આપણે ગાયત્રી મંત્ર – પરમ શક્તિ મંત્રની ઉપાસના કરીએ છીએ, નવ સૂત્રોનું આચરણ કરીએ છીએ, રાજગીતાના અઢાર તત્વોને આત્મસાત કરવા પ્રયત્ન કરતા રહીએ છીએ એટલે હવે આપણે આધ્યાત્મિક જીવનના રાજમાર્ગ પર જીવનયાત્રાને ગતિમાન કરી રહ્યા છીએ.
આપણા જીવનમાં પરિવર્તન આવવું જ જોઈએ. આપણામાં સદગુણો,સંવાદિતા, સકારાત્મકતા અને સંસ્કારિતાના સંસ્કાર આપણા વાણી, વર્તન, વ્યવહારમાં અનુભવાતા જોઈએ.
વ્યક્તિ જયારે અંધકારમાંથી , અજ્ઞાનતામાંથી, ઉજાસમાં જ્ઞાનના પ્રકાશમાં જાય ત્યારે જ તેનો નવો જન્મ થયો કહેવાય.
ગુરુ મંત્ર, દીક્ષા, યજ્ઞોપવિત એ નવજીવનનું પ્રથમ ચરણ છે. ગુરુજી આપણા જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનની જ્યોત પ્રગટાવે છે. અને મંત્ર દીક્ષાથી પ્રારંભ કરાવે છે. નિયમિત સાધના, ઉપાસના, તપનો ક્રમ જાળવી રાખવાથી આપણે નવજીવન પામી શકીએ. સાત્વિક જીવન પરિવર્તનથી વ્યક્તિત્વમાં આધ્યાત્મિક પ્રતિભાના દર્શન થાય.
આપણે નવજીવન પામ્યા છે, આધ્યાત્મિકતાના અનુરાગી બની રહ્યા છીએ તેની અનુભૂતિ અને અનુભવ નીચે પ્રમાણે હોઈ શકે:
1. જીવન પ્રેમાળ – સરળ બની જાય
2. જય વિજયમાં સ્થિત પ્રજ્ઞતા વર્તાય.
3. અજ્ઞાન, અંધશ્રદ્ધા રહેતા જ નથી.
4. જીવન વ્હવહારમાં, વાણી, વર્તનમાં આધ્યાત્મિકતા વર્તાય છે.
5. સદ્ગુણો, શાલિનતા, સભ્યતા વર્તાય છે.
વ્હલા આત્મીય જનો, આધ્યાત્મિક બનીએ અને સ્વ અને સમષ્ટિમાં માનવતા પ્રસરાવીએ.