પ્રેમ જ્યોત પ્રગટાવીએ

વ્હાલા આત્મીયજનો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે મારા હૃદય મંદિરમાં આપ સર્વે પ્રેમીજનોનું સ્વાગત છે. આપ સર્વે આજે પ્રેમના પુષ્પો અને અંતરની શુભ લાગણી સાથે લઈને મા ભગવતીના પ્રેમબાળને અર્પણ કરવા માટે આવ્યાં છો. આપના પ્રેમપુષ્પોને હું પ્રેમથી સ્વીકારું છું. સંસારમાં અને ગૃહસ્થી જીવનમાં સુખ શાંતિ વ્યાપી રહે, જીવનનો સર્વાંગી વિકાસ થાય અને જીવનયાત્રા પ્રસન્નતાથી પૂર્ણ થાય […]