પરમ શક્તિ મંત્ર

“મારા વહાલાં ભાઈઓ અને બહેનો,
સૂતો હતો અને સ્વપ્ન આવ્યું,
હાકલ પડી છે સેવા તણી,
જાગીને જોયું તો,
સાક્ષાત્ મા ખડી છે.
આ છે મારા જીવનનો ઇતિહાસ.

     માતાજીના આદેશથી મેં સેવાકાર્ય આરંભ્યું તે આજદિન સુધી ચાલુ છે.

  મેં ગુરૂપૂર્ણિમાના દિવસે વૈશ્વિક મંત્ર ‘ૐ મા ૐ’આપ્યો હતો તેને આપણે પરમશક્તિ મંત્ર – Divine Spirit Mantra – કહીશું.

આ મંત્રની ઉપાસના કેવી રીતે કરવી ?

દૈનિક ઉપાસના :

સામાન્ય વ્યક્તિએ દૈનિક ઉપાસના કરવી હોય તો દરરોજ અડધો કલાક આ મંત્રનો જપ કરવ.

વ્યવસ્થિત અને લયબદ્ધ રીતે આ મંત્રજાપ કરવામાં આવે તે સામાન્ય રીતે બે મિનિટમાં ૧૦૮ મંત્રજાપ (એક માળા) થાય છે.

આ મંત્રજાપ કોઈપણ સમયે, સ્થળે અને પરિસ્થિતિમાં કરી શકાય છે. માળા લેવાની જરૂર નથી. સમય, સ્થળ, દર્ભનું આસન, દીવો, અગરબત્તી, ઉપાસકે પોતાની અનુકૂળતા અને ક્ષમતા પ્રમાણે નક્કી કરવાં.

ઉપાસના માટે સવારે ચારથી સાતનો સમય-બ્રાહ્મમુહત ઉત્તમ છે; પરંતુ જો આ સમય અનુકૂળ ન હોય તો ચોવીસ કલાકમાં કોઈપણ સમયે આ મંત્રજાપ થઈ શી છે.

વિશિષ્ટ ઉપાસના:

સંપૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિથી મા-બાળકનો સંબંધ કેળવીને, સમય અને સ્થળ નક્કી કરીને શિસ્તબદ્ધ રીતે વિશિષ્ટ ઉપાસનાનો પ્રારંભ કરી શકાય. નીતિમય જીવન અને સાત્વિક આચરણ- આ વિશિષ્ટ ઉપાસનાની આધારશિલા છે.

(૧) ઋષિ ઉપાસના: દરરોજ એક કલાક સુધી નિર્ધારિત સમયે અને સ્થળે ‘ૐ મા ૐ’ મંત્રજાપ કરવા. એક કલાકની ઉપાસનાનો નિયમ ચાલુ રાખવાથી ઉપાસક ઋષિપદને પામે છે.

  નવરાત્રિમાં અથવા સૂદ એકમથી નવ દિવસ સુધી દરરોજ એક કલાક મંત્રજાપ કરવાથી ૨૭,૦૦૦ મંત્રજાપ થાય.

(૨) રાજર્ષિ ઉપાસના: દરરોજ બે કલાક સુધી નિર્ધારિત સમયે અને સ્થળે ‘ૐ મા ૐ’ ના મંત્રજાપ કરવા. દરરોજ બે કલાકની ઉપાસનાનો નિયમ ચાલુ રાખવાથી ઉપાસક રાજર્ષિ પદને પામે છે.

સુદ એકમથી સત્તાવીસ દિવસ સુધી દરરોજ બે કલાક ‘ૐ મા ૐ’ મંત્રજાપ કરવાથી ૧,૬૨,૦૦૦ મંત્રજાપ થાય.

(૩) દેવર્ષિ ઉપાસના: દરરોજ ત્રણ કલાક સુધી નિર્ધારિત સમયે અને સ્થળે ‘ૐ મા ૐ’ ના મંત્રજાપ કરવા. દરરોજની ત્રણ કલાકની ઉપાસનાનો નિયમ ચાલુ રાખવાથી ઉપાસક દેવર્ષિ પદને પામે છે.

સુદ એકમથી બસો સીત્તેર દિવસ સુધી દરરોજ ત્રણ કલાક  ‘ૐ મા ૐ’મંત્રજાપ કરવાથી ૨૪,૧૦,૦૦૦ મંત્રજાપ થાય.

