શ્રી રાજયોગી નરેન્દ્રજી

Prayers

વર્તમાન કાળના વિષમ-વિપરીત વાતાવરણમાં શાંતિ-આત્મશાંતિ મેળવવા પ્રાર્થના એક સરળ, સરસ અને સચોટ સાધન છે. આથી ઈશ્વરાભિમુખ-ઇષ્ટભીમુખ બનવા દરેક ઉપાસકે પ્રાર્થના ઉપક્રમે પોતાના નિત્યક્રમમાં અપનાવવો જોઈએ.

હે અન્તર્યામી ! હું તમારે ચરણે ને શરણે છું.તમે મને અળગો ના કરશો. તારા સિવાય આ જગતમાં મારુ કોઈ નથી. તું મને શક્તિ આપીને ભક્તિ કરવું. મારા મનને સ્થિર, શાંત ને સ્વસ્થ બનાવ. મારા સમસ્ત વ્યક્તિત્વ અને અસ્તિત્વને તારા નિયંત્રણમાં લઈ લે.

આ પ્રાર્થના સાથે સ્મરણની શરૂઆત કરીએ. નિરંતર આ ને આવી બીજી જે કાંઈ આપણા અંતરમાંથી સૂઝે તે પ્રાર્થના-નિવેદન, મનોમન ઇષ્ટ સમક્ષ પ્રગટ કરતા રેહીએ.

ભક્તિની શરૂઆતમાં ભક્ત-ઉપાસક પરમાત્મા-ઇષ્ટદેવ પાસે એટલું માગે છે કે,

“મને બાળક જેવો નિર્મળ નિર્દોષ રાખજે.”
“મારા હૃદયમાં હંમેશાં તારો વાસ કરજે.”
“મારી બુદ્ધિમાં તારું જ જ્ઞાન સ્થિર કરજે.”
“મન, વચન, કર્મને તારા નિયંત્રણમાં રાખજે.”
“મારું સમસ્ત અસ્તિત્વ અને વ્યક્તિત્વ તારામાં જ સમાવિષ્ટ કરી દેજે.”

– રાજયોગી નરેન્દ્રજી

આપણા અંતરમાંથી સૂઝે તે પ્રાર્થના, નિવેદન, મનોમન ઇષ્ટ સમક્ષ પ્રગટ કરતા રહેવાના પૂજ્ય શ્રી ના સુઝાવને ધ્યાનમાં રાખી પૂજ્ય શ્રીના કેટલાક બાળ – ભક્તોએ પોતાના દિલ – આત્માની ઊર્મિઓ કંઇક આવી રીતે રજુ કરી છે.

શ્રી નરેન્દ્રરાજષ્ટક

નિત્ય સ્મરણ

પરમ શક્તિની આરતી

સદગુરુદેવની આરતી

પરમ શકિત મંત્ર : ૐ મા ૐ

રાજગીતા

ગુરુ - બાવની

શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.

શ્રી નરેન્દ્રરાજષ્ટક

પ્રચંડસૂર્યમંડલજવલત્પ્રભં દધન્મુખં
કૃપાતરંગરંજિતસ્ખલત્સરિત્સુશોભિતમ્ |
સ્કુરન્મણિં દિવસ્તરું સમસ્તલોકવત્સલં
નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્  ||||
ભાવાર્થ : પ્રચંડ સૂર્ય જેવી જવલંત કાન્તિવાળું મુખ ઘરાવનાર,
કૃપાના તરંગોથી રંગાયેલી વહેતી સરિતાથી શોભતા,
આખા જગત માટે વત્સલ એવા કલ્પવૃક્ષ જેવા જેના ચરણકમળ છે ( તેવા )
નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું . || ૧ ||
 
સુકંઠસકતમૌકિતકાવલિશ્રિયં સૂપૂજિતં
લલાટમધ્યબ્રહ્મતેજધારકં સ્મિતોજ્જ્વલમ્ |
વિશાલબાહુભૂષિતં ચ દીપ્તકાન્તિ ભાસ્વરં
નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્ ||||
ભાવાર્થ : સુંદર કંઠમાં ધારણ કરેલી મોતીઓની માળાની શોભાવાળા,
સારી રીતે પૂજાયેલા, લલાટની મધ્યમાં બ્રહ્મતેજને ધારણ કરનારા અને સ્મિતથી ઉજ્જવળ એવા,
વિશાળ બાહુથી શોભતા અને દીપ્તકાન્તિથી પ્રકાશતા એવા
નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું . llરll
 
સુવૃતશ્રીપ્રવર્ધકં હ્યદિ વસન્તમીશ્વરં
વિરંચિસદશં તથા સુલક્ષ્મીસિદ્ધિદાયકં     l
શ્રિયઃ પતિં મનોહરં ત્રિતાપપાપનાશકં
નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્ l l 3 l l
 
ભાવાર્થ : સદાચારની શોભાને વધારનારા, હૃદયમાં વસતા ઈશ્વરસ્વરુ૫, બ્રહ્માજી જેવા
તથા સારી લક્ષ્મીની સિદ્ધિ આપનારા, લક્ષ્મીના પતિ ( વિષ્ણુ જેવા ), મનોહર, ત્રિવિઘ તાપ અને પાપનો નાશ કરનારા
નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું . l l ૩ l l
 
વસિષ્ઠસદશં તથાપિ કૌશિકેન તુલ્યતા
અગસત્યકશ્યપામ્બરીષશૌનકપ્રભં સદા |
વિદેહરાજ યાજ્ઞવલ્કય વ્યાસધીસુમંડિતમ
નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્ l l l l
 
ભાવાર્થ : વસિષ્ઠ જેવા હોવા છતાં વિશ્વામિત્ર જોડે જેમની તુલના થાય છે તેવા,
હંમેશા અગસ્ત્ય, કશ્યપ, અમ્બરીષ અને શૌનકના જેવા તેજસ્વીઃ
વિદેહરાજ, યાજ્ઞવલ્કય અને વ્યાસની બુદ્ધિથી શોભતા
નરેન્દ્રરાજ યોગીને હું નમું છું, હું નમું છું. ll૪ll
 
શ્રીવેદમાતૃનંદનં સમસ્તશાસ્ત્રકોવિદં
પયઃસુધાપીબન્તમંત્ર ધન્યતાં ગતં શિવમ્ |
શ્રીભવાનિહ્યદસરોજવાસિનં તુ જ્ઞાનિનં
નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્  ||||
 
ભાવાર્થ : શ્રી વેદમાતાના પુત્ર, બધાં શાસ્ત્રોને જાણનારા, દૂઘરૂપી અમૃતને પીતા અને
ધન્યતા પામતા, કલ્યાણકારી, શ્રી ભવાનીના હદયકમળમાં વસતા અને જ્ઞાની એવા
નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું . ll૫ll
 
સુભક્તમધ્યશોભિતમખંડરાસનાયકં
મયુરપિચ્છશોભિનં કિશોરકૃષ્ણવત્સલમ્
થનક્-થનક્-થનક્-થનક્ મયૂરાજનર્તનં
નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્  ||||
ભાવાર્થ : સારા ભક્તોની વચ્ચે શોભતા અને અખંડ રાસના નાયક એવા,
મયૂરપીચ્છથી શોભતા અને બાલકૃષ્ણ જેવા વહાલાં, થનક્ થનક્ થનક્ થનક્ ( એ રીતે ) મયૂરરાજના 
નર્તનની જેમ નર્તન કરનારા નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું.
 
શુભાશિષા સુશોભિતં સુહસ્તકષ્ટભંજકં
સમસ્તરોગહારકં સુનિર્મલ જલં દદન્
‘ નિલોષ ’  ગેહરાજમાનભૂપતિંસમં પ્રભું
નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્  ||||
ભાવાર્થ : શુભ આશીર્વાદથી શોભતા, સારા હાથથી કષ્ટોને દૂર કરનારા,
સમસ્ત રોગને હરી લેનારા, નિર્મળ જળ આપનારા , ‘ નિલોષા ‘ બંગલામાં શોભતા , ભૂપતિ
( રાજા ) સમાન અને સ્વામી એવા નરેન્દ્ર – રાજ – યોગીને હું નમે છું , હું નમું છું .
 
નરેન્દ્રરાજવ્યંજકમિદં પઠેચ્ય માનવઃ
લભેત વેદમાતરં ગુરોઃ કૃપા ચ સર્વદા
ભવેભવે નરેન્દ્રરાજસંગતિ ચ પ્રાપ્નુયાત્
નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્  ||||
ભાવાર્થ : નરેન્દ્રરાજના મહિમાને વ્યક્ત કરનારા આ અષ્ટકનો જે માણસ પાઠ કરે છે
તે વેદમાતા ગાયત્રીની અને ગુરુજીની કૃપાને સર્વદા પ્રાપ્ત કરે છે, અને ભવોભવ
નરેન્દ્રરાજના સાન્નિધ્યને મેળવે છે. તે નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું.
 
|| આમ શ્રી મુંજદેવપ્રણીત શ્રી નરેન્દ્રરાજાષ્ટક સમ્પૂર્ણ થયું. ||

નિત્ય સ્મરણ

રાજયોગી હૈ દિવ્યયોગી હે, માતયોગી હે નાથયોગી હે

પ્રભાત :

નિત્ય મમ ઉર આપહો ઉદય, નરેન્દ્રમય સકલ નવપ્રભાત હો,

સુરભિમય ઉષા પુનિત મંગલા, નાથ સ્મરણથી થાય ઉજવલા . . . . . . . રાજયોગી

 

મધ્યાહન :

હો પ્રખર રવિ મધ્ય વ્યોમમાં, આપનું સ્મરણ રોમ – રોમમાં,

પૂર્ણ તેજ તવ હો હૃદય વિશે, લોચનો ઠરે નાથ ત્યાં દીસે . . . . . . . . . . રાજયોગી

 

સંધ્યા :

પશ્ચિમે ટળી સૂર્ય આથમે, ચરણવંદના નાથની ગમે,

પરમશક્તિને એ જ પ્રાર્થના, મુજ હૃદય વસો માત વત્સલા . . . . . . . . . રાજયોગી

 

રાત્રિ :

રજનીએ સદા નાથ રક્ષજો, નયનમાં સપન આપના હજો,

તિમિરઘન ભલે હોય શર્વરી, સુક્ષ્મ આપના સાનિધ્યથી ભરી . . . . . . . . .રાજયોગી

 

દિશાઓ :

પરમશક્તિના બાળ પૂર્વમાં, પશ્ચિમે વળી રાજ રક્ષજો

હૃદયમાં રહો દયાળુ દક્ષિણે, યોગી ઉત્તરે ઉર ઉજાળજો  . . . . . . . . . . . .રાજયોગી

 

શિયાળો – ઉનાળો :

શીતઋતુ વિશે શિવસ્વરુપની, હૃદય હૂંફમાં રાજ રાખજો,

ગ્રીષ્મમાં વળી શીતળ સૂર્ય હે શીતકૃપા તણાં કિરણ આપજો . . . . . . . . .રાજયોગી

 

વર્ષાકાળ :

સઘન મેઘને માહદય કહું, વિજઘુતિ બને હાસ્ય માતનું,

ટહુકતું રહે તૃષિત ઉરમાં, સ્વરૂપ નર્તતું નર – મયૂરનું . . . . . . .  . .  . . રાજયોગી

 

નિત્ય : અધર પર રહે નામ – માધુરી, નયનમાં રમે રૂપ – માધુરી,

હૃદયથી વહે પ્રેમ – માધુરી, પૂર્ણ નાથજો માધુરી લીલા . . . . . . . . . . . .રાજયોગી

પરમ શક્તિની આરતી

ૐમાૐ જય ૐમાૐ, ૐમાૐ જય ૐમાૐ

પરમ – શક્તિ મહામંત્રથી, વિશ્વ વિશે વ્યાપ્યા  . . .  ૐમાૐ જય ૐમાૐ

મંત્રરાજ મધુરતમ, મંગલ સુખકારી     . . . . . . . . મા

બિંદુમાં સિંધુ સમાયો, મમતા ૐ કારી  . . . . . . . . ૐમાૐ જય ૐમાૐ

સકલ સ્વરૂપ શક્તિનાં, કહેતાં ‘ મા ’ વંદુ . . . . . . . મા

પ્રણવ થકી પરમેશ્વર, પ્રણમી આનંદુ  . . . . . . . . . .ૐમાૐ જય ૐમાૐ

સરલ, સુમંગલ સુંદર, સ્મરણ સતત સાધે . . . . . . .મા

સુલભ, સુમધુર, સુભાષિત, સાત્વિક સુખ વાધે . . . . . ૐમાૐ જય ૐમાૐ

ત્રણ અક્ષરમાં ત્રિપદા, ત્રિભુવન – ત્રિગુણમયી . . . . મા

ત્રિવિધ તાપ હરનારી, જપ – તપ – તેજમયી . . . . . ૐમાૐ જય ૐમાૐ

ઋષિ, રાજ, દેવર્ષિ, બ્રહ્મ – ઋષિ ધ્યાવે . . . . .. . . . .મા

સહજ સમાધિભાવે, પરમકૃપા પાવે .  . . . . . . … . . ૐમા જય ૐમાૐ

વિશ્વ સકલના માનવ, સહુ તુજ સંતાનો . . . . . . . . . મા

વિવિધ ધર્મ ધરનારા, મંત્ર જપે ‘ મા ’ નો … . . . . . ૐમાૐ જય ૐમાૐ

પરમ શક્તિની આરતી, જે માનવ ગાશે . . . . . . . . મા

મયૂર – માતથી મંગલ, ‘ મુંજ ’ સકલ થાશે . . . . . .  ૐમાૐ જય ૐમાૐ

પરમ શક્તિ માતા કી જય – રાજયોગી નરેન્દ્રજી કી જય

શ્રી સદગુરુદેવ દેવ કી જય

ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર

સદગુરુદેવની આરતી

જય સદગુરુ દેવા સ્વામિ જય સદગુરુ દેવા

તિમિરવિદારક  ધુતિધર, શિષ્ય કરત સેવા . . . . . . . . . . . . .  ૐ જય સદગુરુ દેવા

નામસ્મરણ તવ શુચિકર, નરેન્દ્ર ભયહારી . . . . . . . . . . . . . . સ્વામિ

નિત્ય – નિરંતર – નિર્ગુણ, સાત્વિક સુખકારી . . . . . . . . . . . . . ૐ જય સદગુરુ દેવા

વિષય – વિકાર – વિલયકર, ભક્ત હૃદયવાસી. . . . . . . . . . . . સ્વામિ

વેદમાતસુત વિભુવર, વિભુષિત સન્યાસી . . . . . . . . . . . . . .  ૐ જય સદગુરુ દેવા

સરલ સ્વભાવ સુકોમલ, સમદર્શી સંતા . . . . . . . . . . . . . . .  સ્વામિ

 સુંદર સ્વરૂપ સુમંગલ, સુમિરત સુખકર્તા . . . . . . . . . . . . .   ૐ જય સદગુરુ દેવા

સદગુણ – સન્મતિદાતા, નાથ કૃપા કીજૈ . . . . . . . . . . . . . .  સ્વામિ

દુર્ગુણ – કુમતિહર્તા, આપ શરણ દીજૈ . . . . . . . . . . . . . . .   ૐ જય સદગુરુદેવા

વિષ્ણુ – વિરંચિ – શંકર, પાર નહિ પાવે . . . . . . . . . . . . . .  સ્વામિ

સોઈ સદગુરુ કૃપાસે, ‘મુંજ’ આરતી ગાવે . . . . . . . . . . . . . . ૐ જય સદગુરુ દેવા

પરમ શકિત મંત્ર : ૐ મા ૐ

|| ૐ મા ૐ – ધૂન ||

ૐ મા ૐ જય ૐમાૐ,                       ૐ મા ૐ જય ૐમાૐ

ૐ મા ૐ જય ૐમાૐ,                       ૐ મા ૐ જય ૐમાૐ

 

વિશ્વજનેતાચરણે વંદન,                                ૐમાૐ જય ૐમાૐ

તન – મન – પ્રાણ – હૃદયનું ક્રંદન,               ૐમાૐ જય ૐમાૐ

મંત્ર પરમ શક્તિનો પાવન,                          ૐમાૐ જય ૐમાૐ

સુખકારી દુઃખ રોગનસાવન,                       ૐમાૐ જય ૐમાૐ

વિશ્વ સકલના માનવ કાજે,                         ૐમાૐ જય ૐમાૐ

પ્રણવમધ્યમાં સ્વયં બિરાજે,                       ૐમાૐ જય ૐમાૐ

શિવ – શક્તિને સાથે વંદન,                        ૐમાૐ જય ૐમાૐ

ભક્ત હૃદયનું સૂરમય સ્પંદન,                     ૐમાૐ જય ૐમાૐ

બાળહદય ‘મા’ ને પોકારે,                            ૐમાૐ જય ૐમાૐ

મંત્રરૂપે ‘મા’ દ્વારે – દ્વારે,                                ૐમાૐ જય ૐમાૐ

જ્ઞાન – ભક્તિનો પાવન સંગમ,                  ૐમાૐ જય ૐમાૐ

મંત્રરાજ મંગલ હૃદયંગમ,                           ૐમાૐ જય ૐમાૐ

મંત્રદર્શીનું નવલું દર્શન,                             ૐમાૐ જય ૐમાૐ

મયૂરરાજનું નમણું નર્તન,                           ૐમાૐ જય ૐમાૐ

દિવ્યલોકનું ઝરણું જાણું,                           ૐમાૐ જય ૐમાૐ

નમણું નાથ દીધું નજરાણું,                         ૐમાૐ જય ૐમાૐ

ઋષિ – રાજ – દેવર્ષિ ઉપાસે,                      ૐમાૐ જય ૐમાૐ

બ્રહ્મર્ષિના શ્વાસે શ્વાસે,                               ૐમાૐ જય ૐમાૐ

મનમાળાના મણકે – મણકે,                      ૐમાૐ જય ૐમાૐ

ઉરમાં પાયલ ‘ મા ’ નું ઝણકે,                     ૐમાૐ જય ૐમાૐ

શ્રદ્ધા – શરણાગતિ – ઉપાસન્                  ૐમાૐ જય ૐમાૐ

‘ મા ’ કાજે નિત ઉર નું આસન,                     ૐમાૐ જય ૐમાૐ

નિત્ય નરેન ભ્રકૂટિ મધ્યે,                             ૐમાૐ જય ૐમાૐ

તીર્થ નિલોષા – કૂટિર શ્રધ્ધે,                        ૐમાૐ જય ૐમાૐ

જળમાં જે જીવન ઝળહળતું,                        ૐમાૐ જય ૐમાૐ

સંજીવન – ઝરણું ખળખળતું,                        ૐમાૐ જય ૐમાૐ

ભૂમિ-વ્યોમ-વા-નીર-અગનમાં,                    ૐમાૐ જય ૐમાૐ

વાણી-તન-મન-હદય ગહનમાં,                     ૐમાૐ જય ૐમાૐ

નિત્યકર્મ – જીવન વ્યવહાર,                          ૐમાૐ જય ૐમાૐ

મંત્રજાપ સંકટને ટાળે,                                    ૐમાૐ જય ૐમાૐ

પળ-પળ-ક્ષણ-ક્ષણ સાંજ-સવારે,               ૐમાૐ જય ૐમાૐ

રોમેરોમ હૃદય – ધબકારે,                              ૐમાૐ જય ૐમાૐ

ભવસાગરમાં નિર્ભય નૈયા,                             ૐમાૐ જય ૐમાૐ 

સદગુરુ નાથ સ્વયં ખેવૈયા,                            ૐમાૐ જય ૐમાૐ 

મહાયજ્ઞ જે મંત્રસ્વરૂપે,                                 ૐમાૐ જય ૐમાૐ

ઋક્ – યજુ – સામ ત્રિ અક્ષરરૂપે,                   ૐમાૐ જય ૐમાૐ

ધન્ય ધ્વનિની ધૂન નિરંતર,                             ૐમાૐ જય ૐમાૐ 

ધ્યાન ધરન્તા દ્યુતિમય અંતર,                        ૐમાૐ જય ૐમાૐ

ધન્ય નાથ ! નર – ઈન્દ્ર નિરંજન,                     ૐમાૐ જય ૐમાૐ

‘ મુંજ ‘ નયનમાં આંજ્યું અંજન,                       ૐમાૐ જય ૐમાૐ

 

ૐ મા ૐ જય ૐમાૐ,                       ૐ મા ૐ જય ૐમાૐ

ૐ મા ૐ જય ૐમાૐ,                       ૐ મા ૐ જય ૐમાૐ

રાજગીતા

રાજગીતાના મર્મને સમજી

જીવન સફળ તું કરતો જા.

અઢાર તત્વો અપનાવીને,

શિવ મિલન તું કરતો જા . . . રાજગીતા

મન નિર્મળ તું કરતો જા.

ૐમાૐ જપતો જા.

એષણાને અંકુશમાં રાખીને,

મુક્તિ માર્ગ અપનાવતો જા . . . રાજગીતા

વિચાર વાણી ગાળતો જા.

મૌનનું મૂલ્ય સમજતો જા.

સરળ મીઠી વાણીથી તું,

વિશ્વનો પ્યારો બનતો જા . . . રાજગીતા

નિત્ય કર્મ તું કરતો જા.

નૈતિકતા અપનાવતો જા.

અનાસક્ત ભાવ રાખીને,તું,

કર્મ બંધનથી છુટતો જા . . . રાજગીતા

શ્રધ્ધા શરણમાં રહેતો જા.

પ્રેમ પિયુષ ભેળવતો જા.

સાનિધ્ય પરમનું પામીને,

આશિષ અમૃત પીતો જા . . . રાજગીતા

નિઃસહાયને સહાય કરતો જા.

નિર્બળનું બળ બનતો જા.

આત્મ ચેતના જગાવીને તું,

દયાનું ઝરણું વહાવતો જા . . . રાજગીતા

દુઃખીના દર્દ સમજતો જા.

વાત વિસામો બનતો જા.

મદદ હસ્ત લંબાવીને,

પરમનો પંથ દાખવતો જા . . . રાજગીતા

ઈર્ષા અગ્નિ બુઝવતો જા.

કરુણાની વર્ષા કરતો જા.

આત્મીયતા દર્શાવીને,

પ્રેમ ભક્તિ ભેળવતો જા . . . રાજગીતા

વિશ્વાસ લહેર પ્રસરાવતો જા.

વચનનું મૂલ્ય સમજતો જા.

વિશ્વાસઘાત નિર્મૂળ કરીને,

પાપમુક્ત તું બનતો જા . . . રાજગીતા

નિંદાનું નિંદણ કરતો જા.

જીવન બાગ ખીલવતો જા.

જીવનનો સદુઉપયોગ કરીને,

પરોપકાર તું કરતો જા . . . રાજગીતા

પુરુષાર્થ સદાય તું કરતો જા.

નીતિ નિષ્ઠા અપનાવતો જા.

પરમ પ્રેરણા પામીને તું,

સર્વાગી વિકાસ કરતો જા . . . રાજગીતા

સેવાનો મર્મ તું સમજતો જા.

ફળ અપેક્ષા ટાળતો જા.

નિઃસ્વાર્થ ભાવ રાખીને તું,

સેવા સિમાડા વિસ્તારતો જા . . . રાજગીતા

અહને અળગો કરતો જા.

નમ્રતા અપનાવતો જા.

સમતાભાવ રાખીને તું,

પ્રેમ પરાગ પ્રસરાવતો જા . . . રાજગીતા

પ્રેમ ઝરણું વહાવતો જા.

ગૃહસ્થ ધર્મ બજાવતો જા.

રાગ દ્વેષ નિર્મૂળ કરીને,

પરમનો પ્યારો બનતો જા . . . રાજગીતા

જ્ઞાનમાર્ગ અપનાવતો જા.

સમદ્રષ્ટિ કેળવતો જા

વિવેકનું વાવેતર કરીને,

સ્વર્ગનું નિર્માણ તું કરતો જા . . . રાજગીતા

સહન સંયમ અપનાવતો જા.

મનની મોટાઈ દાખવતો જા.

શાંતિનું સામ્રાજ્ય પ્રસરાવીને,

સંસાર સુખને માણતો જા . . . રાજગીતા

ક્ષમા ભાવ તું ભરતો જા.

પૂર્વગ્રહોને ભૂલતો જા.

સુખ શાંતિના શ્વાસ ભરીને,

આનંદ મંગલ કરતો જા . . . રાજગીતા

ઉપાસના તું કરતો જા.

