નિષ્ફળતા એ સફળતાનું પ્રથમ સોપાન છે
6018
post-template-default,single,single-post,postid-6018,single-format-standard,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

Rajwani

નિષ્ફળતા એ સફળતાનું પ્રથમ સોપાન છે

27 Mar 2021,

અંક ૧૮

ડીસેમ્બર૨૦૦૪

માણસ આપઘાત કરવા કયારે પ્રેરાય ? દુઃખ, મુશ્કેલીઓ, નિષ્ફળતાને સહન કરવાની શક્તિ ગુમાવી, બુધ્ધિ કુંઠિત કરી નાખે ત્યારે જ માણસ આપઘાત કરવાનું વિચારે છે. આપઘાત, આત્મવિલોપન, એ કાંઈ મુશ્કેલીઓનું, દુઃખોનું નિવારણ નથી. એ તો એક ભાગેડુ વૃત્તિ કહેવાય.

દુઃખ, આપત્તિ, નિષ્ફળતા મળતાં માણસમાં પરમાત્મા પ્રત્યેની શ્રધ્ધા ડગી જાય છે, વિભાજીત થઇ જાય છે, પરમાત્મા સામે બળવો પોકારે છે, ડીપ્રેશનનો શિકાર બને છે. ઘર સંસાર છોડી સાધુઓની જમાતમાં જોડાઈ જાય છે.

વહાલા બાળકો, જીવનમાં દુઃખ નિષ્ફળતા એ તો સફળતાનું પ્રથમ સોપાન છે. પરમાત્માનું સ્મરણ અને સાનિધ્ય દુઃખના સમયે જ થઇ શકે છે. દુઃખમાં જ આપણું સાચું માનસિક ઘડતર થાય છે. માટીના વાસણો નિભાડામાં પકવ્યા પછી જ કામમાં લઇ શકાય છે.

પથ્થરમાંથી મૂર્તિ બનાવવા માટે ટાંકણાથી છુંદાયા પછી જ મૂર્તિ આકાર પામે છે. હીરો ઘસાય પછી જ તેનું તેજ પ્રગટે છે. મુશ્કેલ કામમાં જ માણસની કસોટી થાય છે. જે કામમાં મુશ્કેલીઓ, અડચણો આવે તે જ કામમાં માણસની ધીરજની, સહનશીલતાની અને બુધ્ધિની કસોટી થાય છે. મુશ્કેલીઓથી ડરી જઈએ, ભાગી જઈએ તો તે આપણને વધારે ડરાવે છે, આપણી પાછળ પડી જાય છે. પરંતુ મુશ્કેલીઓનો સામનો કરવામાં આવે તો તે ઓગળી જાય છે. ભાગી જાય છે.

 

 

જે વ્યક્તિ ભયંકર સંકટની વચ્ચે પણ ધીરજ રાખીને સામનો કરી શકે છે, તે વ્યક્તિ સફળતાને વરે છે. મહાન બની શકે છે. નિષ્ફળતા મળવાનું વિશ્લેષણ કરવામાં આવે તો સફળતાનું કિરણ શોધી શકાય છે. પ્રેરણા મેળવી શકાય છે.

માતા કુંતીએ શ્રી કૃષ્ણ પાસે સુખ સગવડ ન માંગતા દુઃખ માગ્યું હતું. કારણકે, દુઃખમાં જ પરમાત્માનું સ્મરણ અને સાનિધ્ય મેળવી શકાય છે. વિપત્તિના સમયે પરમાત્માને અંતરના ઊંડાણથી પ્રાર્થના કરવામાં આવે તો પરમાત્મા આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે જ છે. માર્ગદર્શન આપે છે. સહાય કરે છે.

મા

– રાજયોગી નરેન્દ્રજી