સેવાતીર્થ નિલોષા

તા. ૪.૯.૨૦૨૦ નિલોષા તીર્થમાં સેવા યજ્ઞની દીપશિખા ‘૪૧’ વર્ષથી સતત જલતી રહી છે. આજે નિલોષામાં ૪૨ મો સેવાદિન ઉજવાઈ રહ્યો છે.
માતાજીના આદેશથી માનવતાના મહાયજ્ઞની શુભ શરૂઆત મણીનગર બંસીધર બંગલેથી ૬ સપ્ટેમ્બર ૧૯૭૬
થી કરવામાં આવી છે.

સેવાની સરિતાનું પાવનકારી વહેણ નિલોષામાં ફૂંટાયું અને નિલોષાની ભૂમિને પાવન કરી. આ શુભ દિવસ ૪.૯.૧૯૭૯ હતો. સતત ૪૧ વર્ષથી માનવતાના મહાયજ્ઞમાં ત્રિવિધ તાપની સમિધાઓ હોમાતી રહે છે. શ્રધ્ધાળુ ભક્તોની શ્રધ્ધાનું પાયસ (ઘી) પણ હોમાય છે. મંત્રજાપના ગુંજારવથી સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક આંદોલનો પ્રસરતા રહે છે.

આધિ, વ્યાધિ, ઉપાધિથી સંતપ્ત લોકો નિલોષામાં આવી નિ:શુલ્ક સેવાનો લાભ લે છે, માર્ગદર્શન મેળવે છે. શ્રધ્ધાથી આદેશોને અપનાવવાથી ત્રિવિધ તાપનું શમન થાય છે. જીવનમાં શાંતિનો અનુભવ થાય છે.
સંસ્કાર સિંચન અને મંત્રજાપ, સત્સંગથી આધ્યાત્મિક ઉત્થાન થતું રહે છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી