Gurupurnima 2020
5776
aiovg_videos-template-default,single,single-aiovg_videos,postid-5776,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Gurupurnima 2020

Gurupurnima 2020

06 Jul 2020,

જીવનને મહાન બનાવીએ

ગુરુપૂર્ણિમા
૫.૭.૨૦૨૦, રવિવાર

મારા વહાલાં આત્મીયજનો,

મારા આધ્યાત્મિક જીવનની આજે ચુંમાલીસમી ગુરુપૂર્ણિમા છે. આપણે બધાં આધ્યાત્મિક પંથનાં યાત્રીઓ છીએ. આધ્યાત્મિકતાનો નાતો – સંબંધ નિભાવવો હોય તો મારા જીવનનાં અઢાર તત્ત્વોને જીવનના વ્યવહારમાં વણી લેજો. આ અઢાર તત્ત્વો નીચે પ્રમાણે છે.

૧. નવ સિધ્ધાંતો – ૯ તત્વો
૨. મન વચન કર્મની પવિત્રતા – ૩ તત્વો
૩. માસ્ટર કી – ચાર માર્ગો
પ્રેમ, જ્ઞાન, સહન, ક્ષમા માર્ગ ૪ તત્વો
૪. ઉપાસના અને સત્સંગ – ૨ તત્વો
૧૮ તત્વો

વહાલાં બાળકો,

જીવનને સાત્ત્વિક અને મહાન બનાવવું હોય તો સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવાં હોય તો, આટલું અવશ્ય અપનાવજો.

૧. માનવ બનો, માનવતા પ્રસરાવો.
૨. નીતિમાન બનો, શૂરવીર બનો.
૩. ઉદાર, પવિત્ર, નિ:સ્વાર્થી અને દૃઢનિશ્ચયી બનો.
૪. શુભમાં, સત્યમાં શ્રધ્ધા રાખો, સકારાત્મક બનો.
૫. ષડવૃત્તિઓનું નિયંત્રણ કરો, નિર્મૂલન કરો.
૬. સંવેદનશીલ બનો, સહૃદયી, સેવાભાવી બનો.
૭. વાણી, વર્તન, વ્યવહારમાં વિવેક દાખવો.

વહાલાં બાળકો,

આપ બધાં મજામાં હશો. તમારો ‘હા’ નો અવાજ મને સંભળાય છે.

સાંપ્રત સમયની સમસ્યાને સુલઝાવવાનો એકમાત્ર ઉપાય મારી દૃષ્ટિએ અંતરાત્મા પર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. ડર-ભયને મનમાં પ્રવેશવા જ ન દો. એ જ ઉજ્જવળ વિજયનો રામબાણ ઈલાજ છે. આપણી સફળતા, નિષ્ફળતાનો આધાર બાહ્ય સંજોગો પર નહિં પરંતુ આપણા પોતાના પર નિર્ભર રહે છે.
આપણા પર આપણને વિશ્વાસ બેસી જાય તો બહારની કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને આપણે અનુકૂળ બનાવી શકીએ. આપણે આપણા પોતાના કેન્દ્રમાં રહીને ધારીએ તેવા સંજોગો નિર્માણ કરી શકીએ છીએ.
આત્મવિશ્વાસ જ પાયાની જરૂરિયાત છે.
મારા આદેશ મુજબ ‘જીરું’ લેવાનું ચાલુ જ રાખજો.
મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ

– રાજયોગી નરેન્દ્રજી

 

 

Let’s make our life Grand / Noble

Gurupurnima

5.7.2020, Sunday

 

My loved ones,

Today is 44th Gurupurnima of my religious journey. All of us are travelers of this pious trail. If you would like to endure the relationship with moral, then try and include these eighteen elements, of my life, in the proceedings of yours.

The eighteen elements are as follows:

  1. Nine Principles – 9 elements
  2. Purity of Soul, Speech and Conducts – 3 elements
  3. Master key – Four Paths – Path of Love, Knowledge, Tolerance and Mercy – 4 elements
  4. Devotion and Pious Company – 2 elements

Total – 18 elements

Beloved Children,

If you would want your life to be virtuous and grand, to be happy, peaceful and blissful, then do adopt these:

  1. Be human and spread humanity.
  2. Be ethical and be intrepid.
  3. Be generous, sacred, selfless, and determined.
  4. Be optimistic and have reverence in verity and prosperity.
  5. Control and eliminate conspiracies.
  6. Be sensitive, compassionate, and service-oriented.
  7. Be courteous in your speech, behavior, and dealings.

 

Beloved Children,

Sure, you all are fine; I can hear ‘YES’ from all of you.

          According to me, the only solution to solve the current problem is to have the utmost conviction in your conscience.

Do not let fear – distresses enter in your mind. This is only an effective remedy leading towards buoyant victory. Our success or failures are not determined by outer concurrences, but it’s reliant on us.

If we trust ourselves, we can change unfavorable circumstances to our convenience. Be the center of your thoughts and you can fabricate the circumstances according to your liking.

Self-confidence is important for the foundation. As per my direction, continue to consume ‘Cumin (Jeeru)’.

My blessings to you all.

Aum Maa Aum

– Rajyogi Narendraji