વિચારોની સમૃદ્ધિ
6078
post-template-default,single,single-post,postid-6078,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

વિચારોની સમૃદ્ધિ

11 Jun 2021,

અંક 216

જૂન  2021

 

આપણા મહાન ગ્રંથો, શાસ્ત્રો, સાત્વિક સંતો, સ્પષ્ટ પણે  કહે છે કે, “ પોતાના વિચાર દ્વારા માણસ મહાન બની શકે છે, સમૃદ્ધિનો સ્વામી બની શકે છે.” આંતરિક વિચાર બાહ્ય જીવનને ઘાટ આપે છે. મનની અંદર જો વિચારોની ક્ષુદ્રતા, નિમ્નતા  હશે તો બાહ્ય જીવનમાં સંસ્કાર, સમૃદ્ધિ કેવી રીતે પ્રગટી શકે?

 

વિચારો દ્વારા જ આપણા જીવનનું ઘડતર થાય છે. જિંદગીના સામ્રાજ્યમાં આત્મશ્રદ્ધા જ મહારાણી છે. આપણા વાણી, વર્તન, વ્યવહારનું પ્રગટીકરણ આપણી શ્રદ્ધાને, આપણા વિવેકને આભારી છે.

 

આત્મશ્રદ્ધાની ક્ષિતિજો વિસ્તારી શકાય, આંતરિક નબળાઈઓનો નાશ કરી શકાય, સાત્વિક સમૃદ્ધિનો ખજાનો વિકસાવી શકાય.

 

દ્રઢ નિશ્ચય, સકારાત્મક વિચારો અને અતૂટ શ્રદ્ધાથી આપણે જે કંઈ  મેળવવું હોય તે મળી જ રહે છે. પુરુષાર્થનો પ્રવાહ જ આપણી ઈચ્છાઓને લક્ષ પર પહોંચાડશે જ.

 

આધ્યાત્મિક ઐશ્વર્યની ખેવના હોય તો – આપણા મનમાં,વિચારોમાં એ ને પ્રગટાવવાની આપણી શ્રદ્ધા, દ્રઢ નિશ્ચય એ ખેવનાને સાકાર કરશે જ .

 

ૐ મા ૐ

– રાજયોગી નરેન્દ્રજી