શ્રી નરેન્દ્રરાજષ્ટક
5009
page-template-default,page,page-id-5009,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

શ્રી નરેન્દ્રરાજષ્ટક

પ્રચંડસૂર્યમંડલજવલત્પ્રભં દધન્મુખં

કૃપાતરંગરંજિતસ્ખલત્સરિત્સુશોભિતમ્ |

સ્કુરન્મણિં દિવસ્તરું સમસ્તલોકવત્સલં

નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્  ||||

ભાવાર્થ : પ્રચંડ સૂર્ય જેવી જવલંત કાન્તિવાળું મુખ ઘરાવનાર,

કૃપાના તરંગોથી રંગાયેલી વહેતી સરિતાથી શોભતા,

આખા જગત માટે વત્સલ એવા કલ્પવૃક્ષ જેવા જેના ચરણકમળ છે ( તેવા )

નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું . || ૧ ||

 

સુકંઠસકતમૌકિતકાવલિશ્રિયં સૂપૂજિતં

લલાટમધ્યબ્રહ્મતેજધારકં સ્મિતોજ્જ્વલમ્ |

વિશાલબાહુભૂષિતં ચ દીપ્તકાન્તિ ભાસ્વરં

નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્ ||||

ભાવાર્થ : સુંદર કંઠમાં ધારણ કરેલી મોતીઓની માળાની શોભાવાળા,

સારી રીતે પૂજાયેલા, લલાટની મધ્યમાં બ્રહ્મતેજને ધારણ કરનારા અને સ્મિતથી ઉજ્જવળ એવા,

વિશાળ બાહુથી શોભતા અને દીપ્તકાન્તિથી પ્રકાશતા એવા

નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું . llરll

 

સુવૃતશ્રીપ્રવર્ધકં હ્યદિ વસન્તમીશ્વરં

વિરંચિસદશં તથા સુલક્ષ્મીસિદ્ધિદાયકં     l

શ્રિયઃ પતિં મનોહરં ત્રિતાપપાપનાશકં

નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્ l l 3 l l

 

ભાવાર્થ : સદાચારની શોભાને વધારનારા, હૃદયમાં વસતા ઈશ્વરસ્વરુ૫, બ્રહ્માજી જેવા

તથા સારી લક્ષ્મીની સિદ્ધિ આપનારા, લક્ષ્મીના પતિ ( વિષ્ણુ જેવા ), મનોહર, ત્રિવિઘ તાપ અને પાપનો નાશ કરનારા નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું . l l ૩ l l

 

વસિષ્ઠસદશં તથાપિ કૌશિકેન તુલ્યતા

અગસત્યકશ્યપામ્બરીષશૌનકપ્રભં સદા |

વિદેહરાજ યાજ્ઞવલ્કય વ્યાસધીસુમંડિતમ

નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્ l l l l

 

ભાવાર્થ : વસિષ્ઠ જેવા હોવા છતાં વિશ્વામિત્ર જોડે જેમની તુલના થાય છે તેવા,

હંમેશા અગસ્ત્ય, કશ્યપ, અમ્બરીષ અને શૌનકના જેવા તેજસ્વીઃ

વિદેહરાજ, યાજ્ઞવલ્કય અને વ્યાસની બુદ્ધિથી શોભતા

નરેન્દ્રરાજ યોગીને હું નમું છું, હું નમું છું. ll૪ll

 

શ્રીવેદમાતૃનંદનં સમસ્તશાસ્ત્રકોવિદં

પયઃસુધાપીબન્તમંત્ર ધન્યતાં ગતં શિવમ્ |

શ્રીભવાનિહ્યદસરોજવાસિનં તુ જ્ઞાનિનં

નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્  ||||

 

ભાવાર્થ : શ્રી વેદમાતાના પુત્ર, બધાં શાસ્ત્રોને જાણનારા, દૂઘરૂપી અમૃતને પીતા અને

ધન્યતા પામતા, કલ્યાણકારી, શ્રી ભવાનીના હદયકમળમાં વસતા અને જ્ઞાની એવા

નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું . ll૫ll

 

સુભક્તમધ્યશોભિતમખંડરાસનાયકં

મયુરપિચ્છશોભિનં કિશોરકૃષ્ણવત્સલમ્

થનક્-થનક્-થનક્-થનક્ મયૂરાજનર્તનં

નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્  ||||

ભાવાર્થ : સારા ભક્તોની વચ્ચે શોભતા અને અખંડ રાસના નાયક એવા,

મયૂરપીચ્છથી શોભતા અને બાલકૃષ્ણ જેવા વહાલાં, થનક્ થનક્ થનક્ થનક્ ( એ રીતે ) મયૂરરાજના નર્તનની જેમ નર્તન કરનારા નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું.

 

શુભાશિષા સુશોભિતં સુહસ્તકષ્ટભંજકં

સમસ્તરોગહારકં સુનિર્મલ જલં દદન્

‘ નિલોષ ’  ગેહરાજમાનભૂપતિંસમં પ્રભું

નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્  ||||

ભાવાર્થ : શુભ આશીર્વાદથી શોભતા, સારા હાથથી કષ્ટોને દૂર કરનારા,

સમસ્ત રોગને હરી લેનારા, નિર્મળ જળ આપનારા , ‘ નિલોષા ‘ બંગલામાં શોભતા , ભૂપતિ

( રાજા ) સમાન અને સ્વામી એવા નરેન્દ્ર – રાજ – યોગીને હું નમે છું , હું નમું છું .

 

નરેન્દ્રરાજવ્યંજકમિદં પઠેચ્ય માનવઃ

લભેત વેદમાતરં ગુરોઃ કૃપા ચ સર્વદા

ભવેભવે નરેન્દ્રરાજસંગતિ ચ પ્રાપ્નુયાત્

નરેન્દ્રરાજયોગિનં નમામ્યહં નમામ્યહમ્  ||||

ભાવાર્થ : નરેન્દ્રરાજના મહિમાને વ્યક્ત કરનારા આ અષ્ટકનો જે માણસ પાઠ કરે છે

તે વેદમાતા ગાયત્રીની અને ગુરુજીની કૃપાને સર્વદા પ્રાપ્ત કરે છે, અને ભવોભવ

નરેન્દ્રરાજના સાન્નિધ્યને મેળવે છે. તે નરેન્દ્ર – રાજ – યોગીને હું નમું છું, હું નમું છું.

 

|| આમ શ્રી મુંજદેવપ્રણીત શ્રી નરેન્દ્રરાજાષ્ટક સમ્પૂર્ણ થયું. ||