સાત્વિક ભાગ્ય નિર્માણ કરીએ.
6025
post-template-default,single,single-post,postid-6025,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

સાત્વિક ભાગ્ય નિર્માણ કરીએ.

04 Apr 2021,

અંક 214

એપ્રિલ 2021

 

જેઓ આપેછે તેઓ પામે છે, જેઓ સંગ્રહે છે તેઓ ગુમાવે છે. સામાન્ય વ્યક્તિ વિચારે છે કે આપી દેવાથી સંપત્તિ ઓછી  થશે.

આપણી આ માન્યતા બરાબર નથી. જરૂરતમંદોના શ્રેય માટે જે કંઈ આપણે નિઃસ્વાર્થ ભાવે આપીએ છીએ તે ભગવાનની બેંકમાં જમા થાય છે. આપણા પ્રારબ્ધનું નિર્માણ કરે છે. પરમની બેન્કમાં જમા થયેલું અનેકઘણું થઈને પરત મળે છે.

 

આ ગૂઢ રહસ્યને સમજીને અનાસક્ત ભાવે શ્રદ્ધાથી પરમની જડ ચેતન સૃષ્ટિને આપતા રહેવું, પોષતા રહેવું. આપવાથી જ સમૃદ્ધિના દ્વાર ખુલતા જાય છે.

બલિ રાજાએ વામન સ્વરૂપ પરમાત્માના ત્રણ પગલામાં આકાશ, પાતાળ, પૃથ્વિનું દાન પ્રેમથી પરમાત્માને આપી દીધું અને પરમાત્મા સ્વયમ બલિ રાજાના દ્વારપાળ થઈને રહ્યા.

 

આપણે સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવા માટે, પરમની કૃપાના અધિકારી બનવા માટે આપણી કમાણીનો, આવકનો દસ ટાકા ભાગ દાન માટે વાપરવો જ જોઈએ. 

સાત્વિકતાથી, પ્રામાણિકતાથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો શુભ વિનિયોગ આપણું સાત્વિક ભાગ્ય નિર્માણ કરે છે.

 

ૐ મા ૐ 

– રાજયોગી નરેન્દ્રજી