રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.
તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.
અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.
પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી દ્વારા કરૂણાસાગર મા વેદજનનીના પુનિતચરણે આજીજીપૂર્વક કરાયેલ પ્રાર્થનાઓ ફળ સ્વરૂપ માવડીએ સ્વયં માત્ર ત્રણ જ અક્ષર પરમશકિતમંત્ર – ‘ૐ મા ૐ’ નું પૂજ્ય રાજ્યોગીજીને અર્પ્યો .
ૐ માૐ મંત્રનો ભાવાર્થ – હે પરમ શક્તિ દાતા, ૐકાર સ્વરૂપ મા ભગવતી, મારા મન, વચન, કર્મનું આપ નિયંત્રણ કરો.
Copyright @ 2025 Rajyoginarendraji.com. All rights reserved.