Rajwani
-1
archive,paged,category,category-rajwani,category-2,paged-18,category-paged-18,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

અંક  132 દરેક વ્યકિતને બાળપણ, કિશોરાવસ્થા વટાવ્યા પછી જીવનમાં સમજણ આવે ત્યારે યુવાનવયે પોતાના જીવનનું ધ્યેય નક્કી કરી તેને સાકાર કરવા માટે આયોજન કરવું જોઇએ. જીવનમાં આદર્શ હોવો જરૂરી છે તો જ જીવનને સુચારૂ રીતે વાળી શકાય, ધ્યેયને હાંસલ કરી શકાય. ધ્યેય વિનાનું જીવન સુકાન વિનાના વહાણ...

અંક-131 સંસાર એ પરમાત્માની રંગભૂમિ છે. સંસારના વિવિધ જીવો - માનવ,પશુ પંખી જીવ જંતુઓ પરમની રંગભૂમિના પાત્રો છે. આ રંગભૂમિ પર માનવ સિવાયના અન્ય જીવો પોતાનું કર્મ ભોગવીને પોતાનો રોલ ભજવીને વિલિન થઇ જાય છે તેમને આ યોનિમાં કર્મબંધન થતું નથી. માણસ બુધ્ધિજીવી છે. સંસારના રંગ રાગ,...

અંક-130 આપણા શાસ્ત્રો વેદ,ઉપનિષદ્ ગીતા , રામાયણ, તેમજ અન્ય ધર્મ સંપ્રદાયોના શાસ્ત્રો માનવજાતને સાત્વિક જીવન જીવવાનો અને પરમને પામવાનો પાવક પંથ બતાવનાર,માર્ગદર્શન આપનાર  દીવો - દીપક છે. શાસ્ત્રો આપણો અમૂલ્ય વારસો છે. શાશ્ત્રો પથપ્રદર્શક છે, મંઝીલ નથી. પરમના સ્વમુખે બોલાયેલી વાણી 'ગીતા' છે. ઋષિમુનિઓ, મહાપુરુષોએ આપેલી જીવનજીવવાની,...

અંક 129                                          . પુરુષાર્થને અગ્રતા આપી સતત કાર્યશીલ રહેવું.પુરુષાર્થથી કર્મ ઘડાય છે. કર્મમાં આપણું ભાગ્ય છુપાયેલું છે. આ ભાગ્યને શોધવા, જગાડવા અને ઉપયોગમાં લેવા માટે હંમેશાં સાત્વિક પુરુષાર્થ કરવા તત્પર રહેવું જોઈએ. કોઇપણ કાર્ય, વ્યવસાય નાનો નથી. આપણા કર્મને કંચનવર્ણું, ગૈારવશાળી બનાવવું તે આપણા હાથની અને હૈયાની...

અંક 128 જીવનમાં જયારે દુઃખના,નિરાશાના,અસફળતાના પ્રસંગો આવે ત્યારે ચિંતામાં, શોકમાં,બેબાકળા, રઘવાયા ન બનતાં શાંતચિત્તે વિવેકપૂર્વક વિચાર કરવો ઘટે.એકાંતમાં બેસી પરમાત્માને પ્રાર્થના કરીએ, સત્યના, રાહ માટે પ્રેરણા મેળવીએ. મનને નિરાશાના વિચારોમાંથી મુકત કરવા માટે મનને મનગમતા વાતાવરણમાં, કામમાં પ્રવૃત કરીએ. આપઘાતનો વિચાર તો કયારેય ન કરવો.. "ઉંડા અંધારેથી...

અંક 127 માનવસેવા અને પ્રભુસેવા એક સિક્કાની બે બાજુ જેવું છે. પ્રભુસેવા કરનારે માનવ પ્રત્યે પ્રેમ રાખવો જ જોઈએ. જયાં સુધી આપણે પરમાત્માનું સત્ય સ્વરૂપ સમજી શકીશું નહિ ત્યાં સુધી પરમાત્માની પૂજા અર્ચના કર્મકાંડમાં જ અટવાયેલા રહીશું. પરંતુ જયારે પ્રત્યેક વ્યક્તિમાં પ્રત્યેક જીવમાં પરમાત્માનો વાસ છે તેવી...

અંક – ૧2૬ પરમાત્મા સર્વત્ર છે, સર્વ વ્યાપક છે, સત્યમ શિવમ સુન્દરમ સ્વરૂપ છે. તો પછી આપણને પરમાત્માના દર્શન કેમ થતા નથી ? અનુભવ કેમ થતો નથી ? મંદિરમાં, આપણા દેવ્સ્થાનમાં, આપણા ઇષ્ટદેવના સ્વરૂપમાં, મૂર્તિમાં કે પ્રતિકમાં દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ. પરંતુ પરમના સુક્ષ્મતત્વને આત્મસાત કરી...

અંક – ૧૨૫ જેટલા પ્રમાણમાં આપણા મનમાં શીતળતા, સમતા, શાંતિ, એટલા જ પ્રમાણમાં શરીરમાં સ્ફ્રૂર્તિ અને પ્રસન્નતા. સમતારૂપી શીતળતામાં જો આપણું મન હમેંશા રહે તો આપણે મનની અને તનની સ્વસ્થતા જાળવી શકીએ. આપણી આગળ પાછળના માણસોમાં ક્રોધરૂપી ગરમી વ્યાપી જાય પરંતુ આપણે શાંત રહીએ મનને ઠંડુ રાખીએ,...

અંક – ૧૨૪ ભય, ડર, વ્યક્તિનો સૂક્ષ્મ માનસિક રોગ છે. આ રોગનું ઝેર આખા શરીરમાં વ્યાપી જાય છે અને વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વમાં ક્ષુદ્રતાનો, લઘુતાગ્રંથિનો ભાવ જગાવે છે. ડર એક પ્રકારની ઉધઈનું કામ કરે છે, જે મન અને શરીરને ખોખલું કરી નાખે છે. ડરમાંથી ચિંતા જન્મે છે.જે...

અંક – ૨૨ એપ્રિલ - ૨૦૦૫ માથે દુઃખના ડુંગર તૂટી પડે ત્યારે ભગવાનમાંથી આપણી શ્રધ્ધા ડગી જાય છે, વિભાજીત થઇ જાય છે. જ્યોતિષ, મંત્ર, તંત્ર વગેરેનો આશ્રય લેવા માનવી હવાતિયાં મારે છે. બાધા, આખડી, વ્રત, ઉપવાસ વગેરે પ્રયોજનથી દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરે છે. વ્હાલા બાલકો, ભગવાનને ત્યાં...