GyanBij – જ્ઞાનબીજ
4142
post-template-default,single,single-post,postid-4142,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Others

GyanBij – જ્ઞાનબીજ

11 Jul 2017, Others

. કોઇપણ પ્રવૃત્તિમાં તમારી જાતને અનિવાર્ય માનો નહિં.  

કોઇપણ પ્રવૃત્તિમાં તમારી જાતને અનિવાર્ય માનો નહીં. કુટુંબનો મોભ તૂટી પડે કે દેશનો સર્વમાન્ય નેતા ઈશ્વરના દરબારમાં ચાલ્યોજાય તો યે સંસાર ચાલ્યા જ કરે છે. તમારા નાનકડા વર્તુળમાં તમે મહાન હશો. પણ ઈશ્વરની અપાર સૃષ્ટિમાં તમારૂં સ્થાન ક્યાં છે તેનો વિચાર કરશો તો કોઇપણ દિવસ અભિમાન પ્રગટશે નહિં. અનિવાર્ય તમે નથી જ અને બીજું કોઈ નથી. અવસર મળે ત્યારે સ્થાન સંભાળો, પરંતુ ખસી જવાનો સમય આવે ત્યારે માનભેર ખસી જવાની તૈયારી રાખો. ખાત્રી રાખજો કે જો તન તોડી, દિલ દઈ તમે કામ કરતાં હશો અને તોયે તમને અનિવાર્ય નહિં માનતા હો તો બીજાઓ તેમ માનવા પ્રેરાશે જ. અનિવાર્ય છો એમ માનો નહિં પણ એવા બનો ખરા.

  1. Do not give yourself importance while accomplishing any task.

While doing any task do not give self-importance. If the head of the family breaks down or the eyes of the nation’s topmost leader permanently close, still the world goes on. You may be great in your own small sphere, but if you think about your little position in god’s infinite universe then you will never be prudish. You are as insignificant as others are. Whenever you get a chance take a stand but be prepared to respectfully make way for others when the time comes. If you keep doing backbreaking hard work with devotion and without giving self-importance, then others will be inspired to think that you are important. Do not think yourself to be important but maintain your conduct to become important.

 

. આજનું સંભાળો, આવતી કાલની ચિંતા ન કરો.  

આજનું સંભાળો, આવતી કાલની ચિંતા ન કરો. આ સુત્ર જેમને લક્ષમાં રાખી ઉચ્ચારાયું છે, તેમને આપડે ઓળખી લેવા જોઈએ. જેઓ પ્રમાદ સેવે છે અને તરંગોમાં રાચે છે, તેઓની આવતી કાલ સુધારવાની નથી. એજ રીતે જેઓ આવતી કાલની ચિંતામાં આજનો દિવસ પસાર કરે છે, તેમનું પણ એમ જ થાય છે. આવતી કાલની ચિંતા ન કરો, એનો અર્થ એ નહીં કે આવતી કાલ વિષે બેદરકાર રહો. તેનો સાચો અર્થ એ કે આજની સંભાળ નહીં રાખો તો આવતી કાલ સુધરશે નહીં. આવતી કાલ ઉપર ચિંતાનું વાદળ છવાયેલું હશે તો યે આજના પરિશ્રમથી જ તે દૂર કરી શકાશે. માટે આવતી કાલનો વિચાર બાજુએ રાખી “આજ” ઉપર તમારા મનને સ્થિર કરો. જે આજે જાગૃત રહેશે તે આવતી કાલે પણ જાગૃત જ રહેશે. પરંતુ આજે ઉંઘનારો આવતી કાલે જાગૃત હશે જ એની કોઈ ખાતરી નથી.   

  1. Indulge today, do not worry about tomorrow.

Indulge in today, do not worry about tomorrow. Whoever follows life, keeping this motto in mind, we should recognize them. Those who are lax and have a cool attitude towards the tides of life, their future will not be promoted. Similarly the person who spends the day worrying about tomorrow will also not be able to improve his future. ‘Not to worry about tomorrow’ does not mean to be carefree about the future. The real meaning of this is, that if you do not take care of today then your tomorrow will also be doomed. Even if the black clouds of worry are spread in the sky, you can dispel them by taking effort and being laborious. So stop worrying about tomorrow concentrate on improving your present. Your awareness in today, will keep you aware even tomorrow. There is no guarantee of a person who is in slumber today may be aware tomorrow.

 

. જીજ્ઞાસા જ્ઞાનની જનની છે.  

જીજ્ઞાસા જ્ઞાનની જનની છે. જેમનામાં જીજ્ઞાસા ન હોય તેની ચેતના મૃત્યુ પામે, પરંતુ જિજ્ઞાસાનો અર્થ એ નહિં કે ગમે તે જાણવાનો લોભ રાખવો, ને છાના ખૂણાઓમાં પણ દ્રષ્ટિ દોડાવવી. જિજ્ઞાસુ સ્વભાવ હોય તો તમારા મનને કોઈ વિષયના જ્ઞાનની કેડી પર મૂકી દ્યો. જેમ આગળ વધશો તેમ જ્ઞાન અને જીજ્ઞાસા બંને વધતાં જશે. આજે ક્ષુદ્ર વાતો અને માહિતિમાં રાચો છો, આવતીકાલે જીવન અને જગતનું રહસ્ય ઉકેલવાની દ્રષ્ટિ પ્રાપ્ત થશે. જીજ્ઞાસા આવકાર પાત્ર છે પરંતુ તે યોગ્ય માર્ગે જતી હોય તો જ, નહિં તો ઈર્ષ્યા, નિંદા અને દ્વેષના દુષણો પણ લઇ આવે છે.

  1. Curiosity is the Mother of Knowledge

Curiosity is the mother of Knowledge.  The one who does not have curiousity, kills his consciousness. But curiosity does not mean to know whatever. It does not mean that you keep your eyes on one and spy around. If you are curious by nature then stroll your mind on to the path of knowledge of any subject. As you advance the knowledge as well as the curiosity will keep increasing. Today you may be seeking interest in puny talks and information, but tomorrow you will gain the vision towards life and solve the mystery of the world.  Curiosity is definitely worth welcoming, but make sure you turn it towards the right path, otherwise it sometimes brings along impurities like jealousy, condemn and hatred.

 

4  નિરાશાની વાત છોડો.

નિરાશાની વાત છોડો ભાઈ, જયારે કલ્પનાના ઘોડે ચડ્યા ત્યારે દૂર સુધી દ્રષ્ટિ દોડાવી ન હોત તો આજે સિધ્ધિ દૂર રહ્યાનો અફસોસ ન હોત. ઘોડા ઉપર સવાર થયા છો ને દ્રષ્ટિ દૂર સુધી પહોંચાડી છે તો થાકો નહિં, પંથ લાંબો છે, પણ તમે પહેલું પગલું માંડ્યું ત્યારથી તે પથ ઉપર આક્રમણ શરૂ થઇ ચૂક્યું છે, હવે આગળ વધતા જ રહો, જો નિરાશ થઇ થંભી જશો તો અત્યાર સુધી લીધેલો શ્રમ વૃથા જશે. પાછા ફરશો તો નિરર્થક પરિશ્રમ કરવો પડશે. પગ ઉપાડ્યો જ છે તો આગળ વધો, સિધ્ધિનો સૂર્ય નિરાશાના પર્વતમાળની પાછળ ઉગી ચુક્યો છે એવી ખાતરી રાખો.

4. Setaside the talks of Disappointment.

Forget disappointing talks. While riding the horse of imagination it is necessary to keep a far sight on your achievement, so you do not regret. When you have mounted the horse and have envisioned the long road, do not get tired. The path is long but from the time you took the first step, you have launched your attack, now keep advancing on the path. If you feel disappointed and stop, your effort taken till now will go waste. If you return back you will spend useless effort.  Once you have taken a step keep moving forward. Keep faith that the sun of achievement has just risen behind the mountains of disappointment.

 

. થાકેલા શરીર અને મનને આરામની જરૂર પડે છે.  

થાકેલા શરીર અને મનને આરામની જરૂર પડે જ છે, ને તે લેવાનો સૌ કોઈને અધિકાર છે પરંતુ જયારે આરામની ઈચ્છા જાગે ત્યારે શરીર કે મનનો થાક સાચો છે કે માત્ર કામનો કંટાળો આવવાથી એમ લાગે છે એની તપાસ કરજો. થાક્યા વિના જો આરામ લેશો તો શક્તિનું ઝરણું સૂકાવા લાગશે. થાક વિનાના આરામ પછી કામ પર ચઢશો ત્યારે સહેજ કામ કરતાં પણ આરામની ઈચ્છા જાગશે. એકવાર આરામની જાળમાં સપડાયાં તો પછી છૂટી શકાશે નહિં. એવા આરામથી જૂવાનીની શક્તિ ક્ષીણ થશે ને વૃધ્ધત્વ વહેલું આવશે.

  1.  A tired body and mind do require rest

A tired body and mind require to rest, everybody has a right to take rest. Whenever we have an urge to take rest it is very important for us to assess that are we really tired or are we taking rest just out of boredom. If you take rest without being tired then the waterfall of energy will start to dry out. The habit of taking unnecessary rest will eventually urge you to take more rest even when doing simple tasks. Once you fall in the trap of taking unnecessary breaks, then it would be impossible to come out of it. With such a rest, the energy of the youth will diminish and one will reach the old age rapidly.

. અસત્ય વારંવાર બોલવાથી એ સત્યનો ભ્રમ ઉભો કરે છે.  

અસત્ય વારંવાર ઉચ્ચારવાથી એ સત્યનો ભ્રમ ઉભો કરે છે એ ખરું છે, પરંતુ એવા અસત્યનો આશ્રય લેનાર, સત્ય ઉચ્ચારવાની તેમજ તેને સમજવાની શક્તિ ગુમાવી બેસે છે. શરૂઆતમાં એનું અસત્ય સફળ થતું હોય એમ લાગે છે પરંતુ સમય જતાં તેના વચનની કિંમત નાશ પામે છે અને એ સ્થિતિ આવ્યા પછી એ સત્ય બોલે તો યે કોઈ માનતું નથી. બીજી બાજુ સતત અસત્ય ઉચ્ચારવાની ટેવને કારણે બીજાઓ જે બોલે છે તે સત્ય છે કે અસત્ય તે પારખવાની તેની શક્તિ ઘટતી જાય છે ને સત્યને અસત્ય અને અસત્યને સત્ય માની બેસી તે ભૂલાવામાં પડે છે. શરૂઆતમાં બીજાને ભ્રમણમાં જે સાધનનો માણસ ઉપયોગ કરે છે તે જ સાધન આખરે તેનામાં જ ભ્રમણા ઉત્પન્ન કરે છે.

  1. Lying repeatedly creates an illusion of truth.

Speaking lies time and again creates an illusion or belief of the truth, which is right but a person taking refuge in this false illusion loses the ability to speak and understand the truth.   At first he feels his lies succeed but eventually he loses the value of his word and then such a time comes when he speaks the truth but nobody believes him. On the other hand, because of the regular habit of lying, he loses the ability  to judge whether others are speaking the truth or are they bluffing. This ability eventually diminishes and he is not able to distinguish the truth from lies or the lie from the truth, thus falling prey to this illusion. Initially when a liar tries to create an illusion of lie for others, he eventually falls prey to the same illusion.

 

. આપણે બીજાને મદદરૂપ ન બનતા હોઈએ તો બીજાની મદદ લેવાનો નૈતિક અધિકાર આપણે ગુમાવીએ છીએ.

આપણે બીજાને મદદરૂપ ન બનતા  હોઈએ તો મદદ લેવાનો નૈતિક અધિકાર આપણે ગુમાવીએ છીએ. આ જગત, સહકાર ઉપર ચાલે છે, એટલે માનવ માત્રે એકમેકની મદદ કરતી વખતે આપણી શક્તિ અને સગવડનો આપણને બરાબર ખ્યાલ હોય છે પરંતુ બીજાની મદદ માગતી વખતે ઘણીવાર એ મુદ્દો ધ્યાન બહાર જાય છે, ને આપણે બીજા પાસે વધુ પડતી અપેક્ષા રાખીએ છીએ. કોઈની મદદ લેવાની મનમાં ઈચ્છા પ્રગટે ત્યારે જ તેના સંયોગોનો આપણે ખ્યાલ કરવો જોઈએ અને શક્ય તેટલી ઓછી મદદ લેવાની આપણી વૃત્તિ હોવી જોઈએ, રોજના જીવન વ્યવહારમાં આ પ્રકારની દૃષ્ટિ આપણે કેળવીએ તો આપણને મદદ કરવાનું કોઈને બોજારૂપ ન લાગે, ને એકવાર મદદ લીધા છતાં, ફરી ફરી મદદ મેળવવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય.

  1. If we are not able to be helpful to others then morally we lose the right to receive help form others.

If we are not  helpful to others then we lose the moral right to receive help. This world works on the support of each other. People generally weigh their capacity and their convenience while helping others, but when they need help from others they tend to forget the same and  have high expectation of the other. Whenever we feel like taking help from others we should take least minimum help from him/her, while keeping their circumstances in mind. If we maintain this kind of vision in the behavior of our daily life then we will not feel it as a burden to help others, and even after receiving help from others we will gain the right to receive help again and again.