મારા વ્હાલા આત્મીયજનો,
આજે આપણે ગુરુપૂર્ણિમાનું 49મોં જન્મ દિવસ છે. ‘HAPPY BIRTHDAY’ ટુ ગુરુપૂર્ણિમા.
છેલ્લા 25 વર્ષથી દર ગુરુપૂર્ણિમાએ આપ સર્વેને હું આધ્યાત્મિક ક્ષેત્રનું જ્ઞાન પીરસતો આવ્યો છું. મને આશા છે કે, આપ સર્વે થોડે ઘણે અંશે પણ એનો અમલ કર્યો હશે.
મને રામાયણનો એક પ્રસંગ યાદ આવે છે કે, જયારે રામજીનો અયોધ્યામાં રાજ્યાભિષેક થયો ત્યાર બાદ હનુમાનજીએ લક્ષમણજી ને વિનંત કરી કે, “મારે રામજીને એકાંતમાં રૂબરૂ મળવું છે.” લક્ષ્મણજી વિચારમાં પડી ગયા કે, “હમુનાનજીને એવું તો શું કામ હશે?” છત્તા પણ “શ્રી રામને પૂછીને જણાવીશ.” એમ જણાવ્યું. રામજીનો જવાબ “હા” માં આવ્યો.
હનુમાનજી મુકરર ટાઈમ મુજબ રામજીને મળ્યા અને બંને હાથ જોડી વિનંતી કરી કે, “આપ મને કોઈ જ્ઞાન આપો.” આ સાંભળીને રામજી ખુબ હસ્યા અને હનુમાનજીને ખભે હાથ મૂકીને કહ્યું કે, “હે હનુમાનજી, તું ખુદ સત્યાચરણને વરેલો છે, અને અત્યાર સુધી તું સત્યાચરણ કરતો આવ્યો છું, તેથી મારે તને કોઈ જ્ઞાન આપવાનું રહેતું નથી.
મેં આપ બધાને અત્યાર સુધીમાં ટૂંકમાં નીચે દર્શાવેલ જ્ઞાન પીરસ્યું છે:
1. મારા નવ સિદ્ધાંતો
2. મન વચન કર્મ ની પવિત્રતા
3. ચાર માસ્ટર કી
4. બહેનજી દ્વારા લખાયેલું રાજ ગીતાનું કાવ્ય
5. સર્વાંગી વિકાસ નું ફોર્મ
આટલા, ઉપર જણાવ્યા મુજબના આધ્યાત્મિક માર્ગદર્શન આપેલ છે. આ બધા સિદ્ધાંતો અમલમાં મુકો, તેનો અમલ કરો, અને થોડું થોડું શીખવાની કોશિશ કરો.
ઉપરોક્ત જણાવ્યામા સર્વ શાસ્ત્રોનો સાર શામેલ છે. દુનિયા ભરના જેટલા ધર્મો છે, તેમનો સુર એક જ છે. અને બધાજ ધર્મોનો નિચોડ આપવામાં આવેલ છે.
જો આપ બધા આનો અમલ કરશો અને પછી મારી પાસે આવશો તો મને ખૂબ આનંદ થશે.
મારા આપ સર્વેને આશીર્વાદ છે.