પરમ ની સાથે સીધું અનુસંધાન સાધીએ
3930
post-template-default,single,single-post,postid-3930,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

પરમ ની સાથે સીધું અનુસંધાન સાધીએ

01 Oct 2016, Rajwani

અંક ૧૬૦

નાના બાળકોની નિર્મળતા, નિર્દોષતા એ બાળપણની સહજતા, સાહજિકતા છે. નાના બાળકોની બાળચેષ્ટાઓમાં આપણને પરમના દર્શન થાય છે. પાંચ વર્ષ સુધીના બાળકોમાં હજુ રાગદ્વેષ, ઈર્ષા, અહમ ના બીજ રોપાયા નથી કે અંકુરિત થયા નથી.

સૂર્યનું ઊગવું, આથમવું, ચાંદનીની શીતળતા, નદીનું સતત વહેવું, ફૂલોનું મહેકવું એ તેમનો નિજનો સ્વભાવ છે, આમાં કોઈ ડોળ, દેખાવ કરવામાં આવતો નથી, છતાં પણ પ્રકૃતિના નિયમ પ્રમાણે બધુજ સહજતાથી થતું રહે છે.
આપણે પરિપક્વ માણસો આપણા સ્વભાવમાં, વાણી, વર્તન, વ્યવહારમાં આવી સાહજિકતા કેળવીએ તો કેવું? આપણે સદાય આપણી આંતરચેતનામાં જ જીવવાનો આગ્રહ રાખીએ અને અંતરના અવાજને જ અનુસરીએ.
સામાન્ય માણસમાં વિકારોનો વિકાસ થતો જાય છે. માયાનું આવરણ આપણી આંતર્ચેતનાને ઢાંકી દે છે. આંતર્ચેતનાનું – પ્રેરણાનું અનુસંધાન છુટી જાય છે. સાહજિકતા પાંગળી બની જાય છે – છુટી જાય છે. માણસ સ્વાર્થી (SELF CENTERED) બનતો જાય છે. પદ, પ્રતિષ્ઠા અને બાહ્યાડંબરમાં રુચિ દાખવે છે. ભૌતિક જીવનમાં આકર્ષણ વધતું જાય છે, ક્યારેક અસત્ય, અનીતિનો આશ્રય લેવા પ્રેરાય છે.
પરિણામે સાહજિકતા, સરળતા, લુપ્ત થતી જાય છે. અંત:ચેતના સાથે અનુસંધાન સાધી શકાતું નથી. આપણે સાહજિક, સરળ કેવી રીતે બની શકીએ?

સાહજિકતા એટલે અત્મીયભાવ કેળવીને પરમાત્મા સાથે સીધું અનુસંધાન સાધવું.

૧. આપણે જીવનની દરેક સારી માઠી પરીસ્થિતિમા સરળ, સહજ, સ્થિતપ્રજ્ઞ બનીએ.
૨. અહમ ને હંમેશા અળગો રાખીએ
૩. મનના ભેદ, ભરમ, પૂર્વગ્રહોને ઓગાળી પરમાત્મા સાથે સદાય અનુસંધાન સાધતા રહીએ.
૪. આપણા વાણી, વર્તન, વ્યવહારમાં એકરૂપતા દાખવીએ.
૫. આપણે સતત સ્વમૂલ્યાંકન કરતા રહીએ.
૬. સકારાત્મકતાને પોષવી જોઈએ.

આપણું સાહજિક, સરળ જીવન તો પુષ્પ ની જેમ સદાય મહેકતું, વિકસતું રેહવું જોઈએ.
સરળ, નિર્દોષ, નિર્મળ, સહજ જીવન જ પરમને પ્રિય છે.

“ મને બાળક જેવો નિર્મળ, નિર્દોષ બનાવજો”

આપણી દૈનિક પ્રાર્થનાનું હાર્દ સાહજિક, સરળ બનવાનું છે.

 

ૐ મા ૐ

રાજયોગી નરેન્દ્રજી