શ્રી રાજયોગી નરેન્દ્રજી

Shri Raj Satsang Sudha

રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.

તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.

અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.

‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.

નામ સ્મરણ કે જાપ માનવીનેપવિત્ર-સાત્વિક બનાવે જ છે

એક વાત સ્પષ્ટ લાગે છે કે,   આપણા કોઈ પણ ઈષ્ટ દેવ-દેવીનું નામસ્મરણ કે જપ કરવાથી માનવીની માનસિક અને શારીરિક શક્તિ કેળવાય છે. વૈચારિક શક્તિને એક પ્રકારનું પોષણ મળે છે.

Read More »

ગર્વ અને જ્ઞાન સાથે રહી શકતાં જ નથી

આપણા ગ્રંથોમાં બ્રહ્મનું અનેક પ્રકારે વર્ણન કર્યું છે. ભગવાન કયા નથી? નો જવાબ છે કે ભગવાન બધે જ છે. નિર્જીવ અને સજીવ સૃષ્ટિમાં પરમાત્માનો વાસ છે. પ્રાકૃતિક અને અપ્રાકૃતિક બંને

Read More »

માનસિક સ્વસ્થતા માટે જપ જરૂરી છે

એક વાત સ્પષ્ટ લાગે છે કે, આપણા કોઈપણ ઈષ્ટ દેવ-દેવીનું નામસ્મરણ કે જપ કરવાથી માનવીની માનસિક અને શારીરિક શક્તિ કેળવાય છે. વૈચારિક શક્તિને એક પ્રકારનું પોષણ મળે છે. જેનાથી માનવીના

Read More »

ચેતનવંતી ઉપાસના

આપણી સ્મૃતિ, સૃષ્ટિ અને દ્રષ્ટિમાં આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવની મૂરત સદાય રમતી રહેવી જોઈએ; તે માટેનો આપણો સાત્વિક પુરુષાર્થ ચાલુ જ રાખવો જોઈએ, સઘન બનાવવો જોઈએ. ઉપાસનાનું સાર્થક્ય જ એ

Read More »
શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.