ગર્વ અને જ્ઞાન સાથે રહી શકતાં જ નથી

આપણા ગ્રંથોમાં બ્રહ્મનું અનેક પ્રકારે વર્ણન કર્યું છે.

ભગવાન કયા નથી? નો જવાબ છે કે ભગવાન બધે જ છે. નિર્જીવ અને સજીવ સૃષ્ટિમાં પરમાત્માનો વાસ છે. પ્રાકૃતિક અને અપ્રાકૃતિક બંને સૃષ્ટિમાં શક્તિ તો રહેલી જ છે. જો આ ગુલાબના હારમાં ગૂંથાયેલા ફુલ તેના છોડ પર હતાં ત્યારે કેવા જીવંત અને પમરાટ ફેલાવતાં હતાં ! એ શક્તિ આ નિર્જીવ ફૂલમાં ક્યાંથી આવી? તને આવો પ્રશ્ન પૂછવાની બુદ્ધિ કોણે આપી? માતાજી બધે જ છે. તારામાં, મારામાં અને બહાર બેઠેલા બધામાં પરમાત્માનો વાસ છે. એને નિહાળવા માટે આપણે ફક્ત આપણા ચક્ષુ પરથી ગર્વનો – અહમનો પડદો હટાવવાની જરૂર છે. જ્ઞાન અને ગર્વ સાથે રહી શકતા નથી. જો આપણે ગર્વ છોડીએ તો ગર્વની ખાલી પડેલી જગ્યા જ્ઞાનથી પુરાઈ જાય. જેટલો ગર્વ એટલું આપણું અધૂરાપણું એટલે માતાજી ક્યાં છે, કેવા છે, શું કરે છે, તેવા પ્રશ્નો પૂછનારને હું કહું છું કે માતાજી ક્યાં નથી? કેવા નથી? એ શું નથી કરી શકતાં ?

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી