શ્રી રાજયોગી નરેન્દ્રજી

સર્વાંગી વિકાસ ફોર્મ વિષે માહિતી

વ્હાલા આત્મીય સ્વજનો,

બહેનજીના વંદન અને  ૐ મા ૐ.

  આપણાં સહુના વ્હાલા ગુરુજી પૂજ્ય રાજયોગી નરેન્દ્રજીએ માતાજીના આશીર્વાદ અને આદેશથી ૫ સપ્ટેમ્બર ૧૯૭૬ થી માનવ સેવાયજ્ઞની જ્યોત જલવી છે. વ્યક્તિગત અને વૈશ્વિક સેવાયજ્ઞ ની ક્ષિતિજો વિસ્તરતી રહી છે. પૂજ્યશ્રીની સેવાયજ્ઞ નો હાર્દ છે વિશ્વમાં માનવતા પ્રસરાવવાનો

  પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂજ્યશ્રીનો સત્સંગ, સાનિધ્ય, માર્ગદર્શન મેળવતા ભાવિકો, મુમુક્ષુઓને, પોતાની જીવનયાત્રાના લક્ષ્યને હાસલ કરવું છે, પોતાનો સર્વાંગી વિકાસ કરવો છે. આના માટે યોગ્ય પથ પ્રદર્શક, માર્ગદર્શન, પ્રેરણાની જરૂર રહે છે.

પૂજ્યશ્રીની રાજગીતા ના અઢાર તત્વો આપણા જીવનનો

આધ્યાત્મિક વિકાસ

વ્યક્તિત્વ વિકાસ અને

નકારાત્મકતાનો પરિહાર કરી શિવ જીવનું મિલન કરાવવાનું માર્ગદર્શન આપે છે, શિવત્વ ને આત્મસાત કરાવે છે.

આપણા સર્વાંગી વિકાસના સ્વનિરીક્ષણ માટે એક ફોર્મ બનાવ્યું છે જે આપે જાતે જ ભરવાનું છે.

ચૈત્રી નવરાત્રીથી ફોર્મ ભરવાનું ચાલુ કરી દર મહિનાની પૂનમે જળ અભિમંત્રિત થાય તેની સાથે આ ભરેલું ફોર્મ પૂજ્યશ્રીના ફોટો સામે મૂકવું, આપનું ભરેલું ફોર્મ વંચાઈ જશે અને યોગ્ય પ્રેરણા, માર્ગદર્શન મળતું રહેશે. આસો નવરાત્રી સુધી દર મહિને આપણે આપણા વિકાસની ગતિ જોતા રહેવાનું, પ્રયત્ન કરતા રહેવાનું. આ સ્વનિરીક્ષણ ફોર્મ તમારી પાસે જ ફાઈલમા રાખવાનું. 

સર્વાંગી વિકાસ ફોર્મ આપે જાતે જ ડાઉનલોડ કરી લેવું. ઉપાસના દિને એટલે નવમી ડિસેમ્બરે, એક વર્ષનું સરવૈયું જાતે જ કાઢી લેજો અને પૂનમના દિવસે જળ અભિમંત્રિત થાય ત્યારે પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ મળી રહેશે.

ૐ મા ૐ

શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.