શ્રમ અને પ્રેમ સફળ જીવનની માસ્ટર કી છે
3936
post-template-default,single,single-post,postid-3936,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

શ્રમ અને પ્રેમ સફળ જીવનની માસ્ટર કી છે

01 Nov 2016, Rajwani

અંક ૧૬૧

સાંપ્રત સમયમાં આપણી તમામ સમસ્યાઓનું સમાધાન શેમાં છે? મારી દ્રષ્ટિએ બુદ્ધિપૂર્વકનો સકારાત્મક શ્રમ અને પ્રેમ આપણી સમસ્યાઓને સરળ બનાવવાની ‘માસ્ટર કી’  છે.
પુરુષાર્થને અગ્રતા આપી સતત કાર્યશીલ રહેવું” આ સિધ્ધાંતને  ચરિતાર્થ કરવા માટે શ્રમ + પ્રેમની જોડીને સાથે રાખવી જોઈએ. આપણા કામમાં આપણને પ્રેમ હોય અને પ્રેમથી દિલ દઈને, નૈતિકતા, નિષ્ઠા અપનાવીને, પરમની પૂજા સમજીને આપણે કામ કરીએ તો આપણને  કામ કરવાનો આનંદ આવશે. કામ પૂર્ણ થાય ત્યારે સંતોષનો ભાવ જાગે. પ્રેમ આપણા અંતરાત્માને પ્રફુલ્લિત કરશે. પ્રેમ સાથેનો પુરુષાર્થ સ્વ અને સમાજને કંઈક પ્રદાન કરશે. જગતમાં દરેક વ્યક્તિમાં શ્રમ અને પ્રેમનો મહિમા વધે તો અરાજ્ક્તાને ક્યાંય સ્થાન ન રહે. કુટુંબ,સમાજ અને વિશ્વમાં સુખ, શાંતિ અને પ્રેમનું સામ્રાજ્ય સ્થપાઈ જાય.
આપણે જયારે આપણા કામમાં તલ્લીન થઇ જઈએ છીએ ત્યારે આપણી અંદર અને આસપાસ ઉત્સાહનું વાતાવરણ સર્જાય છે. આપણને કામ કરવામાં આનંદ આવે છે. અને સંતોષનો ભાવ અનુભવાય છે.
આપણે આપણા કાર્યનું મૂલ્યાંકન કરી આગળ વિકાસની કેડી કંડારતા રહીએ છીએ ત્યારે આપણું જીવન નંદનવન બની જાય છે. નિર્વ્યાજ પ્રેમભાવથી આપણે કોઈ પણ કામ ઉપાડી લઇએ તો જીવનમાં સુખ, સંતોષનો ભાવ જન્મે છે.
આજીવિકા માટે, જીવન નિર્વાહ માટે પૈસાની જરૂર તો દરેકને હોય છે જ, પરંતુ કોઈ પણ કાર્યમાં આપણે યોગ્ય ફાળો આપીએ અને જે સંતોષ થાય ત્યારે અતિ આનંદ આવે છે. આપણો આદર્શ આપણા શ્રમનું પ્રેરક બળ છે. આપણો સેવાભાવ આપણા આદર્શને પોષે છે અને આપણા ઉત્સાહને વધારે છે.
આપણી જીવન ચેતનાને વ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ છે આપણું કર્મ. જીવનને સાર્થક કરવા માટે આપણે આદર્શ અને વ્યવહાર બંનેની જરૂરિયાત છે.
શરીરથી તપશ્ચર્યા કરવાની અને ભીતરથી ભક્તિની શીતળતા રાખવાની. આમ બને તો જ માનવ જીવન સદાય લીલુછમ બની રહે. જીવનમાં વિનય, વિવેક, નમ્રતા સફળતાની ચાવી છે, જીવનમાં ધર્મને સ્થિર રાખવા માટે મનને સ્થિર રાખવું જરૂરી છે.

ૐ મા ૐ

રાજયોગી નરેન્દ્રજી