મારા વ્હાલા પ્રેમીજનો,
આજે આપણે ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે ભેગા થયા છીએ. આપ સર્વેજનોએ મને જે પ્રેમ આપ્યો છે તે મારા માટે એક પોષક તત્વ છે. આજે ગુરુપૂર્ણિમા તેના પચાસમાં વર્ષમાં પ્રવેશ કરે છે. એક બીજમાંથી તે ઉત્તરોત્તર વધીને એક ઘટાદાર વૃક્ષ બની ગયું છે. આ બધા વર્ષો દરમિયાન મેં તમોને આધ્યાત્મિક ક્ષેત્રે ઘણું આપી દીધું છે. કહો કે “સાગરને ગાગરમાં ભરી દીધો છે.”
૧. મારા આપેલા નવ સિદ્ધાંતો.
૨. ચાર માસ્ટર કી.
આ બધું આપની પાસે તૈયાર છે. મા તો રસોઈ પીરસે પણ જમવાનું તો તમારે જ છે. આપ પ્રયત્ન કરો અને આગળ વધતા જાવ તેવા મારા આશીર્વાદ છે. દુનિયામાં કશું જ અશક્ય નથી – જ્યાં પુરુષાર્થ છે.
વધુમાં આજે હું બે સિદ્ધાંતો પર વધુ ભાર મુકું છું :
૧. અહમનો ત્યાગ કરો.
૨. ઈર્ષ્યાને ભસ્મિભૂત કરો.
[જે આંખમાં ઈર્ષ્યા હોય છે બીજા માટે એને ભસ્મીભૂત કરી નાખો]
આટલું જો કરશો તો તમે – એક પછી એક સફળતાના પગથિયાં ચઢી જશો. મારા આપ સર્વેને આશીર્વાદ છે.