આત્મશ્રદ્ધાની જ્યોત

જીવનના સર્વાંગી વિકાસ માટે જીવનમાં સફળતા મેળવવા માટે આત્મશ્રદ્ધાની જ્યોત સદાય જલતી રાખવાની જરૂર છે.

આત્મશ્રદ્ધાને કેવી રીતે જલતી રાખવી?

આપણે આપણા મનમાં શ્રદ્ધા અને સકારાત્મકતાથી સભર વાતાવરણ તૈયાર કરવું.

1. પરમાત્મા મારી સાથે જ છે. પરમની પ્રેરણાથી જ મારો જીવન વ્યવહાર ચાલી રહ્યો છે.

2. પરમતત્વની દિવ્ય શક્તિ મારી અંદર વહી રહી છે.

3. પરમાત્માની દિવ્ય શક્તિ દ્વારા હું મારી જવાબદારી વહન કરી રહ્યો છું અને મને સફળતા મળશે જ તેવો આત્મવિશ્વાસ કેળવો.

4. લઘુતાગ્રંથિનો ભાવ છોડી દો. અન્યથી અંજાઈ જવાની કે હિણપત અનુભવવાની જરૂર નથી. 

5. મનથી – કલ્પના કરી અવરોધોને આવકારશો નહિ. પરમાત્મા મારી સાથે જ છે તેવું રટણ કર્યા કરો.

6. આશાવાદી વિચારોને જ મનમાં ઉદ્ભવવા દો.

7. હું સફળ થવાનો જ છું એવું સ્પષ્ટ ચિત્ર મનમાં ઉપસવા દો. જીવનમાં ચિંતાઓ, હતાશાઓ, વિસંવાદિતાઓના તમસ વ્યાપી રહે ત્યારે આત્મશ્રદ્ધાની જ્યોતને પરમાત્માની પ્રાર્થના-સ્મરણનું ઇંધણ પૂરીને પ્રજ્વલિત રાખીએ. સત્સંગનો સહારો આત્મશ્રદ્ધાને સબળ બનાવશે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી