પરમ શક્તિ આરતી
5004
page-template-default,page,page-id-5004,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

પરમ શક્તિ આરતી

ૐમાૐ જય ૐમાૐ, ૐમાૐ જય ૐમાૐ

પરમ – શક્તિ મહામંત્રથી, વિશ્વ વિશે વ્યાપ્યા  . . .ૐમાૐ જય ૐમાૐ

મંત્રરાજ મધુરતમ, મંગલ સુખકારી . . . . . . . . . . . .મા

બિંદુમાં સિંધુ સમાયો, મમતા ૐ કારી  . . . . . . . . ૐમાૐ જય ૐમાૐ

સકલ સ્વરૂપ શક્તિનાં, કહેતાં ‘ મા ’ વંદુ . . . . . . . મા

પ્રણવ થકી પરમેશ્વર, પ્રણમી આનંદુ  . . . . . . . . . .ૐમાૐ જય ૐમાૐ

સરલ, સુમંગલ સુંદર, સ્મરણ સતત સાધે . . . . . . . .મા

સુલભ, સુમધુર, સુભાષિત, સાત્વિક સુખ વાધે . . . .ૐમાૐ જય ૐમાૐ

ત્રણ અક્ષરમાં ત્રિપદા, ત્રિભુવન – ત્રિગુણમયી . . . . મા

ત્રિવિધ તાપ હરનારી, જપ – તપ – તેજમયી . . . . . ૐમાૐ જય ૐમાૐ

ઋષિ, રાજ, દેવર્ષિ, બ્રહ્મ – ઋષિ ધ્યાવે . . . . . . . . . મા

સહજ સમાધિભાવે, પરમકૃપા પાવે .  . . . . . . . . . .ૐમા જય ૐમાૐ

વિશ્વ સકલના માનવ, સહુ તુજ સંતાનો . . . . . . . . મા

વિવિધ ધર્મ ધરનારા, મંત્ર જપે ‘ મા ’ નો . . . . . . . . ૐમાૐ જય ૐમાૐ

પરમ શક્તિની આરતી, જે માનવ ગાશે . . . . . . . .મા

મયૂર – માતથી મંગલ, ‘ મુંજ ’ સકલ થાશે . . . . . . .ૐમાૐ જય ૐમાૐ

પરમ શક્તિ માતા કી જય – રાજયોગી નરેન્દ્રજી કી જય

શ્રી સદગુરુદેવ દેવ કી જય

ૐ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર