અંતર્યાત્રા

અંતર્યાત્રા  શા માટે આપણે કરવાની છે?

આપણા અંતરમાં-હૃદયમાં, શ્વાસમાં પરમાત્મા વિલસી રહ્યો છે. આપણે આપણી અન્તર્યાત્રાના માધ્યમથી પરમાત્માના પ્રકાશના, આનંદના, ઐશ્વર્યના દર્શન કરવાના છે, અનુભવવાના છે અને પરમની પ્રેરણા, માર્ગદર્શનને મેળવવાની ક્ષમતા કેળવવાની છે.

અંતર્યાત્રા કરવાના કેટલાક નિયમો, સંકેતો, માર્ગદર્શન સમજી લઈએ તો યાત્રાનો પંથ સરળ બની જાય.

1. આપણે આપણી અંદર જેવા વિચાર કરીએ છીએ એવુજ આપણું વ્યક્તિત્વ ઘડાય છે. હંમેશા સકારાત્મક, સાત્વિક વિચારોને જ મનમાં પ્રેવશવા દો. નકારાત્મકતાને જાકારો આપવા સદાય જાગૃત રહો.

2. વિચાર બીજના સંવર્ધન માટે પુરુષાર્થને ગતિશીલ રાખવાનો.

3. પ્રેમ ચેતનાના સંકેતો, કૃપા, આશિષ ઝીલવા માટે આપણી દ્રષ્ટિ અને હૃદયના દ્વાર હંમેશા ખુલ્લા રાખવા પડે.

4. સાધના કરવાની જવાબદારી આપણે જાતે જ સ્વીકારવાની છે. આપણું મુક્તિ મંદિર જાતે જ નિર્મિત કરવાનું છે.

5. આપણા વિચારોનો ઝોક હંમેશા માંગલ્ય તરફ જ ઝુકાવો.

6. આપણી સાધના ચિત્ર નક્કી કરીને તેનું આયોજન જાતે જ કરવાનું. આપણા વિચારો મંગલમય હોય, ત્યારે જીવનમાં એની અસર વર્તાય છે.

7. બાળક જેવા સરળ, સહજ, સ્વાભાવિક, નિષ્ટ્ઠાવત્ત બનીજવાનું .

આત્મા-પરમાત્માના મિલાન-અનુભવ માટે બાળક જેવા નિર્મળ, નિર્દોષ, સરળ બનવું જરૂરી છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી