સંસારવૃક્ષ ને જીવંત રાખીએ.
3942
post-template-default,single,single-post,postid-3942,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

સંસારવૃક્ષ ને જીવંત રાખીએ.

02 Jan 2017, Rajwani

સંસારવૃક્ષને જીવંત રાખવા માટે ધર્મના મૂળ ઉંડા હોવા જોઇએ. ધર્મના મૂળને આધારે જ સંસારવૃક્ષ જીવંત રહી શકે છે. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ તત્વોનું સમતોલપણું જીવનમાં રાખી શકે તે વ્યક્તિ જ કુટુંબ, પરિવાર અને સમાજમાં સરળ સફળ જીવન જીવી શકે છે.

અર્થ અને કામ ( ઈચ્છા) નું સમતોલપણું ધર્મના તત્વથીજ કરી શકાય છે. ધર્મના મુળિયા હંમેશા ભીના રાખવા માટે નીતિ, નિષ્ઠા, નૈતિકતાની સાથે સાથે ધર્મના મૂળને સિંચવા માટે દાન, શીલ, તપ, સંયમ અને સંતોષ જરૂરી છે.

ધર્મી વ્યક્તિનું મન સ્વચ્છ અને પારદર્શક હોય. ધર્મી વ્યક્તિનું વ્યક્તિત્વ હંમેશા વિશ્વાસપાત્ર, સત્યવાદી, નિરાભિમાની, તપસ્વી હોવું જોઈએ. ધર્મી વ્યક્તિનું જીવન પ્રેમાળ, ભાવસભર હોવું જોઈએ.

આપણે જયારે આપણી જાતને, આપણા કાર્યને તટસ્થ રીતે ઓળખી શકીએ ત્યારેજ આપણે ભવસાગરમાં શાંતિથી તરી શકીએ, પાર કરી શકીએ.

જયારે આપણે આપણી લઘુતા અને બીજાની વિરાટતા જોઈ શકીએ ત્યારેજ આપણે વિકાસની ક્ષિતિજો ખોલી શકીએ. પરમના શરણ, સ્મરણમાં તરબોળ બની જવાય ત્યારેજ આપણને સાચા સુખની અનુભૂતિ થાય છે. જીવનમાં સુખ કે દુઃખ, સંપત્તિ કે વિપત્તિ આપણા માનવ મનનો પરિપાક છે. બંને પરીસ્થિતિમાં ધીરજ રાખવાની, સમતાભાવ કેળવવાની આવશ્યકતા છે. શરીરથી તપશ્ચર્યા કરવાની અને ભીતરથી ભક્તિની શીતળતા રાખવાની, આમ બને તોજ આપણું; માનવ જીવન લીલું છમ બની રહે. જીવનમાં ધર્મ ને સ્થિર રાખવા માટે મનને સ્થિર રાખવું જરૂરી છે.

ૐ મા ૐ

રાજયોગી નરેન્દ્રજી