(૪) બ્રહ્મર્ષિ ઉપાસના: દરરોજ પાંચ કલાક સુધી નિર્ધારિત સમયે અને સ્થળે ‘ૐ મા ૐ’ ના મંત્રજાપ કરવા. દરરોજની પાંચ કલાકની ઉપાસનાનો નિયમ ચાલુ રાખવાથી ઉપાસક બ્રહ્મર્ષિ પદને પામે છે.

સુદ એકમથી છસો પંચોતેર દિવસ સુધી દરરોજ પાંચ કલાક ‘ૐમાૐ’ મંત્રજાપ કરવાથી ૧,૦૧,૨૫,૦૦૦ મંત્રજાપ થાય.

જ્ઞાતિ, જાતિ, ધર્મ અને સંપ્રદાયના ભેદભાવ સિવાય કોઈપણ વ્યક્તિ આ વૈશ્વિક મંત્રની ઉપાસના કરી શકે છે. સૂતક, માસિક ઋતુધર્મ કે અન્ય અડચણ આ મંત્રની ઉપાસનામાં બાધારૂપ નીવડતાં નથી.

—————————————————————————-

* વૈશ્વિક મંત્ર  ‘ૐ મા ૐ’ને આપણે પરમશક્તિ મંત્ર – Divine Spirit Mantra – કહીશું.

* નીતિમય જીવન અને સાત્વિક આચરણ – આ વિશિષ્ટ ઉપાસનાની આધારશિલા છે.

* પરમતત્વ-માતાજીને અતિ પ્રિય શું છે ?

* મેં માતાજીને હંમેશાં પ્રસન્નવદનમાં જ જોયાં છે.

—————————————————————————-

માતાજીને અતિ પ્રિય શું છે?

માતાજી-પરમશક્તિ સાથેના મારા આધ્યાત્મિક સહવાસ દ્વારા, માતાજીને અતિ પ્રિય વસ્તુઓ અને મારી સાથેના વહાલપ, કસોટીઓ વગેરેનો અનુભવ મને થતો રહે છે. ઉપાસકોને થોડી માહિતી આપવા મેં વિનંતી કરી હતી. ઘણા સમયની વિનંતીઓ પછી હમણાં જ- આજ, કાલમાં જ માએ સંમતિ આપી.

  અમુક અતિ પ્રિય વસ્તુઓ કહેવા જણાવ્યું છે, જે નીચે પ્રમાણે છે :

(૧) મિઠાઈ – બુંદીના લાડુ

(૨) ફરસાણ – મેથીના ગોટા, બીજા નંબરે બટાકા-પૌંઆ, સેવ(મધ્યપ્રકારની)

(૩) જમણ – વધારેલી ખીચડી, માખણ (ઘી નહિ), બટાકાનું રસાવાળું શાક.

(૪) કઠોળ – વટાણા

(૫) પીણાં – કેસરવાળું દૂધ

(૬) સૂકો મેવો – બદામ

(૭) ફળ – પપૈયું

(૮) મુખવાસ – એલચી

(૯) ફૂલ – ગુલાબ, મોગરો

(૧૦) અત્તર – ગુલાબનું, મોગરાનું

(૧૧) રંગ – ગોલ્ડન, પીન્ક કલરની સાડી

(૧૨) ૫શુ – ઘોડો

(૧૩) પક્ષી – મોર

(૧૪) શોખ – ઘોડેસવારી, પાણીમાં તરવાનો

(૧૫) સંગીત – મધુર અને શાંત

મેં માતાજીને હંમેશાં પ્રસન્નવદનમાં જ જોયાં છે. ક્યારેક મારી બાળસહજ ચેષ્ટામાં પણ તેઓએ ગુસ્સો કર્યો નથી. હા, ક્યારેક મીઠો ઠપકો આપે છે, દાખલા તરીકે ‘બહુ ડાહ્યો ના થા !’ આપની ઉપાસના દરમિયાન પરમતત્વ-માતાજીનો મનભાવન- અતિ પ્રિય વસ્તુઓનો પ્રસાદ ધરાવશો તેમજ આપની અનન્ય શ્રદ્ધા અને શરણાગતિ ભેળવશો તો મા જરૂર આપનો પ્રસાદ આરોગશે, વસ્તુ અંગીકાર કરશે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી