પરિસ્થિતિના માલિક બનીએ
6147
post-template-default,single,single-post,postid-6147,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

પરિસ્થિતિના માલિક બનીએ

13 Aug 2021,

ઑગષ્ટ 2021

અંક 219

સાંપ્રત સમયની કોવિડની મહામારીમાં આપણે જોયું કે મોટાભાગના માણસો પરિસ્થિતિના શિકાર બની ગયા ડર, ભયની ભુતાવળે રોગને મનમાં અને પછી તનમાં આમંત્રણ આપ્યું. પરમાત્માનું શરણું વિસરાતું ગયું.

પ્રત્યેક રોગનું મૂળ આપણી માનસિક વિકૃતિ અને લાગણીમાં રહેલું છે. ભય અને ઘૃણાની ગ્રંથીથી આપણે પીડાતા હોઈએ છીએ.જેને કારણે આપણા મન અને શરીર પર એની વિઘાતક અસર પડે છે. 

આપણો  આત્મવિશ્વાસ, આપણી સુતેલી શક્તિઓને જાગૃત કરે છે. પરમનું શરણ, સંત સદગુરૂનો સત્સંગ,  કૃપાશિષ  આપણી આત્મશક્તિને પ્રગટાવે છે, જાગૃત કરે છે.

નકારાત્મકતા, રોગ વિષાણુઓ, તમસ આ બધા વિરોધી વિઘાતક  તત્વો છે,  તેના પર વિજય મેળવવા  માટે આપણી આત્મશક્તિને કાર્યાન્વિત કરવી પડે. સકારાત્મકતા, સંવાદિતા અને આત્મશક્તિના પ્રતાપે અશુદ્ધ તત્વ આપણને કંઈ પણ ઈજા પહોંચાડી શકશે નહિ. કોઈપણ અનિષ્ટ, અશુભ તત્વ આપણી આગળ ફરકી શકે પણ નહિ. 

આપણે આત્મિક શક્તિના બળે પરિસ્થિતિના માલિક બનીએ, ગુલામ નહિ જ.આત્મશક્તિ વધારવા આધ્યાત્મિક શક્તિના સહયોગી સ્વામી બનીએ અને આંતર બાહ્ય અનિષ્ટોને જાકારો આપીએ.

ૐ મા ૐ

– રાજયોગી નરેન્દ્રજી