ધર્મરૂપી  શિખર

ધર્મરૂપી  શિખર પર પહોંચવા માટે વ્યક્તિએ પોતાના જીવનને  સદગુણોના  આભૂષણોથી શણગારવું જોઈએ – અલંકૃત કરવું જોઈએ.

પ્રેમ અને આત્મગૌરવ, આત્મશ્રદ્ધા સદગુણોના પ્રવેશ દ્વાર છે.

ધર્મના શિખર પર પહોંચવા માટે પોતાની જીવનયાત્રાના ત્રણ મુખ્ય સોપાનો આત્મસાત કરવાના છે.

1.  હૃદયની વિશાળતા, સંવેદનશીલતા, સહનશીલતા અને ક્ષમાભાવનું પ્રથમ સોપાન છે.

2.  દ્વિતીય સોપાનમાં તન, મન ની સ્વછતા, શુદ્ધતા, સ્વસ્થતા, સ્વાવલંબી અને સાત્વિક વિચારો અને વર્તનથી પોતાના લક્ષ ને પરી પૂર્ણ કરવા સંકલ્પબદ્ઘ હોય. ધર્મી આત્મા સદાય સરળ,સહજ,પ્રસન્ન,યોગી સેવાભાવી   હોય.

3.  તૃતિય સોપાનમાં ધર્મી વ્યક્તિનું વ્યક્તિત્વ સૌમ્ય હોવું જોઈએ. સહનશીલતા અને ક્ષમાભાવ તેના સ્વભાવમાં વણાઈ ગયેલા હોય. ધર્મી વ્યક્તિનું આંતર બાહ્ય વ્યક્તિત્વ એક સરખું જ હોય. નિઃસ્વાર્થભાવ અને નૈતિકતા તેના વ્યક્તિત્વનો શણગાર હોય છે.

ધર્મરૂપી શિખર પર બિરાજમાન પરમાત્માના પ્યારા પરમસ્નેહી આત્મજ બનવા માટે જીવનને સદગુણોથી શણગારવું પડે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી