સમર્પણનો સૂરજ ક્યારે પ્રકાશે ?
વ્હાલા આત્મીયજનો, ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે પ્યારા પ્રેમી પારેવાના ઉત્સાહને, પ્રસન્નતાને, હૃદયના ભાવને હું આવકારું છું. આપ સર્વે સદાય પ્રસન્ન રહો અને પ્રસન્નતાથી પ્રેમને પ્રસરાવતાં રહો. એકવાર નારદજીએ ભગવાનને કહ્યું કે, “પ્રભુ આપ માનવજાતના માલિક છો, આપે આ માનવજાતને હુકમ કરવો જોઈએ કે બધીજ માનવજાત તમારા શરણે આવી જાય; કારણકે સમસ્ત માનવજાત […]