પરમનું સાનિધ્ય માણતો જા.

મોહમાયાને હળવાં કરીને,

જીવનમાં દિવ્યતા ભરતો જા . . . રાજગીતા

સત્સંગનું અમૃત તું પીતો જા.

સદગુરુ શરણમાં રહેતો જા.

ધર્મનો મર્મ સમજીને તું,

આધ્યાત્મિક રાહ અપનાવતો જા . . . રાજગીતા

|| ઈતિ શ્રી રાજગીતા મહાત્મય સંપૂર્ણમ્ ||

ૐ મા ૐ

અઢાર તત્વો

મન, વચન, કર્મની પવિત્રતા – ૩ તત્વો.

નવ સિધ્ધાંતો – ૯ તત્વો.

પ્રેમમાર્ગ, જ્ઞાનમાર્ગ, સહનમાર્ગ, ક્ષમામાર્ગ – ૪ તત્વો.

ઉપાસના અને સત્સંગ – ૨ તત્વો

કુલ – ૧૮ તત્વો.

 

 

ગુરુ - બાવની

નગાધિરાજ સુતા પ્રિયરાજ,

પ્રથમ નમન ગણપતિ મહારાજ.   ||૧||

રદવરદ પાશાંકુશ નાથ,

મંગળમૂર્તિ ષડાનન નાથ.         ||૨||

નમું શારદ તમને હું માત,

કહું અગર મા – બાળની વાત .    ||૩||

ગ્રહી સદગુરુ ચરણરજ આજ,

લઉં નર ઈન્દ્ર શરણ મહારાજ .    ||૪||

ભારતભૂમિમાં ગૂર્જર દેશ .

પંચમહાલ પ્રતિ અંગુલિનિર્દેશ    ||૫||

નગર પ્રમુખ ત્યાં ગોધરા ગામ,

વસ્યાં દ્વિજ ‘દામોદર’ ધામ .      ||૬||

કુળદેવી વેદની તું માત,

સુત શ્રીગોડ કરે પૂછી વાત .      ||૭||

જય ‘દામોદર’ જય મહારાજ,

તર્યાં કુળ ઈકોતેર આજ.          ||૮||

જય બ્રહ્મર્ષિ જય ગુરુદેવ,

જય નરેન્દ્ર ભલા ભૂદેવ .      ||૯||

સુત દામોદર – બાપુલાલ,

પ્રગટ પછી હરિનો ત્યાં લાલ,   ||૧૦||

સાત સિતમ્બર બત્રીસ સાલ,

ગોધૂલિસમય પ્રગટ તહીં લાલ.  ||૧૧||

માતપિતા ઉર હરખ ન માય .

બાળમુખ જયમ જયમ હરખાય.  ||૧૨||

ધર્યું નામ નરેન્દ્ર હે રાજ,

નામ રૂપ ગુણ અનુરૂપ કાજ.     ||૧૩||

વધે બાળ શશિ રવિ જેમ તપે.

અંતરમુખ થઈ મા – ગુણ જપે.   ||૧૪||

જય જનની જય ત્રિભુવન પાળ,

જય ગાયત્રી જય રખવાળ.       ||૧૫||

જય શાસ્ત્રીજી દીન દયાળ,

દર્શનથી દુ:ખ રહે ન લગાર.      ||૧૬||

‘બાપુ’ પિતા તણો એક જ બાળ,

આંખ રતન કહી લે સંભાળ.      ||૧૭||

મિત્ર તણો ઝાઝો પરિવાર,

રહે બાપુ વિણ ના પળવાર.      ||૧૮||

ફરે મિત્રગણ ચારે ખૂણે .

દેખી દુઃખ મા મંત્ર બહુ ભણે.     ||૧૯||     

શ્વેત વસ્ત્ર નવ ડાઘ જ અડે .

દૂષણ દૂર – દર્શન નવ જડે.      ||૨૦||

રામ થકી રવિકુળ જેમ તપે.

શાસ્ત્રીજી ! દવે કુળ તેમ તપે.     ||૨૧||

થયાં વરસ સુતને જ્યાં સાત,

ગ્રહો મંત્ર ગાયત્રી માત.          ||૨૨||

છે વિદ્યાવ્યાસંગી બાળ,

ગુરુજન લે સૌ તેની ( જ ) ભાળ. ||૨3||

વિવિધ વેશભૂષા વિષે શોખ.

નિજાનંદમાં રહે છે મોખ.          ||૨૪||

અધ્યાપન અદકું જેમ થાય

કિશોર તેજસ્વી વરતાય.          ||૨૫||

દાકતરી વિદ્યા વિષે બહુ કોડ,

વિદ્યાલય પહોંચ્યા કરી ફોડ.      ||૨૬||

વિધિ લેખ કદી નવ સમજાય.

આદરેલ અધુરાં વરતાય.         ||૨૭||

ઉંબરે આવી વસંત, કિશોર !

પિતા કરે પ્રભુતા વિષે શોર.   ||૨૮||

દીઠું સુશીલ સજ્જન દ્વિજકુળ,

દીધું વચન સગપણ અનુકુળ. ||૨૯||

મન યોગી તન છે સંસાર,

સુમેળ, શાસ્ત્રીજી ! સારાસાર.   ||૩૦||

“કુસુમ” હસ્ત ગ્રહી હરખ્યા લાલ.

ઊગ્યા ભાણ કુમકુમનો ભાલ.   ||૩૧||

લગ્નવેલ પાંગરી ત્યાં લાલ.

ધન્ય સંત સંસારી લાલ.       ||૩૨||

પેન્ટ સુટ બુટ ખૂબ સોહાય

સરકારી હકૂમત વરતાય       ||૩૩||

હુકમ હકૂમતનો લઈ ફરે.

તો ય ઉદર ચણા ખાઈ ભરે.   ||૩૪||

વફા થકી વારી સરકાર,

ફરજ કાજ છોડ્યાં ઘરબાર.    ||૩૫||

શાસ્ત્રીજી શીખવે “મા” નામ.

જપો મંત્ર સૌ કરતાં કામ.      ||૩૬||

ઓગણીસો છોતેર સાત,

પ્રગટ થયાં “મા” લેવા ભાળ.  ||૩૭||

કહ્યું કસોટી સૌ તું તર્યો.

સંસારસાગરની પાર ઊતર્યો.    ||૩૮||

મળે માત બાળક બે અહીં.

ભળે સુગંધ સોનાની મહીં.       ||૩૯||

દીન દુ:ખી દેખી દુઃખી થાય.

અરજ માત પ્રતિપળ લઈ જાય. ||૪૦||

દીન દુ:ખી “મા” બહુ ટળવળે,

મુજ પાસ સૌ ટોળે વળે.         ||૪૧||

દયા દાન દો દિ કંઈ ફરે.

“પણ” કહી અલ્પવિરામ જ કરે.||૪૨||

અગર જરૂરત છે. જો કંઈ

તથા અસ્તુ કહું છું બસ અહીં.    ||૪૩||

ઉદર કાજ ચિંતા શું કરે !

કુશળ ક્ષેમ “મા” હૈયે ધરે.        ||૪૪||

ભાવવિભોર મૂકી ત્યાં બાળ

અંતર ધ્યાન મા લઈ સૌ ભાળ.  ||૪૫||

બની બાળ જો શરણે જાય.

માત તણી મમતા અતિ થાય.    ||૪૬||

શ્રધ્ધા શરણ તેનાં સૌ ફળે,

કહે શાસ્ત્રીજી દુ:ખડાં ટળે          ||૪૭||

“જીવનજળ” જીવનું આધાર,  

દયા સ્ત્રોત વહે અનરાધાર.       ||૪૮||

શાસ્ત્રીજી કરુણા જો કરે,       

તો, મા કારજ સૌ પ્રેમે કરે.     ||૪૯||

જેમ જોગેશ્વર જપ બહુ જપે,

તેમ નીલોષા તપ બહુ તપે.    ||૫૦||

કફની પાયજામો ધરી માળ,

કહે સ્મરી માને બની બાળ,   ||૫૧||

લઈ આશિષ મહામંત્ર જે જપે,

ત્રિવિધ તાપ તે કદી નવ તપે   ||૫૨||

વચન પૂર્ણ બાવન અહીં થાય

શિશ નમી ગુરુચરણ પ્રતિ જાય.