નિલોષા ૪૪ મો સેવાદિન ઉત્સવ

‘નિલોષા’ની પવિત્ર ભૂમિ ઉપર ઇ. સ. ૧૯૭૯ ના સપ્ટેમ્બરની ચોથી તારીખથી પૂજ્ય ગુરૂદેવનો સેવાયજ્ઞ – વ્યક્તિગત મુલાકાતનો કાર્યક્રમ અવિરત ચાલી રહ્યો છે. તા. ૪ થી એ તેનો ૪૪ મો વર્ષમાં પ્રવેશ હોઈ ‘નિલોષા’ બંગલામાં પૂજ્ય ગુરૂદેવના સાન્નિધ્યમાં ગુરૂ ભાઈ-બહેનોનો એક મિલન સમારંભ યોજાઈ ગયો.
આજના પવિત્ર દિવસે શ્રી સદગુરૂદેવે સ્વકંઠે ગાયું ને ભક્તોએ સામે પ્રતિસાદ આપ્યો છે :-


પૂજ્યશ્રી: નિલોષામાં આનંદ ભયો,
ભક્તો: જય માતાજી, જય માતાજી.

પૂજ્યશ્રી: નિલોષામાં કોણ છે ?
ભક્તો: માતાજી ને બાળયોગી છે.

પૂજ્યશ્રી: શા માટે આવ્યા છે ?
ભક્તો: સેવા માટે આવ્યા છે, સેવા માટે આવ્યા છે.

પૂજ્યશ્રી: માની અમિદ્રષ્ટિ થકી, પૂરા કર્યા ૪૩ વર્ષ.
આજે સેવાના ૪૪ વર્ષમાં પ્રવેશ.
આજે છે રાધાઅષ્ટમી
બાળ રાજનો જન્મદિવસ.
એકાણુંમાં (૯૧) વર્ષમાં પ્રવેશ.
માએ દીધી પ્રેરણા, સાથ અને સહકાર.
લાખ લાખ વંદન માતને.
નત મસ્તકે પ્રણામ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી