જન્માષ્ટમી – 2024

[જન્માષ્ટમી ૨૦૨૪ ના રોજ, શ્રધ્ધા કુટિરે પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીએ કહેલ શાયરીઓ.]

૧. ખુદ ને ખબર નથી હું શું લખી રહ્યો છું
શા માટે શ્રી કૃષ્ણ ને સરખાવી રહ્યો છું

૨. માતા બની દેવકી, સુકાન સાંભળ્યું યશોદાએ
માતા બન્યા પરસનબા સુકાન સાંભળ્યું પરમેશ્વરીએ

૩. જન્મ ધારણ કરી આવ્યા ગોકુળની ગલીઓ મહી
જન્મ ધારણ કરી આવ્યો ગોધરાની ગલીઓ મહી

૪. માતૃત્વ તણો સ્પર્શ યશોદાનો શ્રી કૃષ્ણ ને
માતૃત્વ તણો સ્પર્શ પરમેશ્વરી નો રાજયોગી ને

૫. બાળપણ મા ખેલ ખેલ્યા ગોકુળ મહી
બાળપણ મા સૌમ્ય મૂર્તિ ગોધરા મહી

૬. ગયો બંધાઈ બાળપણ મા યશોદા તણા કરકમળથી
ગયો બંધાઈ પ્રૌઢાએ રાજયોગી માતતણા કરકમળથી

૭. ગુરુ બન્યા સાંદિપની શિક્ષણ કાજે
ગુરુ બન્યા સાક્ષાત ગાયત્રી વિશ્વ ના શ્રેય કાજે

૮. નથી દાઢી, નથી લાંબી જટા, ન વેશ જોગીનો
ધારણ કર્યો છે વેષ સંસારી તણો દ્વારકાધીશ નો
રાજયોગીએ ધર્યો છે વેષ સમકાલીન દેશકાળ સરીખો

૯. રાસતણી રસલ્હાણ કીધી એક રાત્રીને
એક એક ગોપી એક એક કાન
મુલાકાતિઓની રસલ્હાણ કીધી રંગમંચ નિલોષા મહી
એક એક વિશ્વના માનવીઓ એક એક રાજયોગી

૧૦. કીધો શ્રી કૃષ્ણે અનિષ્ઠ તત્વોનો સંહાર બાહુબળ થી
કીધો ષડરિપુનો સંહાર રાજયોગી ભરયૌવનમાં

૧૧. ધારણ કર્યો હતો ગોવર્ધન અંગુલી ના સહારે
ધારણ કર્યું છે નીલોષા સેવાતણાં સહારે.

૧૨. હરણ કર્યું રુક્ષ્મણીનું યૌવન સમયે
લાવ્યો કુસુમને પિતાતણી આશિષથી

૧૩. ખેલ્યું હતું યુદ્ધ મહાભારતમાં પાંડવોના કાજે
ખેલી રહ્યો છું યુદ્ધ વિશ્વમાનવોના શ્રેય કાજે

૧૪. મહાભારત સમયે સારથી શ્રી કૃષ્ણ હતા
રાજયોગીના સમયે સારથી પરમેશ્વરી

૧૫. ગીતાતણો ઉપદેશ ફક્ત અર્જુનને મેદાનમાં
ગાયત્રીતણો ઉપદેશ વિશ્વના માનવબંધુઓમાં

૧૬. ગીતા તણા જ્ઞાન માં શ્લોક સાતસો
નવસૂત્રોમાં છુપાવ્યું સફળ વિશ્વતણું જ્ઞાન

૧૭. ધર્યું જ્ઞાન જગતને ગીતાતણું
ધર્યું કર્મ જગતને સેવાતણું

૧૮. ઢાલરૂપી ધારણ કર્યું છે ફક્ત સુદર્શન ચક્ર
ઢાલરૂપી ધારણ કર્યાં છે નવ નવ ચક્રો

૧૯. કનૈયો બન્યો શ્રી કૃષ્ણ ને રાજા દ્વારિકાનો
નરેન્દ્ર બન્યો શાસ્ત્રીજી ને રાજયોગી વિશ્વનો

૨૦. ગાયો હતી, ગોપીઓ હતી, હસ્તમાં બંસરી હતી
હસ્તમાં જીવનજળ, કલમ અને આદેશ.

૨૧. રાધા, ગોપીઓ, અષ્ટપટરાણીઓ સ્નેહ કરે શ્રીકૃષ્ણને
વિશ્વતણા માનવીઓની સ્નેહ સાંકળે રાજયોગી

૨૨. મુલાકાત શ્રીકૃષ્ણની સફર ભારતતણી
મુલાકાત રાજયોગીની સફર વિશ્વતણી

૨૩. શ્રીકૃષ્ણને દ્વારિકાતણું સામ્રાજ્ય
રાજયોગીને સેવાથકી વિશ્વનું સામ્રાજ્ય

૨૪. શ્રીકૃષ્ણને જીવનતણી આંટીઘૂંટી
અર્પી સૂઝ-સમજ કુદરતે
રાજયોગીને અર્પી સુઝ-સમજ પરમેશ્વરીએ.

૨૫. શ્રીકૃષ્ણએ કામણ કીધું રણમેદાનમાં
વિજય અપાવ્યો પાંડવસેનાને
શ્રી રાજયોગીએ કામણ કીધું રાજમાર્ગપરે
મુક્ત કરી માનવજીવન અર્પ્યું પ્રેતઆત્માઓને

૨૬. શ્રીકૃષ્ણે કરી સુરક્ષા વ્રજભૂમિની
કંસ- અસુરો ના આતંકથી
શ્રી રાજયોગીએ કરી સીમા સુરક્ષા માં ભારતીની
યવનોના આતંકથી

૨૭. શ્રીકૃષ્ણે નાથી કાલી નાગને
હરખાવ્યાં વ્રજવાસીઓને
શ્રી રાજયોગીએ સુનામી સમા સાગર કંપનો નાથી
હરખાવ્યાં તામિલ વાસીઓને

૨૮. શ્રીકૃષ્ણજીએ રક્ષા કરી માનવમંદિરોતણી
વચન નિભાવ્યું તપસ્વીઓતણું
શ્રી રાજયોગીએ રક્ષા કરી પ્રભુ મંદિરોતણી
આદેશ નિભાવ્યો પરમેશ્વરીતણો

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી