આપણી સ્મૃતિ, સૃષ્ટિ અને દ્રષ્ટિમાં આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવની મૂરત સદાય રમતી રહેવી જોઈએ; તે માટેનો આપણો સાત્વિક પુરુષાર્થ ચાલુ જ રાખવો જોઈએ, સઘન બનાવવો જોઈએ. ઉપાસનાનું સાર્થક્ય જ એ છે કે-
ભક્ત અને ભગવાન એક બીજા માટે તરસી રહે, વરસી પડે.
આપણી દૈનિક ઉપાસના ચેતનવંતી રહેવી જોઈએ.
યંત્રવત ઉપાસનામાં ચૈતન્ય તત્ત્વની અનુભૂતિ થાય નહિ.
આપણી ચેતના, વિચારશક્તિ અને સંકલ્પશક્તિને હંમેશા ઉન્નત, દ્રઢ અને ઉર્ધ્વગામી રાખવી જોઈએ.