મંગલમય જીવન

માનવ જીવન મંગલમય ક્યારે બની શકે?

જ્ઞાનીજનો, તપસ્વીઓ સમજી વિચારીને વિવેકના ગરણે ગાળીનેજ વાણીને વહાવી શબ્દોને બોલે છે અને તેમના શબ્દો માનવજીવનમાં, સમાજમાં પરિવર્તન લાવે છે.

તેમનો શબ્દ મંત્ર બની જાય, કારણકે શબ્દ પાછળ તપનું તેજ હોય છે. અનુભવનો નિચોડ હોય છે. મહા પુરુષોના હૃદય માંથી નીકળેલો ,મંથનભરેલો અનુભવના એરણ પરથી પસાર થયેલો શબ્દ જીવનમાં પરિવર્તન લાવે છે. મહા પુરુષોની વાણી જીવને મંગલમય બનાવે છે.

માનવજીવન જેવું સુંદર જીવન અન્ય યોનિઓમાં નથી જ, એટલે માનવ દેહમાં જ જીવન મંગલમય બનાવવાની શક્યતાઓ છે.

જીવનમાં જપ, તપ, સદ્ગુણો, સદ્વ્યવહાર નો વ્યાપ વધે, ઈર્ષા, નિંદા, હિંસા જેવા દુર્ગુણોનો જીવન વ્યવહારમાં પ્રેવશવા જ ન દઈએ, દયા, દાન, કરુણા, સેવા સદ્ભાવથી જીવનને સજાવીએ તો જીવન મંગલમય બને.

જન્મ મરણથી જીતી જવાય એવું મંગલમય જીવન જીવી જવાય, જીવનના ઉદ્દેશ્યને પામી શકાય તેવું જીવન જીવવાનો સંકલ્પ કરવાનો છે.

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી