જીવન દર્શન

ઉપનિષદના પૌર ઋષિ પાસે એક શિષ્યે વિનંતી કરી, ” હે !  ગુરુદેવ, અમને જીવન દર્શન આપો.”

“‘આનંદબેટા શબ્દમાં જીવન દર્શન આવી ગયું.”

ગુરુદેવ, “વિગતે સમજાવવા વિનંતી છે.”

બેટા આપણા જીવનનું ઉદ્ભવ સ્થાન આનંદ છે, આનંદ આપણું કેન્દ્ર છે, દિવ્ય આનંદ આપણો સ્વભાવ છે, અંતિમ લક્ષ્ય છે.

આજના ધમાલભર્યા, યંત્રયુગનો માનવી કદાચ આનંદને આપણી મૂળ પ્રકૃતિ ના માને પરંતુ આનંદ આપણુ લક્ષ્યતો છે જ.

ભારતીય દર્શન આખા વિશ્વને આનંદમય માને છે. પરમતત્વ માટે એણે સચ્ચિદાનંદ શબ્દ વાપર્યો છે. પ્રત્યેક માણસનું લક્ષ્ય આનંદ પ્રાપ્તિનું છે જ. એની શોધ છે આનંદની, શાંતિની, સુખની, સમૃદ્ધિની.

 આજના માણસની શોધ છે આનંદની અને મળે છે વિષાદ. આનંદ આપણા ઉડ્ડયનની પાંખો છે. જયારે વિષાદ એ પથ્થર છે. એ પથ્થર આપણી ગતિને અવરોધે છે.

સાચું જીવનમંદિર ચણવા માટે પરમાત્મા તરફથી આપણને જે પ્રારબ્ધની સંપત્તિ મળી છે તેને ગમાડી શકીએ, પ્રેમથી અપનાવી  શકીએ તો જ આનંદની ચાવી આપણને મળી ગઇ સમજવી. આ ચાવી જ પરમ આનંદ અને સુખના કોઈ પણ દ્વારને ઉઘાડી શકશે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી