અંતરનો અવાજ

ગાયત્રી માતાના વ્હાલા બાળકો,          આજે સાતમી સપ્ટેમ્બર મારો જન્મદિન પરંતુ એને ‘માનવતા દિન’ તરીકે આપણે ઉજવીએ છીએ. અને મારું દરેક કાર્ય માનવતાને લગતું હોય છે, એ તમે બધાએ નોંધ લીધી હશે. જ્યારે મારું નીચે આવવાનું હતું પૃથ્વી પર, આ કાલ્પનિક વાત કરુ છું કારણ કે આજે બીજી વાતો કરવાની ના હોય, આજે મા બાળની […]

દિવ્ય ચૈતન્ય સાથે જોડાઈ જઈએ

વ્હાલા આત્મીયજનો, આજે સાતમી સપ્ટેમ્બર, માનવતા દિન. માતાજીના બાળ મયુરરાજ-રાજયોગીજીનું ધરા પર અવતરણ થયે આજે જીવનના એકાણું વર્ષ પૂર્ણ થયા, બાણુંમા વર્ષનો શુભારંભ થયો. ૧૯૩૨ સપ્ટેમ્બર થી ૧૯૭૬ સપ્ટેમ્બર સુધીમા મા ગાયત્રીની આધ્યાત્મિક પાઠશાળામા માતાજીએ મને ભણાવ્યો. દિવ્ય ચૈતન્ય શક્તિનું સિંચન કરી તન, મન અને આત્મિક શક્તિથી આ રાજબાળને સજાવ્યો, દિવ્ય શક્તિઓનું સિંચન કર્યું, અન્ય […]

વિશુદ્ધ મનનું મહત્વ

વ્હાલા આત્મીયજનો,માનવતાના મહાયજ્ઞમાં આપ સર્વે ભાવિકોનું સહર્ષ સ્વાગત છે. આજે મારી જીવનયાત્રા એકાણુંમા વર્ષમાં પ્રવેશી રહી છે. મા ભગવતીના વાત્સલ્યથી જીવનમાં વસંતોની તાજગી માણી રહ્યો છું. ૧૯૭૬ પાંચમી સપ્ટેમ્બરે પ્રથમ સાક્ષાત્કાર વેળાએ માતાજીનું વ્હાલ, વાત્સલ્ય અને વરદાન મેળવી હું ધન્ય બની ગયો. માતાજીના વરદાનને ચરિતાર્થ કરવા માટે છ સપ્ટેમ્બર ના દિવસથી જ માનવતાના મહાયજ્ઞની જ્યોત […]

માનવતાદિન – 2021

વ્હાલા આત્મીયજનો,આજે માનવતા દિન છે. સાતમી સપ્ટેમ્બરના પાવન દિવસે મારી જીવનયાત્રા ૯૦માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. પાંચમી સપ્ટેમ્બર ૧૯૭૬થી મારી જીવનયાત્રાએ આધ્યાત્મિક વળાંક લીધો છે. માતાજીના આશીર્વાદથી સેવાના ક્ષેત્રમાં જીવન સમર્પિત થઈ ગયું છે. આધ્યાત્મિકતાના અને સેવાના બધા પ્રકલ્પો માતાજીની પ્રેરણા, માર્ગદર્શન પ્રત્યક્ષ અને પરોક્ષ સહકારથી, ભાવિકોના જીવનને ઉજ્જવળ બનાવી રહ્યા છે, નૂતન જીવન […]

માનવતાનો મહાયજ્ઞ

વ્હાલા આત્મીયજનો,આજે માનવતા દિવસ છે. રાજયોગીજીની જીવનયાત્રા આજે ૮૮ વર્ષ પૂર્ણ કરી ૮૯મા વર્ષમાં પ્રવેશી રહી છે. માતાજીની પ્રેરણા, માર્ગદર્શન અને આદેશથી પાંચ સપ્ટેમ્બર ૧૯૭૬ મધ્યરાત્રિનો પ્રથમ સાક્ષાત્કાર વેળાએ માતાજી પાસે વિનમ્ર ભાવે મે માગ્યું હતું “તારી ભક્તિમાનવબંધુની સેવા” પ્રસન્નતાથી મેળવેલ માતાજીનાં આશીર્વાદથી જ માનવતાના મહાયજ્ઞમાં મે મારૂ જીવન સમર્પિત કરી દીધું છે. ૧૯૭૬ ૬ […]

રામાવતારની વાત

પૂજ્ય બ્હેનજીની ભાવોર્મિ:પૂજ્ય બ્હેનજીએ કહ્યું કે…ગુરુદેવના કાર્ય વિષે આપણે જાણ્યું. પૂજ્યશ્રીએ આ કાર્ય કોના માટે કર્યું ? આપણા બધા માટે. આપણી આધી, વ્યાધી, ઉપાધી ટાળવા માટે. બીજું કે આપણા સહુનો ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ થાય એવો ભાવ ગુરૂદેવનો છે. ગુરૂદેવના કાર્ય વિષે આપણે જાણ્યું પણ એમાંથી આપણને શું ફાયદો? આપણા બધાનો ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ […]

પરમની પરાવાણી

વ્હાલા આત્મીયજનો, આજે માનવતા દિન છે. માનવતાને મહેકાવવાના શુભ સંકલ્પ સાથે મારી જીવનયાત્રા આજે ૮૭ મા વર્ષમાં પ્રવેશી રહી છે. મા ભગવતીના આશીર્વાદ, વાત્સલ્ય અને દિવ્યશક્તિ મારા સમસ્ત અસ્તિત્વમાં નૂતન ચેતનાનો સંચાર કરી રહી છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ આપણી જીવન સાધનાના ત્રણ મહત્વના આયામો છે. ઉપનિષદમાં કહ્યું છે કે, “કૈંક એવું જાણો, એવું કરો […]

પરમાત્માનો સાક્ષાત્કાર શક્ય છે

વ્હાલા આત્મીયજનો, આજે મારી જીવનયાત્રા ૮૫ સોપાન સર કરી ૮૬ માં વર્ષમાં પ્રથમ દિવસમાં પ્રવેશ કરી રહી છે. માતાજીના દિવ્ય વાત્સલ્યથી પુષ્ટ થયેલું મારું ભૌતિક અને આધ્યાત્મિક જીવન હંમેશાં “કરિષ્યે તવ વચનમ્” અનુસાર ગતિ કરી રહ્યું છે. માતાજીએ ૧૯૫૪ માં રણછોડજી મંદિરની પાટ પર પૈસા ગણાવીને મારી ધીરજની, સેવાની, આદરભાવની કસોટી કરી હતી. “૧૯૭૬ માં […]

જીવનની દિશા નક્કી કરીએ

તા. ૫-૯-૧૯૭૬ રવિવારની મધ્યરાત્રિ મારા જીવનનું પ્રથમ દિવ્ય વાસ્તવિક સંભારણું બની ગયું. મારા જીવનને મઠારવાનું કાર્ય તો માતાજીએ જાન્યુઆરી ૧૯૩૨થી જ મારી વ્હાલી જનેતાના ગર્ભમાંથી જ શરૂ કરી દીધું હતું. ગર્ભાવસ્થામાંથી જ મારા જીવનની દિશા કંડારી રાખી હશે. પિતાજી (પૂ. બાપુલાલ)ના ક્રાંતિકારી કદમે પરસનબાને (માતુશ્રીને) બીરપુર છોડી ગોધરા ગર્ભવતી દશામાં જ આવવું પડ્યું. રણછોડજીના ઓટલે […]

મને સાચો માણસ બનાવો

વ્હાલા આત્મીયજનો, આજે આ શરીરની જીવનયાત્રા જીવનના ૮૩ વર્ષ પૂર્ણ કરી ૮૪ માં વર્ષમાં પ્રવેશી રહી છે. દિવ્ય માતાજીના અમૃતરસથી સિંચાયેલાં, પોષાયેલાં આ શરીરના પંચમહાભૂતો સક્ષમ અને તંદુરસ્ત છે. માના વાત્સલ્યની વર્ષાથી જીવનમાં સદાય તાજગી, આનંદ વર્તાય છે. મારું સમસ્ત અસ્તિત્વ ‘મા’ મય બની ગયું છે એટલે વર્ષોની થપ્પીઓ મને અસર કરી શકતી નથી. સેવાયજ્ઞના […]