દિવ્યતાનો અભાવ શા માટે?

સમગ્ર સૃષ્ટિમાં વ્યાપક ચૈતન્ય શક્તિના સ્વામી પરમાત્મા છે. આપણે પરમાત્માની દિવ્ય ચેતનાના બળે જ આપણું જીવન ગતિ કરી રહ્યા છે. આપણામાં  દિવ્યતાનો અભાવ શા માટે વર્તાય છે?

આ માયાવી નગરીમાં આપણે અજ્ઞાનજન્ય, અગણિત અશ્રદ્ધાના પડળો, નકરાત્મક વિચારોથી વિવેક બુદ્ધિના દ્વાર બંધ કરી દીધા છે.

પરમની આ દિવ્યતા ને પુનઃ પ્રગટાવવા માટે આપણે સકારાત્મક, સાત્વિક વાતાવરણ સર્જવું પડશે, તૈયાર કરવું પડશે. જેમાં પ્રેમ, શ્રદ્ધા, આનંદ માંગલ્યનું વાતાવરણ પ્રગટાવવું પડશે. દિવ્ય ગુણોનો વ્યાપ વધારવો પડશે.

દિવ્યતાના વાતાવરણમાં જ પરમાત્માની અનુભૂતિ શક્ય બને છે. આપણા પ્રેમ ભાવ સભર લાગણી, વર્તન વ્યવહારથી સ્વર્ગનું નિર્માણ કરી શકાય. સ્વર્ગીય સુખ એટલે જ્યાં શાંતિની સમૃદ્ધિની સમાનતા હોય, પ્રેમ, આનંદનું વાતાવરણ હોય. આ દિવ્ય ચેતના પ્રત્યે આપણી ચેતના નો તાલમેલ જામી જાય તો અંગત સંઘર્ષોમાંથી બચી જવાય છે, પછીતો જીવનમાં પરમાનંદ વ્યાપી જાય છે. આનંદની અસંખ્ય ધારાઓ અંતરમાંથી ઉઠવા માંડે છે. આંતરબાહ્ય વ્યક્તિત્વનું આભામંડળ તેજસ્વી બને છે. પરમાત્માને સાથે રાખીને સેવા, દયા, કરુણા અને પ્રેમના બીજને પ્રાંગરવા દઈશું ત્યારે દિવ્યતાનો સ્વર્ગીય આનંદનો અનુભવ થવા લાગશે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી