નિત્ય – સ્મરણ
6185
page-template-default,page,page-id-6185,central-core-1.0.1,ajax_updown_fade,page_not_loaded,

નિત્ય – સ્મરણ

નિત્યસ્મરણ

રાજયોગી હે, દિવ્યયોગી હે

માતયોગી હે, નાથયોગી હે

પ્રભાત :

નિત્ય મમ ઉર આપ હો ઉદય, નરેદ્રમય સકલ નવપ્રભાત હો,

સુરભીમય ઉષા પુનિત મંગલા, નાથ સ્મરણ થી થાય ઉજવલા…

 રાજયોગી હે, દિવ્યયોગી હે

       માતયોગી હે, નાથયોગી હે…

મધ્યાહન :

હો પ્રખર રવિ મધ્ય વ્યોમ માં, આપનું સ્મરણ રોમ રોમ માં,

પૂર્ણ તેજ તવ હો હૃદય વિશે, લોચનો ઠરે નાથ ત્યાં દિસે…

    રાજયોગી હે, દિવ્યયોગી હે

માતયોગી હે, નાથયોગી હે…

સંધ્યા :

પશ્ચિમે ઢળી સૂર્ય આઠમે, ચરણ વંદના નાથ ની ગમે,

પરમશક્તિ ને એજ પ્રાર્થના, મુજ હ્રદય વસો માત વત્સલા…

    રાજયોગી હે, દિવ્યયોગી હે

માતયોગી હે, નાથયોગી હે…

રાત્રિ :

રજની એ સદા નાથ રક્ષજો, નયન માં સપન આપ ના હજો,

તિમિરધન ભલે હોય શર્વરી, સૂક્ષ્મ આપના સાનિધ્ય થી ભરી…

    રાજયોગી હે, દિવ્યયોગી હે

માતયોગી હે, નાથયોગી હે…

દિશાઓ :

પરમ શક્તિ ના બાળ પૂર્વમાં, પશ્ચિમે વળી રાજ રક્ષજો,

હ્રદય માં રહો દયાળુ દક્ષિણે, યોગી ઉત્તરે ઉર ઉજાળજો…

   રાજયોગી હે, દિવ્યયોગી હે

માતયોગી હે, નાથયોગી હે…

શિયાળો – ઉનાળો

શીતઋતુ વિશે શિવસ્વરૂપ ની, હ્રદય હૂંફ માં રાજ રાખજો,

ગ્રીષ્મ માં વળી શીતળ સૂર્ય હે, શીતકૃપા તણા કિરણ આપજો…

રાજયોગી હે, દિવ્યયોગી હે

માતયોગી હે, નાથયોગી હે…

વર્ષાકાળ  :

સધનમેઘ ને માં હૃદય કહું, વીજદ્યુતિઃ બને હાસ્ય માતનું,

ટહૂકતું રહે તૃષિત ઉરમાં, સ્વરૂપ નર્તતું નર મયુર માં…

રાજયોગી હે, દિવ્યયોગી હે

માતયોગી હે, નાથયોગી હે…

નિત્ય:

અધર પર રહે નામ માધુરી, નયન માં રમે રૂપ માધુરી

હૃદય થી વહે પ્રેમ માધુરી, પૂર્ણ નાથજો માધુરી લીલા…

રાજયોગી હે, દિવ્યયોગી હે

માતયોગી હે, નાથયોગી હે…

પરમ શક્તિ માત કી જય

પૂજ્ય રાજયોગી નરેદ્રજી કી જય

ૐ નમઃ પાર્વતી પતે

હર હર મહાદેવ હર …

મા