રામે ધારણ કીધાં ધનુષ્ય બાણ રાક્ષસો સંહારવા,
ઋષિ મુનિઓને સુખી કર્યા, રાક્ષસોના ત્રાસથી,
રાજયોગીજીએ ધારણ કીધો સેવાતણો સરંજામ,
જનહિતાય જનસુખાય.
ચાહે રામનવમી, ચાહે રાધાષ્ટમી,
ફરક ફક્ત એક દિન તણો,
રામનવમીના શ્રીરામ કહેવાયા મર્યાદા પુરૂષોત્તમ,
રાધાષ્ટમીના રાજયોગીજી કહેવાશે પ્રેમ પુરૂષોત્તમ.
નથી ધારણ કીધો શ્રીરામે વેશ જોગી તણો,
ખુદ તપી દર્શન કરાવ્યું સ્વધર્મતણું જગતને,
રાજ દિસે સંસારી સરીખા, ભેખ ધર્યો છે માનવતાતણો,
ખુદ તપી રહ્યા છે જગતના સંતાપ શમાવવા.