માનવતાનો મહાયજ્ઞ
5425
post-template-default,single,single-post,postid-5425,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Manavtadin

માનવતાનો મહાયજ્ઞ

07 Sep 2014,

માનવતા દિન

7/9/2014

વ્હાલા આત્મીયજનો,

આજે માનવતા દિન છે. મારી જીવનયાત્રા બ્યાસી (82) વર્ષ પૂર્ણ કરી  ત્યાસીમાં (83) વર્ષમાં આજે પ્રવેશી રહી છે. મારું તન દવે પરિવારનું છે પરંતુ મન અને આત્માનું અસ્તિત્વ દિવ્ય મા ભગવતીની અમાનત છે. પ્રસવની પીડા પૂજ્ય પરસનબા એ સહી અને સંસ્કાર સિંચન કર્યું. મારા સમસ્ત અસ્તિત્વનું ઘડતર માતાજીએ કર્યું છે.

મારા જીવનના એકતાલીસ વર્ષ મારા બા બાપુજી એ પોતાની મમતા વાત્સલ્ય વરસાવી મારી અને મારા પરિવાર – ( સંસાર )ની જવાબદારી નિભાવી. મને આદર્શ પુત્ર, ભાઈ, પતિ, પિતા, મિત્ર, સેવકના વિવિધ ક્ષેત્રોમાં સહાય, માર્ગદર્શન આપી એક આદર્શ નાગરિક તરીકે મારા જીવનને સંવર્યું. દિવ્ય મા ભગવતી એ તો મારા જન્મની સાથે જ મારા સંવર્ધનની જવાબદારી સ્વીકારી લીધી. ભવિષ્યમાં પરમ શક્તિ મા ભગવતીની મરજી અનુસાર – આયોજન અનુસાર યોજાનાર માનવતાના મહાયજ્ઞમાં મને સેનાપતિ બનાવવાનું ચણતર, ઘડતર માતાજીએ શરુ કરી દીધું. મારામાં દિવ્ય શક્તિઓનો સંચાર કરવા સાતદિવસ સુધી પયપાન કરાવ્યું અને તે પણ મારા પ્રિય સખા રણછોડજીના સાનિધ્યમાં. માતાજી અપ્રગટ રૂપે અને અન્ય સંબંધીના સ્વરૂપે, અન્ય હિતેશીના સ્વરૂપે મારું સંવર્ધન, સંરક્ષણ અને સુસ્વાસ્થ્યનું આયોજન કરતા રહ્યા. યજ્ઞોપવીત સંસ્કાર લીધા પછી નિયમિત ગાયત્રી મંત્રનો નિયમ જળવાઈ રહ્યો છે તેવીસમાં વર્ષે 1955 માં મેં ગાયત્રી મંત્ર નું અનુષ્ઠાન કર્યું ત્યારે એક મધરાતે માતાજી સ્વયં પ્રગટ થઇ મને દર્શન આપ્યા અને હસ્ત લંબાવી સંકેત આપ્યો. સંસારની ખાટીમીઠી માણી જીવનના ચાલીસ (40) વર્ષ ગોધરામાં સંતોની અને મંદિરોના સાત્વિક ભક્તિસભર વાતાવરણમાં વિતાવ્યા. ઓફીસમાં અસહકાર-રાગદ્વેશનું નિમિત બનાવી માતાજીએ મારા જીવનને નવો વળાંક આપ્યો બીજી સપ્ટેમબર 1971ના શુભ દિવસે બસમાં ગોધરાથી આવતા અમદાવાદ આવ્યો. જાજરમાન યુવતીના સ્વરૂપે માતાજી મારી સાથે જ બસમાં હતા. માતાજીએ વાતો વાતોમાં લાલચો આપી મારી શ્રદ્ધાની મારી નિષ્ઠાની ચકાસણી કરી પરંતુ   “અમદાવાદ જવાની તૈયારી કર ” એવા સ્વપ્નના આદેશને હું કેવી રીતે અવગણું?

સિવિલ હોસ્પીટલમાં મેટ્રન તરીકે ફરજ બજાવતા બહેનજીના ક્વાર્ટર્સમાં માતાજીએ મને સ્થાપિત કર્યો. માનવતાના મહાયજ્ઞનો આરંભ તારીખ  3.2.1975 ગુરુવારથી શરુ થયો. માતાજીએ પ્ર્ત્યાક્ષ્તાના અનુભવો કરાવ્યા. કંકુ, ફૂલ, પ્રસાદી, આભૂષણો સુવાસિત વાતાવરણનો અનુભવ કરાવ્યો. મને અગોચર દ્રષ્ટિ પ્રદાન કરી છાત્રયોગ (રાજયોગી) નો સંકેત આપ્યો.

13.3.1975 ગુરુવારે મહાશિવરાત્રીના દિવસે સેવા-પૂજા-રુદ્રીપાથ કરીને ઉઠ્યા પછી મારા ગાળામાં મોતીની માળા આવી ગઈ. માતાજીએ સેવાયજ્ઞ અને માનવના મહાયજ્ઞનો આદેશ આપી દીધો. સત્યઘટના ના પ્રસંગો અને અગોચર મનની અજાયબીના લેખોની સંદેશની હારમાળાએ સેવાયજ્ઞનો માહોલ બનાવી દીધો.

5.9.1976 રવિવારે મધરાતે માતાજીએ પ્રત્યક્ષ પ્રગટ થઇ મને સાક્ષાત્કાર કરાવ્યો. વાત્સલ્ય અને મમતાની મીઠારા માણતા માણતા માતાજીએ મને વરદાન માંગવાનું કહ્યું. માનાવબંધુઓની સેવા માટે મેં માતાજીને વિનંતી કરી- પ્રાર્થના કરી. માતાજીએ તથાસ્તુ કહી મારી પીઠ થાબડી. મોક્ષ માટે મને લલચાવ્યો પરંતુ મારા ‘સેવાયજ્ઞ’ ના નિર્ણયને સ્વીકારી, નોકરીની ચિંતા ન કરવા જણાવી, માતાજી અંતર્ધ્યાન થઇ ગયા.

6.9.1976 થી ઓફિશિયલી માનવતાના મહાયજ્ઞનો બંસીધર બંગલે કાંકરિયા મણીનગરમાં પ્રારંભ થયો. એક વર્ષ પછી ‘નીલોષા’ માં સેવાયજ્ઞ શરુ થયો. આધીવ્યાધી ઉપાધિથી ત્રસ્ત વ્યક્તિઓની વ્યક્તિગત મુલાકાત, માર્ગદર્શન, જીવનજળ, શક્તીપ્રદાન સારવાર વિગેરે સેવાઓ માતાજીની પ્રેરણા આદેશ અને માર્ગદર્શન અનુસાર થવા લાગી. સેવાનું સ્થળ, આયોજન, કાર્યકર્તાઓનું સ્વૈચ્છિક સેવાઓ સ્વ્યમસંચાલિત ચાલવા લાગ્યું વ્યક્તિગત સેવાઓનું ક્ષેત્ર જુદા જુદા શહેરોમાં ગામડાઓમાં તેમજ વિદેશોમાં આયોજિત થવા લાગ્યું. સેવાની ક્ષિતિજો વિસ્તરતી ગઈ અને ફાળકો બદલાતા ગયા. હવે વ્યક્તિગત સેવાના ક્ષેત્રની સાથે સાથે સેવાઓની જરૂરિયાત વધતી ગઈ. માનવસર્જિત અને સૃષ્ટિસર્જિત સમસ્યાઓ વધતી ગઈ. દેશના રક્ષણ માટે, સીમાઓની સુરક્ષા કરવાની, ધાર્મિક સ્થળોને અસામાજિક તત્વોથી સુરક્ષિત કરવા, માનવસર્જિત અને કુદરત સર્જિત સમસ્યાઓના નિરાકરણ, સલામતી માટે  માતાજીએ વિવિધ મંત્રો દર્શાવી, શક્તિ આપી, માર્ગદર્શન, પ્રેરણા આપી સમસ્યાઓનો સુલઝાવી, અને નિવારી દીધી. પ્રેતાત્મા શાંતિ મુક્તિ યજ્ઞ, દ્વારા માનવો અને પશુઓની સેવા , અકસ્માત નિવારણ વિધિ, સીમા સુરક્ષા દ્વારા દેશની રક્ષાની સેવા મંદિર અને ધાર્મિક સ્થળોની સુરક્ષાની સેવા ધરતીકંપ, સુનામી, વાયુનો પ્રકોપને શાંત કરવાની સેવા. માનવજીવનમાં સાત્વિક સંસ્કારોના સિંચન માટે નવસિદ્ધાંતોના આચરણનું માર્ગદર્શન અંધશ્રદ્ધાથી અટવાતા માનવમનને શ્રધ્ધા સભરપ્રેમભક્તિ યુક્ત સાત્વિક આચરણનો આદર્શ બતાવ્યો. માનવતાના મહાયજ્ઞમાં સાત્વિક, આચાર વિચાર અને વિશ્વબંધુત્વની ભાવનારૂપી ઘી ની આહુતિ આપતા રહીએ, માનવતાને મહેકાવતા રહીએ, સાત્વિક સંસ્કારી ભાવી પેઢીનું નિર્માણ કરતા રહીએ તેવી શુભભાવના સહ

ૐ મા ૐ

રાજયોગી નરેન્દ્રજી