(૧) તા. ૫-૯-૨૦૧૦ રવિવારે રાતે માતાજી મારી રૂમમાં પધાર્યા. ઘડિયાળમાં પોણાબાર (૧૧.૪૫) થયા હતા. મા-બાળની મીઠી વાતો કરી. કાર્યયજ્ઞ વિશે માર્ગદર્શન આપ્યું. ડીશમાં રાખેલ પ્રસાદ (કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, દ્રાક્ષ, સીંગપાક, તલસાંકળી) આરોગ્યો. જગમાં રાખેલ જળ પીધું. પછી ખોબો ભરીને પાત્રમાં બદામ પધરાવી. માતાજી ૧૨.૩૫ વાગે અંતર્ધ્યાન થઈ ગયાં. સમગ્ર વાતાવરણ મીઠી સુવાસથી મહેકતું હતું.
નિલોષામાં કાર્યયજ્ઞ વેળાએ પ્રસાદ પધરાવ્યો
(૨) તા. ૨-૯-૨૦૧૦ ગુરૂવારે બપોરે ૨.૩૦ વાગે મુલાકાત દરમિયાન માતાજીએ ટેબલ પર બદામનો પ્રસાદ પધરાવ્યો હતો. બદામ ૩૨-બત્રીસ નંગ હતી. નિલોષા સેવાયજ્ઞ તા. ૪-૯-૨૦૧૦ ના દિવસે બત્રીસમાં વર્ષમાં પ્રવેશ કરશે. (૩) તા. ૪-૯-૨૦૧૦ શનિવારે નિલોષામાં સેવાયજ્ઞની બત્રીસમી પુણ્ય સેવાતિથિ પર્વે માતાજીની રૂમમાં સૂકા મેવાનો પ્રસાદ પધરાવ્યો હતો. માતાજીએ ત્રણ દ્રાક્ષ આરોગી હતી.