અંતરનો અવાજ

ગાયત્રી માતાના વ્હાલા બાળકો,

         આજે સાતમી સપ્ટેમ્બર મારો જન્મદિન પરંતુ એને ‘માનવતા દિન’ તરીકે આપણે ઉજવીએ છીએ. અને મારું દરેક કાર્ય માનવતાને લગતું હોય છે, એ તમે બધાએ નોંધ લીધી હશે. જ્યારે મારું નીચે આવવાનું હતું પૃથ્વી પર, આ કાલ્પનિક વાત કરુ છું કારણ કે આજે બીજી વાતો કરવાની ના હોય, આજે મા બાળની જ વાતો કરવાની હોય, મા છે અને બાળ, બે જ છે અમે આજે, બેની જ વાતો હોય.

         જ્યારે મને પૃથ્વી પર મોકલવાનો હતો, ત્યારે માતાજીએ બધાં દેવોની મિટિંગ બોલાવી, અને મિટિંગ માં માતાજી  એ રજૂઆત કરી બધા દેવો ને રૂબરૂમાં કે નીચે પૃથ્વી ઉપર આપણે કોઈ માનવીને મોકલી આપીએ એને તે સેવા કરે, માનવતા અંગેની સેવા કરે. બધાં દેવોએ મંજૂરી તો આપી દીધી, બધાં એ હા પાડી દીધી, પરંતુ નારદજી ઉભા થઇ ગયા, નારાયણ નારાયણ કરતા.    મારો એક વિરોધ છે, કે આપણે જે અંશને નીચે મોકલીએ છીએ, તે પછી નીચે ગયા પછી, અહીંનું બધું ભૂલી જાય છે અને પોતાની મરજી મુજબ બધું કાર્ય કરે છે. એટલે એને નિયંત્રણમાં રાખવા માટે આપણે કંઈક કરવું જોઈએ, તે થાય તો જ આપણે એને મોકલી શકીએ. બધાં એકબીજાની સામે જોઈ રહ્યા. શું કરવું?

         પછી માતાજીએ બધાંને ગેરેંટી આપી, “કે હું મારા અંશને મોકલીશ, પરંતુ હું એની નજર રાખતી રહીશ, સાચવતી રહીશ, અને એના પર બિલકુલ કન્ટ્રોલ કરતી રહીશ. એ જગતના કાર્યોમાં અટવાય નહિ એવી રીતે હું જોતી રહીશ. એ મારી હું તમને ગેરેંટી આપુ છું.” બધાએ સંમતિ આપી દીધી. 

         અને મારો જન્મ થયો. જન્મમા માતાજી હાજર રહ્યાં, અને એ બધી વાતો તો આપને બધાને વિદિત છે, ખબર છે. પરંતુ ત્યાર પછી માતાજીએ અગોચરમાં રહીને મને મદદ કર્યા કરી. મને ખબર જ નહીં કે, હું મારી એના પર મુશ્કાર હતો કે મારામાં એ છે, પરંતુ મારી પાછળ પ્રેરક બળ માતાજીનું હતું. મે ઘણા ઘણા કાર્યો કર્યા, માતાજીના સાક્ષાત્કાર પહેલા, પરંતુ એ બધી માતાજીની જ કૃપા હતી અને માતાજીના થકી જ બધાં કાર્યો કર્યા. હવે, ગોધરા હતું, નોકરી કરતો હતો હું, એવો સેટલ હતો, કે કોઈપણ સંજોગોમાં હું ગોધરા છોડુ નહિ, બહાર નીકળું નહિ. પરંતુ માતાજીએ એવું કરાવ્યું કે મારે કલેકટર સાથે, મારે નહિ પણ કલેક્ટરે મારી જોડે ઝગડો કર્યો અને ત્યારથી મને મનમાં એવું થઈ ગયું, કે હવે પંચમહાલ છોડી દેવું જોઈએ. ગોધરા છોડી દેવું જોઈએ.

         પણ છોડવું કેવી રીતે? ગવર્નમેન્ટમાં અમદાવાદ જવું કેવી રીતે? ત્યાં જ એક બે મહિનામાં “મારી” ઓફિસમાં એક કાગળ આવ્યો ગવર્નમેન્ટમાથી. કે સારા કર્મચારી હોય, કે સારી કારકિર્દી હોય, તો એ લોકોને ગવર્નમેન્ટમા જરૂર છે તો એ પોતાની સંમતિ દર્શાવે. મેં આંખો મીચીને સંમતિ દર્શાવી દીધી. સંમતિ તો દર્શાવી હતી, મારી નિમણુક બી નક્કી થઈ ગઈ, ઓર્ડર પણ આવી ગયો, પણ મારા જે મિત્રો હતા, સ્નેહીઓ હતા, વડીલો હતાં, એ લોકોનું એટલું બધું પ્રેશર હતું કે હું છોડુ જ નહિ ગોધરા. અને હકીકતમાં હું ત્યાં બી બહુ સુખી હતો, ખુબ બહુ સુખી હતો. અત્યારે બી મને ગોધરા ઊંઘમાં બી યાદ આવે. કે ગોધરા જવું, ગોધરા જવું એવું થયાં કરે.

         અને ત્યાર પછી માતાજીની કૃપા થકી હું અમદાવાદ આવી ગયો. અને અમદાવાદ આવી ગયાં પછી જે જે વસ્તુ બની એ બધાના તમે સાક્ષી છો. અને બધી માહિતી જાણો છો બધાં, એટલે એમાં તો મારે કંઈ કહેવું નથી. અને આજે હું જે કંઈ ઊભો છું, જે કંઈ છું, એ માતાજીની કૃપા છે અને મારી પાછળ માતાજી ઉભા જ છે, અને મને મદદ કર્યા જ કરે છે. બાકી જે જે કાર્યો માતાજીએ કરાવ્યાં છે માનવતાના, મારા આ શરીરની એ તાકાત નથી. પરંતુ પ્રેરક બળ, પીઠબળ, માતાજીનું હતું અને બધાં કાર્યો કર્યા મે, અને માતાજીએ મને એમાં સફળતા આપી.

         અને માતાજીએ મારી કસોટી પણ ઘણી કરી છે, અને મારી તાવડી પણ ઘણી કરી છે પાછી. માતાજી જેમ તમને મા લાડુ ખવડાવે, તમાચ મારે, એવી રીતે બી કર્યું છે. પણ એબી મે સહન કર્યું છે.

         માતાજી અત્યાર સુધી કરતાં રહ્યા છે, ૯૩ વર્ષની ઉમર છે ને માતાજી બધું નભાવે છે, ને માતાજીને બધું જ અર્પણ છે, ને  આખુ માતાજીને અર્પણ છે.

         મારા આપ સહુને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી