પૂજા-ઉપાસના

માળા ફેરવવી, મંત્ર જાપ કરવા,ભજન કીર્તન, સ્વાધ્યાય, સત્સંગ, નામસ્મરણ વિગેરે વિવિધ રીતે આપણે આપણા ઇષ્ટદેવની સાથે મનથી જોડાઈ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ.

આપણા દેવ સ્થાનમાં, મંદિરમાં આપણા ઇષ્ટદેવના દર્શન કરીએ છીએ.

આપણે પૂજા-ઉપાસના શા માટે કરીએ છીએ?

1) તન,મન,ધનથી સુખી-સમૃદ્ધ થવાય.

2) પરમાત્માની કૃપા દ્રષ્ટિ બની રહે.

3) પરમાત્માના આશીર્વાદ મળે.

સ્વના ઉત્કર્ષ માટે આપણે અંગત સ્વાર્થ માટે પરમાત્માની સેવા પૂજા કરીએ છીએ. આપણી આ ઉપાસના પ્રાથમિક ઉપાસના-સેવા પૂજા કહેવાય.

જયારે આપણા મનમાં-ભાવમાં સમષ્ટિના ઉત્કર્ષનો ભાવ જાગે, દીન-દુઃખી , અશક્ત, નિઃસહાયની સેવા-સહાયનો ભાવ જાગે, તન,મન,ધનથી પ્રેમથી મદદનો હસ્ત લંબાવાય , જાતને સમર્પિત કરાય ત્યારે જ આપણી ઉપાસના-પૂજા  પરમની સાચી પૂજા કરી કહેવાય. અંતરાત્માને આનંદ આપે એ જ સાચી સેવા, પૂજા, ભક્તિ છે.

સેવામાં સમર્પિત જીવન જ સાચી પૂજા-અર્ચના, ઉપાસના છે.પરમાત્મા સ્વયમ આપણા સાથી, સહોદર બની જાય છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી