સમયનો સદઉપયોગ
6031
post-template-default,single,single-post,postid-6031,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

સમયનો સદઉપયોગ

18 Apr 2021,

અંક ૧૯

જાન્યુઆરી૨૦૦૫

સંજોગો ગમે તેટલા વિપરીત હોય તો પણ માનવી ધારે તો સંકલ્પશક્તિ, ધૈર્ય, નિષ્ઠા, ખંત અને ઉત્સાહ વડે પ્રતિકૂળ સંજોગોને પણ સાનુકૂળ બનાવી શકે છે.

આપણે ગમે તે પરસ્થિતિમાં હોઈએ ગરીબ કે પૈસાદાર, આપણી સ્થિતિનો વિચાર કર્યા વગર આપણે આપણા સમય, સાધન અને સગવડનો સદઉપયોગ કરીને આપણે શારીરિક, માનસિક, બૌધ્ધિક અને આધ્યાત્મિક વિકાસ કરવાનો છે. સમયનો સદઉપયોગ કરવાનું વિચારશો તો સાધનો અને સગવડોની અછત કે અસુવિધા આપણી ગતિશીલતામાં અવરોધ કે બાધારૂપ નહિ બને.

મનુષ્ય જીવનનું મુખ્ય કર્તવ્ય છે કે, સ્વનો વિકાસ કરો અને અન્યના વિકાસમાં મદદ કરો. આપણને મળેલી બુધ્ધિ, શક્તિ અને સંપત્તિનો ઉપયોગ માનવ હિતના કાર્યોમાં જ કરીએ તો આપણો આત્મિક વિકાસ થવામાં મદદરૂપ બનશે. આપણું સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવામાં સાથ આપશે.

ધન ઉર્પાજન એ જીવન વ્યહવાર માટે આવશ્યક તો છે પરંતુ તેને જ માત્ર જીવનનું એકમાત્ર લક્ષ્ય બનાવવું ન જોઈએ. જીવનનું અંતિમ લક્ષ્ય તો પરમાત્માના સત્યમ્, શિવમ્, સુન્દરમ્ સ્વરૂપને પહેચાનવાનું, પામવાનું છે. સાત્વિકજ્ઞાન, સત્સંગ, સેવા અને સદગુરૂનું માર્ગદર્શન દીવાદાંડી સમ બની રહેશે.

વ્હાલા બાળકો,

જેને સમયની કિંમત છે અને સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે છે, તે વ્યક્તિ મહાન બની શકે છે. ભગવાને આપણ સહુને ૨૪ કલાકનો સમય આપ્યો છે. સમયનું જરૂરી અને આવશ્યક પ્રવૃત્તિઓમાં યોગ્ય આયોજન કરો..

અભ્યાસ, નોકરી, વેપાર, અન્ય પ્રવૃત્તિના                                         આઠ કલાક

નિંદ્રાના                                                                                        સાત કલાક

દૈનિક પ્રવૃત્તિના                                                                             પાંચ કલાક

આત્મિક વિકાસ                                                                           ચાર કલાક

ઉપાસના સ્વાધ્યાય, સત્સંગ, સેવા દ્વારા આત્મિક વિકાસ સાધી શકાય છે. અન્ય સમયમાં પણ અનાસક્ત ભાવે પ્રભ્રુ પ્રિત્યર્થે જ કર્મ કરતા રહીએ અને પરમનું સ્મરણ કરતાં રહીએ તો આપણો સમય ફળદાયી નીવડશે.

મા

– રાજયોગી નરેન્દ્રજી