ક્રાંતિની મશાલ

સાંપ્રત સમયમાં જીવનના મૂલ્યો બદલાતાં જાય છે. નવો જમાનો એનાં નવા મૂલ્યો, નૂતન વિચારો અને નવા પ્રશ્નો – સમસ્યાઓ લેતો આવે છે. જમાનાને અનુરૂપ પ્રશ્નોનો સુલઝાવ શોધવાથી યુવા સમાજ અને ભાવિ પેઢીને સાચો, સરળ અને અનુકૂળ માર્ગ દર્શાવી શકાય.

સાંપ્રત સમયમાં વિશ્વમાં અનૈતિકતા, અરાજકતા, અંધશ્રદ્ધા અને અવિશ્વાસનું પલ્લું ભારે થઈ ગયું છે. અસલામતીનો ભય માનવીના માથે સદાય તોળાતો રહે છે. માયાવી મહાસાગરનાં પાણી ઝેરીલાં બની ગયા  છે.

સજ્જનો અને નિર્દોષો રહેંસાઈ રહ્યાં છે. શ્રીકૃષ્ણજીનું ગીતાનું વચન (ધર્મના અભ્યુદ્ધ, સંતો-સજજનોના રક્ષણ અને દુષ્ટોના વિનાશ માટે) યથાર્થ કરવા માટે પોતાના પ્યારા ફિરસ્તાઓને વિશિષ્ટ શક્તિ સામર્થ્ય આપીને, વિશિષ્ટ કામગીરી કરવા માટે અને વિશિષ્ટ વાતાવરણ સ્થાપવા અને પ્રસરાવવા માટે આ સંસારમાં અવતરણ કરાવે છે.

શ્રી રાજયોગીજીનું આ ધરા પરનું અવતરણ પણ પરમની ઈચ્છા અને પ્રેરણાનું જ પ્રતિક છે. આધ્યાત્મિક ક્રાંતિની ચળવળ સમાજમાં ફેલાવવા માટે, અજ્ઞાન, અંધશ્રદ્ધા અને ચીલાચાલુ રીત-રિવાજોના અંધકારને મિટાવવા માટે પરમશક્તિ મા ભગવતીએ ક્રાંતિની મશાલ તેના પ્યારા મયુર બાળ શ્રી રાજયોગીજીના હાથમાં સોંપી છે.

મારા માધ્યમ દ્વારા માતાજી પરમ શક્તિ મા ભગવતી જ્ઞાનની આતશબાજી ખેલી રહ્યાં છે. તહેવારોમાં ફટાકડાથી ખેલાતી આતશબાજી માનવમનને આનંદ તો આપે જ છે સાથે સાથે પર્યાવરણની શુદ્ધિ પણ કરે છે. માતાજીની આતશબાજી સજ્જનો, નિર્દોષો અને ભલા ભોળા જનસમુદાયને શાંતિનો, આનંદનો અહેસાસ કરાવે છે. સાથે સાથે માતાજીના આદેશ પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર માનવતાની ક્રાંતિ મશાલ ધરીને માનવ મનમાં, સમાજમાં, રાષ્ટ્રમાં અને વિશ્વમાં સુખ શાંતિ અને સહૃદયતા પ્રસરાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું.

મારા માધ્યમ દ્વારા થઈ રહેલ પરિવર્તન અને નવનિર્માણની ક્રાંતિની પ્રક્રિયા નીચે પ્રમાણે છે.

 ૧. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત માનવજાતની સેવા.

(ક) વ્યક્તિગત મુલાકાત, માર્ગદર્શન અને સલાહ સાથે આશીર્વાદ અને પ્રાર્થના.

(ખ) જીવનજળ, રોગોપચાર માટે વિવિધ અનુપાન, અસાધ્ય રોગોની સારવાર અને નિવારણ માટે વિવિધ ઔષધીય ચૂર્ણનું સેવન, તાંબાનો સિક્કો, પારા સહ  કોડીનો ઉપયોગ.

(ગ) શક્તિ પ્રદાન સારવાર દ્વારા શારીરિક – માનસિક રોગ નિવારણ.

(ઘ) કાયા કલ્પ વિધિ.

૨ . માનવમનમાં માનવતા જગાવવાની અને મહેંકાવવાની સેવા

(ક) નિયમિત ઉપાસના, મંત્રજાપ, સ્વાધ્યાય અને સત્સંગનો આદેશ.

(ખ) નવ સિદ્ધાંતોનું નિયમિત પઠન અને આચરણ.

(ગ) વિદ્યાર્થીઓ અને યુવાપેઢીને માર્ગદર્શન અને નૈતિક જીવન જીવવાની સૂઝ સમજ.

(ઘ) ગૃહસ્થ જીવનની આચારસંહિતા.

(ચ) નવદંપતિને આદર્શ ગૃહસ્થાશ્રમ માટે માર્ગદર્શન.

(છ) મન, વચન, કર્મની એકરૂપતા અને પવિત્રતા.

(જ) સ્વમૂલ્યાંકન દ્વારા આત્મિક સુધારણા.

(ઝ) માનવતા વ્રતનું પાલન.

૩. આધ્યાત્મિક વિકાસ અને ઉર્ધ્વગમન

(ક) નિયમિત ઉપાસના.

(ખ) વિશિષ્ટ ઉપાસના – અનુષ્ઠાન.

(ગ) પરમશક્તિ મંત્ર પ્રદાન.

(ઘ) આધ્યાત્મિક યાત્રા.

(ચ) જ્ઞાન ગોષ્ઠિ – સત્સંગ.

(છ) સામૂહિક મંત્રજાપ, ધ્યાન.

(જ) મસ્તીયજ્ઞ.

(ઝ) મન વચન કર્મની પવિત્રતા અને એકરૂપતા

(ટ) નવસિદ્ધાંતો અને કુંડલિના નવચક્રોનું માનવ શરીરમાં સ્થાન

(ઠ) સહજ ધ્યાનયોગ

૪. માનવસર્જિત યાતનામાંથી મુક્તિ

(ક) અકસ્માત નિવારણ વિધિ

(ખ) આસુરી શક્તિ સામે રક્ષણ વિધિ : કાળી ચણોઠી પર વિધિ, રક્ષા કવચ, જળ છંટકાવ

(ગ) પ્રેતાત્મા શાંતિ – મુક્તિ વિધિ

(ઘ)  સ્વરક્ષણનો મંત્ર – વિધિ

(ચ) અંધશ્રદ્ધા, કુરિવાજો, બાધા, માનતા, સુતક, મરણોત્તર વિધિનો સૈદ્ધાંતિક પરિહાર.

(છ) મંદિરની સુરક્ષા વિધિ

(જ) સીમા સુરક્ષા વિધિ દ્વારા રાષ્ટ્રની રક્ષા

૫. કુદરતી પ્રકોપ સામે રક્ષણ

(ક) ધરતીકંપ શમન અને નિવારણ

(ખ) પ્રલય – સુનામી શમન અને નિવારણ

(ગ) અનાવૃષ્ટિ નિવારણ – વર્ષામંત્ર

૬. સ્વપ્નાનુભૂતિ અને અગોચર સંકેત, માર્ગદર્શન

(ક) સ્વર્ગ-નર્કની સમજ, સ્વર્ગ – મૃત્યુનું રહસ્ય

(ખ) જન્મ-મૃત્યુની સમજ -બાર કલાકમાં જ પુનર્જન્મ.

(ગ) ઈષ્ટદેવ મા ગાયત્રીને મનભાવન વાનગી, ગમતા પશુ, પક્ષી રમત વગેરે.

૭. વૈચારિક ક્રાંતિ – નૂતન દેષ્ટિ

(ક) નવી સૃષ્ટિ નિર્માણની પરિકલ્પના

(ખ) સેવા દિન, માનવતાદિન અને ઉપાસના દિનની ઊજવણી

(ગ) પ્રેમના પુષ્પોથી જ ગુરૂદેવનું અભિવાદન, ફુલહાર બંધ.

(ઘ) પ્રસાદમાં પરિવર્તન – મિઠાઈને બદલે શેકેલા મોળા ચણા, ઘરની  બનાવેલી સુખડી, તલસાંકળી વગેરે.

(ચ) કૃષ્ણના જીવનમાં દીર્ધનું પાત્ર.

(છ)  શ્રીરામ અને શ્રીકૃષ્ણના જન્મસ્થળનું દર્શન

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી