પાલન જરૂરી છે. લોક વિશ્વાસ સંપાદન કરવા માટે સમયનું શિસ્ત જરૂરી છે.

2. સાથી કર્મચારી સાથે વિનય અને વિવેક થી કામ લેતા આવડવું જોઈએ, પ્રામાણિક અને સંવેદનશીલ રેહવું જોઈએ. પૂર્વગ્રહોને મનમાં પ્રવેશવા જ ન દો.

3. વિવેકથી અને સહ્રદયતાથી વાત કરતા આવડવું જોઈએ.

4. આત્મવિશ્વાસથી જીવન લક્ષ્ય નક્કી કરીને કરેલા કાર્યને નિષ્ટ્ઠા પૂર્વક અને કરકસરથી પૂર્ણ કરવા દ્રઢ સંકલ્પ કરવો.

5. કાર્ય કરવામાં, ફરજ નિભાવવમાં નિપુણતા, નિષ્ટ્ઠા, આગવી વિશેષતા અને ઉત્સાહ દાખવવો.

6. સ્વભાવમાં સમભાવ રાખવો. આત્મ સંયમ રાખવો.

7. સહકાર, સદ્ભાવ અને સમર્પણભાવથી કાર્ય કરવાથી પરમની કૃપાના અધિકારી બની શકાય છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી